• મંગળવાર, 25 જૂન, 2024

અવસાન નોંધ

આદિપુર : મૂળ ભોજાયના ભગવતીબેન બાબુપુરી ગોસ્વામી (.. 80) તે સ્વ. બાબુપુરી શંકરપુરીના પત્ની, સ્વ. બચુપુરી (ભોજાય), કાકુપુરી (માનકૂવા)ના ભાઇના પત્ની, સ્વ. જશોદાબેન બચુપુરી (ભોજાય)ના દેરાણી, સ્વ. વસંતબેન કાકુપુરી (માનકૂવા)ના જેઠાણી, લક્ષ્મીબેન (માનકૂવા), વેલબાઇ (નખત્રાણા)ના ભાભી, ભીખુપુરી, સ્વ. મહેશપુરી, રમેશપુરી, લક્ષ્મણપુરી, સ્વ. કેતનપુરીના માતા, ગીતાબેન, ભાવનાબેન, જયશ્રીબેનના સાસુ, રવિના રાહુલગર (ભુજપુર), પૂજા મેહુલગર (અંતરજાળ), હાર્દિકપુરી, નંદની રાજવન (પલીવાડ), અવની, અમન, હેમાંશી, કાવ્ય, સ્નેહાના દાદી, જિતેન્દ્રપુરી (ગાંધીધામ), જ્યોશનાબેનના કાકી, નરેન્દ્રપુરી, જયેશપુરી (માનકૂવા), સમિતાબેન (માનકૂવા), ભારતીબેન (સાપેડા)ના મોટીમા, સ્વ. હિંમતગર રેવાગર (માંડવી)ના પુત્રી, સ્વ. પુષ્પાબેન (માંડવી), સ્વ. દમયંતીબેન (માથક), સ્વ. પ્રભાબેન (અંજાર), સ્વ. જવેરબેન (ગુંદાલા), સ્વ. દિલીપગર જાદવગર (માંડવી), રતનગર હેમતગર (નારાયણ સરોવર), સ્વ. પ્રતાપગર (ભુજ)ના બહેન, દૃષ્ટિ, શિવાંશના મોટા નાની તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-2-2024ના શનિવારે બપોરે 3થી 4 નિવાસસ્થાને ઓમ રેસિડેન્સી, ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર. ઘડાઢોળ, તેરમાની વિધિ તા. 20-2-2024ના મંગળવારે નિવાસસ્થાને. લૌકિક વ્યવહાર નિવાસસ્થાને. (રડવાનું બંધ છે.)

આદિપુર : તારાચંદજી બજાજ (.. 61) તે સ્વ. સપનાબેનના પતિ, સ્વ. કુન્દનલાલ અને સ્વ. પાર્વતીબેનના પુત્ર, કોમલ કેસવાણી, સાંચી નાનકાણી, હરીશ, માન્યતા, ચાહતના પિતા, સ્વ. મદનલાલ, રાજેશભાઇ, નીલમ મેઘવાણી, શોભા બુધવાણીના ભાઇ, ભારતી બજાજ, સોનલ બજાજના સાળા, રવિ કેસરવાણી, રાજેશ નાનકાણી, એકતા પહુજાણીના સસરા, સિપા, નિયાંશ, હશિતના દાદા તા. 5-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા અને પઘડી તા. 9-2-2024ના સાંજે 5.30 વાગ્યે દુબઇ ટેક્સટાઇલ ગાર્ડન, વોર્ડ 6-બી, આદિપુર ખાતે.

આદિપુર : ઝવેરબેન (.. 93) તે સ્વ. કાનજીભાઇ લાલજીભાઇ રૂપારેલ (અજાપર)ના પત્ની, સ્વ. કાકુભાઇ નથુભાઇ ભીન્ડે (કિડાણા)ના પુત્રી, સ્વ. કાન્તિલાલભાઇ, પ્રવીણભાઇ, સ્વ. દમયંતીબેન અનિરુદ્ધભાઇ ઠક્કર (પૂના), નર્મદાબેન મૂળજીભાઇ આથા (આદિપુર), ધીરજબેન વલ્લભદાસભાઇ ઠક્કર (અમદાવાદ)ના બહેન, સુનીલભાઇ, કિશોરભાઇ, કિરીટભાઇ, કિરણબેન અશોકભાઇ ઠક્કર, ઉર્મિબેન કિરણભાઇ, જિજ્ઞાબેન હેમાંગભાઇ ચોથાણીના ફઇ તા. 7-2-2024ના મુંબઇ ખાતે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

માંડવી : ખલીફા મહેબૂબ જુસબ (.. 55) તે . જુસબ  હુસેનના પુત્ર, અબ્દુલકાદર (અભલો), મુસ્તાક (મમલો)ના ભાઈ, અનવર, આરિફ, રમજાન (પપ્પુ)ના પિતા, આફતાબ, અમનના મોટાબાપા, ઈમ્તિયાઝ (માંડવી), રમજાન (પાનધ્રો)ના સસરા તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. વાયઝ-જિયારત તા. 10-2-2024ના શનિવારે સવારે 11થી 12  મેમણ જમાતખાના, મચ્છીપીઠ, માંડવી ખાતે.

ભચાઉ : જોષી દિનેશભાઈ હરિલાલ પાંધી (.. 52) તે સ્વ. કમળાબેન હરિલાલ ધનેશ્વર પાંધી (મૂળ આધોઇ)ના પુત્ર, દુર્ગાબેનના પતિ, યશ, અભયના પિતા, અશોકભાઈ (ભચાઉ), રમેશભાઈ, ગુણવંતભાઈ, મંજુલાબેન, સ્વ. રંજનબેન, દક્ષાબેન, વર્ષાબેનના ભાઈ, જમનાબેન, સ્મિતાબેન, નિતાબેનના દિયર, અવનીબેનના સસરા, ઉર્વશી, જાનવીના કાકા સસરા, શાંતાબેન દેવીલાલ જશુલાલ શર્મા (રામસર-રાજસ્થાન)ના જમાઈ, સ્વ. જટાશંકરભાઈ, સ્વ. મનુભાઈ, સ્વ. મહેશભાઈ (ગુરુકૃપા હોટલવાળા)ના ભાણેજ, સ્વ. કાન્તાબેન, સ્વ. મયાબેનના ભત્રીજા, સ્વ. હર્ષદરાય, ચંદુલાલ, દશરથભાઈ, સ્વ. વિજયભાઈના સાળા,  પ્રવીણભાઈ (ખારોઈ), જમનાશંકરભાઈ (આધોઈ)ના કાકાઈ ભાઈ, જિજ્ઞા, સંજય, જૈમિની, વિનલ, પૂજા, ક્રિન્સી, ક્રિષ્નાના કાકા, કિરણબેન, નરેશ, ગાયત્રી, માધવી, જેલમ, રૂપલ, ચિરાગ, કુલદીપ, તુષાર, વિશાલ, વરુણ, અંજના, જસ્મિતાના મામા, નેહવી, શિવમ, શ્રિયા, પ્રાર્થનાના દાદા, નેહા, યસ્વિ, શ્રીના નાના, નવીનભાઈ, રાજુભાઈના સાઢુ, શારદાબેન, સરસ્વતીબેન, વસંતભાઈ અને પ્રીવણભાઈના બનેવી તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. ઉઠમણું તા. 10-2-2024ના શનિવારે સાંજે 5થી 6 તથા ઉત્તરક્રિયા તા. 20-2-2024ના મંગળવારે શ્રવણ કાવડિયા ધામ, ભચાઉ ખાતે.

ભચાઉ : વર્ષાબેન કનૈયાલાલ મિરાણી (.. 65) તે સ્વ. કાશીબેન રામજીભાઇ ભારમલભાઇ મિરાણી (ચોબારી)ના પુત્રવધૂ, સુનીલ, અલકા, જાગૃતિના માતા, સ્મિતા, વિજયકુમાર, બિપીનકુમારના સાસુ, ઇશ્વરલાલ, ચંદુલાલ, મનોજભાઇ, ઘનશ્યામભાઇ, સ્વ. મોહનભાઇ, તારાબેન, ચંદ્રિકાબેન, મંજુલાબેનના ભાભી, ભાવનાબેન, વનિતાબેન, સુશીલાબેન, ચંદ્રિકાબેન, ઉષાબેનના જેઠાણી, હસતી, રુચિકાના દાદી, રાધિકા, ભક્તિના નાની, વાઘજીભાઇ પોપટલાલ રાજદે (ચોબારી)ના પુત્રી, ઘનશ્યામ, હરેશ, કપિલાબેન, જયશ્રીબેન, હેમલતાબેન, કલ્પનાબેન, ગીતાબેનના બહેન, લીલાધર દેવરાજના ભાણેજી તા. 7-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 10-2-2024ના સાંજે 4થી 5 દરિયાસ્થાન મંદિર, ભચાઉ?ખાતે.

ભચાઉ : કુંભાર હાજિયાણી ફાતમાબેન હાજી આમદ (.. 85) તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-2-2024ના શનિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને ભચાઉ ખાતે.

ગજોડ (તા. ભુજ) : જાડેજા વનુબા હનુભા (..86) તે સ્વ. સરૂપાજી, રાણુભા, સુલતાનજી, ખેતુભા, ભૂપતાસિંહના માતા, પ્રાગજી, અજિતાસિંહ, મહિપતાસિંહ, મહેન્દ્રાસિંહ, બહાદુરાસિંહ, પ્રવીણાસિંહ, જયેન્દ્રાસિંહ, સુખદેવાસિંહ, અજમલાસિંહ, પ્રવીણાસિંહ ખેતુભાના દાદી, વંશરાજાસિંહ, આર્યરાજાસિંહ, કાવ્યરાજાસિંહના મોટા દાદી, હેમુભા, ખેતુભા, રવુભાના કાકી, વિજુભા, સુલતાનજીના કાકાઈ કાકી, ભરતાસિંહ, મહિપતાસિંહ, રાજેન્દ્રાસિંહ, ભગીરથાસિંહ, રણજિતાસિંહ, લાલુભાના કાકાઈ દાદી તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 9-2-2024ના શુક્રવારે અને તા. 10-2-2024 શનિવારે નિવાસસ્થાને બીજા નાકે, હાઈસ્કૂલ સામે, કમિટી હોલ, ગજોડ ખાતે.

જદુરા (તા. ભુજ) : થેબા અમીનાબાઈ ફકીરમામદ (.. 70) તે ઇબ્રાહિમ ફકીરમામદના માતા તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા 10-2-2024ના શનિવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાને.

ગોડપર-સરલી (તા. ભુજ) : ખલીફા અમીનાબાઇ સુલેમાન તે દાઉદ, હુશેન (ચાચા)ના માતા, સાલેમામદના મોટામા, સલીમ, અલી, ઇમરાન, ફારૂક, આરિફ, મોહમ્મદના દાદી, રસીદ, સંતાર, ઇરફાનના નાની તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-2-2024ના શનિવારે સવારે 10થી 11 ગોડપર મુસ્લિમ જમાતખાનામાં.

કુનરિયા : ગોમીબેન રણછોડ કેરાસિયા (.. 45) તે રણછોડ વાલાભાઈ કેરાસિયાના પત્ની, રાધાબેન, રાજેશ, રાહુલના માતા, વાલાભાઈ દાનાભાઈ રત્ના કેરાસિયાના પુત્રવધૂ, નારણ રવા ચાડના પુત્રી, નરશીભાઈ, ભરતભાઈના ભાભી તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું નિવાસસ્થાન કુનરિયા ખાતે.

વીડી (તા. અંજાર) : રાયમા મરિયાબેન (.. 87) તે . હાજી જાનમામદ જુસબ (અધાભા)ના પત્ની, અબ્દુલ કરીમ, રફીકના માતા, . હાજી તમાચી મલકના પુત્રી, હાજી હુશેન, હાજી ઇલિયાસ, હાજી નૂરમામદ (જમિયત ઉલમા), હાજી મામદ (પેટન), કાસમ, રજાક, ફકીરમામદના ભાભી, હાજી જુમ્મા હાજી ઇબ્રાહિમ (ગાંધીધામ)ના ફઇ તા. 7-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 11-2-2024ના રવિવારે સવારે 10.30થી 11.30 નિવાસસ્થાન વીડી, તા. અંજાર ખાતે.

નાગલપર (તા. અંજાર) : મહેબૂબઅલી આમદભાઇ ચાવડા (.. 45) તે . આમદ સાલેમામદના પુત્ર, અનવરભાઇ, ઇબ્રાહિમભાઇ, અકબરભાઇ, અસગરભાઇ, કાસમના ભાઇ, સદામ, સાજીદના પિતા, સોઢા કાળા હાસમ (નાગલપર)ના જમાઇ, કાસમ, હુશેનના બનેવી તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. જિયારતની મજલિસ તા. 10-2-2024ના શનિવારે સવારે 10થી 11 ઇદગાહની બાજુમાં, નાગલપર ખાતે.

દરશડી (તા. માંડવી) : સવિતાબેન શિવજીભાઈ સેંઘાણી (.. 106) તે સ્વ. શિવજીભાઈ ધનજી સેંઘાણીના પત્ની, રવિલાલભાઈ, ઝવેરબેન (પદમપુર)ના માતા, કાંતાબેન રવિલાલ, મનજી ધનજી ધોળુ (પદમપુર)ના સાસુ, શુભના દાદી, સ્વ. લક્ષ્મણભાઈ, સ્વ. કુંવરબેન (થાણા), સ્વ. પરમાબેન (પદમપુર), સ્વ. હીરજીભાઈ, સ્વ. કાનજીભાઈના કાકી, મણિલાલભાઇ, નર્મદાબેન (દુજાપર)ના મોટીમા તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 9-2-2024ના સવારે 8.30થી 11, બપોરે 3થી 5 પાટીદાર સનાતન સમાજવાડી, દરશડી ખાતે.

મોમાયમોરા-દરશડી (તા. માંડવી) : પરમાબેન લધારામ સેંઘાણી (.. 84) તે લધારામ પેથા સેંઘાણીના પત્ની, સ્વ. રામજી પેથા સેંઘાણી, દેવશી પેથા સેંઘાણી (ગુંદિયાળી)ના નાના ભાઇના પત્ની, ધીરજભાઈ, વસંતભાઈ, સ્વ. મહેશભાઇ, દિનેશભાઇના માતા, રશિલાબેન, કંચનબેન, ગં.સ્વ. જયાબેન, નીલમબેનના સાસુ, રિતેશ, પ્રતીક, પૂજન, ઓમ, ધારા, નીશિતા, અલ્પા, મયૂરી, શિવાની, ક્રિશીના દાદી, સ્વ. પૂંજાભાઈ વાલજી ચૌધરી (દરશડી)ના પુત્રી તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 9-2-2024ના શુક્રવારે સવારે 8.30થી 11.30 મોમાયમોરા પાટીદાર સનાતન સમાજવાડી ખાતે.

ભોરારા : ભીમશી (શંકુ) લાખુ પાતારિયા (.. 85) તે રાણબાઇના પતિ, તેજશી, મહેશ (અજય), પુરબાઇ, વાલબાઇના પિતા, ગોવિંદ આશા સિંચ, હરિ મૂરજી ફુફલ, કેશરબાઇ તેજશી પાતારિયા, પૂજાબેન મહેશ પાતારિયાના સસરા, રાહુલ, પરેશ, નંદની, સંધ્યા, કવ્યાના દાદા તા. 7-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 10-2-2024ના બપોરે 3થી 5 નિવાસસ્થાને.

બિબ્બર (તા. નખત્રાણા) : સોઢા મયાબા કોજરાજજી (.. 80) તે કેશરાજી, તણેરાજસિંહ, ગુમાનસિંહ, સ્વ. ઉગમસિંહના માતા, સ્વ. મકજી ભાવસિંહ, ચંદાજી, સતુભા, ગોધડજી, ચતરસિંહ સામતજીના ભાભી, હમીરજી મહાદાનસિંહ, કરસનજી લખજી, ઇન્દ્રસિંહ લખજી (જતાવીરા), ચંદાજી રણછોડસિંહના કાકી, દીપસિંહ, સિદ્ધરાજસિંહ, ગજુભા હાલાજી, સુખદેવસિંહ વાલજી, લાલજી, સામતજીના મોટીમા, ભાટી કાંયરાજસિંહ ધનજી (રાજસ્થાન), જાડેજા દીપસંગજી મુળુભા (સામત્રા), જાડેજા ઇન્દુસિંહ (ખેડોઇ)ના સાસુ તા. 6-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 15-2-2024ના ગુરુવારે દશાવો અને આગરી તથા તા. 16-2-2024ના શુક્રવારે સવારે ઘડાઢોળ (બારસ) નિવાસસ્થાન બિબ્બર ખાતે.

મથલ (તા. નખત્રાણા) : લુહાર હાજી અદ્રેમાન ઇશાક (.. 66) તે હમઝાના પિતા, હાજી ફકીરમામદના ભાઇ, અબ્દુલ, હાજી હાસમ (ઉખેડા)ના બનેવી, નાથા ઓસમાણ (આમારા)ના સાળા, હાજી ગુલામ (નલિયા), અબ્દુલા જુસબ (મથલ), આધમ (નખત્રાણા), સિધિક (આમારા)ના મામા તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-2-2024ના શનિવારે સવારે 10.30 વાગ્યે નિવાસસ્થાન મથલ ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : હાલે સાકરદા (વડોદરા) કડવા પાટીદાર ભીમજીભાઇ રતનસી બાથાણી (જલારામ વૂડવાળા) (.. 91) તે સ્વ. કેશરબેન (ભૂતપૂર્વ ગ્રામ પંચાયત સદસ્ય-વિરાણી)ના પતિ, સ્વ. શિવજીભાઇ (મદ્રાસ), સ્વ. મોંગીબેન (નખત્રાણા), લાલીબેન (ઇસ્લામપુર), સ્વ. હરિભાઇ (વિરાણી)ના ભાઇ, જયાબેન (ખમ્મામ), પાર્વતીબેન (વિસનગર), શાંતાબેન (નાગપુર), ઇશ્વરભાઇ (વડોદરા), જાગૃતિબેન (બેંગ્લોર), મોહનભાઇ (વડોદરા), રમેશભાઇ (વિરાણી), રસીલાબેન (શ્રીરામપુર)ના પિતા તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 10-2-2024ના શનિવારે બપોરે 3થી 5.30 નિવાસસ્થાન વિરાસત કોમ્પ્લેક્સની બાજુમાં, મોટી વિરાણી ખાતે.

તરા-મંજલ (તા. નખત્રાણા) : હીરજીભાઇ દેવજીભાઇ મહેશ્વરી (ડગરા) (.. 59) તે સોનબાઇ દેવજીભાઇના પુત્ર, હીરબાઇ મૂરજી ફુલૈયાના જમાઇ, જખુભાઇ, બોબીભાઇના બનેવી, લક્ષ્મીબેનના પતિ, મુમાબાઇ, સ્વ. કારૂભાઇ, લખમાબાઇ, હંસાબેન, ધનુબાઇના ભાઇ, રમેશ, જયશ્રીના પિતા, શંકરભાઇ, કાન્તાબેન, નરેન્દ્રના મોટાબાપા, રમીલા, સવિતા, લક્ષ્મી, હંસા, જશોદા, સીમા, રામજીના કાકા, સ્વ. હરિભાઇ ચંદે, સ્વ. કરસનભાઇ ભરાડિયા, અશોકભાઇ વિંઝોડા, વેલજીભાઇ ધુવા (દાદા) મડદ મહેર લઠેડીના સેવકના સાળા તા. 7-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ કરેલ છે. બેસણું નિવાસસ્થાને તરા-મંજલ ખાતે.

સાંયરા-યક્ષ (તા. નખત્રાણા) : પરમાર ભચીબેન ગાભાભાઇ (.. 95) તે સ્વ. ગાભાભાઇ ચના પરમારના પત્ની, પચાણભાઇ, ચાવડા કેસરબેન જીવરાજભાઇ (સુખપર-રોહા)ના માતા, પ્રેમિલાબેનના સાસુ, ગોપાલ, રામજી, કલ્પેશના દાદી, પરમાર હેતલબેન ગોપાલના દાદીસાસુ, ધ્રુવી, ધ્રુવનના પરદાદી, રાજેશ ભાણજી અને રામીબેન આઠું (ગઢશીશા)ના મોટીમા, દક્ષાબેન રાજેશના મોટાસાસુ, ચાવડા મહેશભાઇ, અનિલભાઇ, રમીલાબેન, લીલાબેન (સુખપર-રોહા)ના નાની, દેવજી લધા પરમાર (રતડિયા)ના કાકી, બાવા ભાણજી વાઘેલાના બહેન, જેન્તી બાવા, કાન્તિ બાવા વાઘેલાના ફઇ તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ તા. 15-2-2024ના ગુરુવારે સવારે 10 વાગ્યે.

નલિયા (તા. અબડાસા) : મૂળ તેરાના હાલે અમદાવાદ માહેશ્વરી વણિક સાગર પદમશી નવધરે (માહેશ્વરી) (.. 35) તે પ્રેમલતા પદમશી હીરજી નવધરે (તેરાવાલા)ના પુત્ર, ખ્યાતિના પતિ, સ્વ. કોમલ હિરેન માંડણ અને હર્ષના ભાઈ, હરેશ (બી..બી.), પરસોત્તમ, સ્વ. ભરત, સંજય, જ્યોતિબેન લધ્ધડ (હુબલી), ભારતીબેન ભુતડા (બરગઢ, ઓરિસા), જયોત્સનાબેન ભૂતડા (અંજાર)ના ભત્રીજા, ભાવેન, નીરવ, જિજ્ઞેશ, સચિન, અમિત, જય, રાજ, સેજલ, ગોપી, બિરલના ભાઈ, દિશા હર્ષના જેઠ, પહલના મોટાબાપા, જયનીષ, ક્રિશાના મામા, ભરતભાઈ દેવકરણ સાવર (કિલ્લા પારડી)ના જમાઈ તા. 7-2-2024ના અમદાવાદ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા અમદાવાદ ખાતે તા. 9-2-2024ના શુક્રવારે સાંજે 4થી 5 ક્રિષ્ના કેસ્ટલ, સિમ્સ હોસ્પિટલની બાજુમાં, બી. આર. પાર્કની સામે, સાઈન્સ સિટી, અમદાવાદ ખાતે અને નલિયા ખાતે તા. 10-2-2024ના શનિવારે સાંજે 4થી 5 દરિયાસ્થાન, લોહાણા સમાજવાડી, નલિયા ખાતે. (લૌકિક વ્યવહાર બંધ છે.)

નલિયા (તા. અબડાસા) : મૂળ લેખંબા-સાણંદના વાઘેલા અશોકસિંહ કરણસિંહ (.. 44) તે જાડેજા ગોપાલસિંહ વિજયસિંહ (કચ્છમિત્ર એજન્ટ)ના બનેવી તા. 8-2-2024ના  નલિયા મધ્યે અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર રાખેલ નથી. ટેલિફોનિક સંપર્ક : ગોપાલસિંહ જાડેજા-94282 07621.

વાંકુ (તા. અબડાસા) : જાડેજા જનકબા દિલુભા (.. 65) તે સ્વ. દિલુભા નારાણજીના પત્ની, હરદેવસિંહના માતા, ખુમાનસિંહ તથા નીરુભાના કાકી, ભાગ્યરાજસિંહના દાદી તા. 8-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન વાંકુ ખાતે.

ડુમરા (તા. અબડાસા) : મૂળ નાગિયાના ભરાડિયા કરસનભાઇ (.. 52) તે ગાંગબાઇ સામજીભાઇ (ખમુભાઇ) જખુભાઇના પુત્ર, ધનવંતબેનના પતિ, સોનબાઇ દેવજી (તરા-મંજલ)ના જમાઇ, મૂરજીભાઇ, લક્ષ્મીબેન મનજી ફફલ (માધાપર), દેમાબેન રામજીભાઇ ફમા (બાલાચોડ નાની)ના ભાઇ, ભાવનાબેનના જેઠ, નીતિન, કિરણબેન સુનીલભા ગડણ (અંજાર), સુનિતાબેન મુકેશભાઇ ફફલ (માધાપર)ના પિતા, ગાંગજીભાઇ સુમારભાઇ ભરાડિયા, કરસનભાઇ (હાજાપર)ના કાકા, અંકિતા, નીકિતા, મિતના મોટાબાપા, શંભુભાઇ, સ્વ. કારુભાઇ, સ્વ. હીરાભાઇ, ગં.સ્વ. વેલબાઇ હરિભાઇ ચંદે (ભુજ), લક્ષ્મીબેન આસમલભાઇ વિંઝોડા (મઉં મોટી), હંસાબેન વેલજીભાઇ ધુઆ (લઠેડી)ના બનેવી તા. 6-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ પૂર્ણ થઇ ગઇ છે. સાદડી નિવાસસ્થાન ડુમરા ખાતે.

પાનધ્રો (તા. લખપત) : જાડેજા આશકોરબા (.. 74) તે સ્વ. માધુભા દેસરજી (માંજી સરપંચ પાનધ્રો)ના પત્ની, ચનુભા, વિજયાસિંહ, શંકરાસિંહના માતા, અશોકાસિંહ, મહાવીરાસિંહ, રામસંગજી, કુલદીપાસિંહ, વિજયાસિંહના દાદી, ગજુભા ભિભાજી, વાગજી નારાયણજી, રાણુભા વેસલજીના કાકી, સોઢા માનસંગજી ભગુજી, હિંમતાસિંહ સેરાજી, નવલાસિંહ લાખિયારજી, રાણુભા નારાયણજીના ભાભી તા. 7-2-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 17-2-2024ના સાંજે અને ઘડાઢોળ તા. 18-2-2024ના સવારે નિવાસસ્થાન પાનધ્રો ખાતે.

રાજકોટ : ખુશ્બૂબેન (ખુશી) (.. 34) તે લુહાર કૈલાશભાઇ પ્રફુલ્લભાઇ ચિત્રોડાના પત્ની, પ્રફુલ્લભાઇ રતિભાઇ ચિત્રોડા અને નયનાબેનના પુત્રવધૂ, નલિનભાઇ અને ભાવનાબેનના ભત્રીજાવહુ, નક્ષના માતા, જાનકીબેન નિશાંતકુમાર કારેલિયા, જયના, શિવાનીના ભાભી, જયેન્દ્રભાઇ વલ્લભભાઇ વાઘેલાના પુત્રી, જલ્પેશ, જશ્મિનના બહેન તા. 4-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 9-2-2024ના શુક્રવારે સાંજે 4થી 6 સહકારેશ્વર મહાદેવ મંદિર, સહકાર મેઇન રોડ, રાજકોટ ખાતે.

રાજકોટ : મીનાબેન (.. 50) તે હર્ષદભાઈના પત્ની, મયૂર, ભરત, પાયલના માતા, હર્ષ તેમજ નીલમના સાસુ, જેન્તીભાઈ, ઉપેન્દ્રભાઈ, રેખાબેન, નીતાબેન, પારૂલબેનના ભાભી, પ્રવીણા, અનીતાના જેઠાણી, તા. 7-2-2024ના અવસાન પામ્યા છે. બેસણુ તા. 9-2-2024ના સાંજે 4થી 5 નિવાસસ્થાન પાસે હસનવાડી, શેરી નં. 2, રંગીલા હનુમાન, રાજકોટ ખાતે.

ડોમ્બીવલી/રાજકોટ : મૂળ ગઢશીશાના ગં.સ્વ. ભાનુમતીબેન (.. 85) તે સ્વ. લક્ષ્મીબેન મંગલદાસ ધરાદેવના પુત્રવધૂ, સ્વ. જમનાદાસ મંગળદાસ ધરાદેવના પત્ની, સ્વ. ગોદાવરીબેન લક્ષ્મીદાસ ભાણજી સાહેલ (ફરાદી)ના પુત્રી, ગં.સ્વ. નિર્મલા (વીણા) વસંતલાલ ધરાદેવ, ગં.સ્વ. ઇન્દિરાબેન ભરતકુમાર ધરાદેવના જેઠાણી, સ્વ. ચંદ્રબાલા પ્રેમજી ધોલી, સ્વ. મધુબાલા મધુકાંત લહેરૂ, મનોરમા વિઠ્ઠલદાસ ધરાદેવના ભાભી, પ્રફુલ્લ, કમલ, સ્વ. પ્રકાશ, રાજુ, વિજય, ભાવના કિશોરભાઈ સુડિયાના માતા, નિરંજન, કાશ્મીરા જગદીશ પંડ્યા, પ્રીતિ વિનોદ બલભદ્ર, હિના હિતેષ સેવક, સ્વ. રાખી, કેતન, હસ્મિતા પ્રકાશ કોટેચા, સંગીતા હેમંત મારૂ, મનીષાના મોટીમા, સ્વ. હંસા, પ્રજ્ઞા, મિતા, સીમા, ધર્મિષ્ઠા, મીરા (સાપેડા)ના સાસુ, વિક્રમ, મનીષ, બાદલ, વિરાંગ, અર્જુન, નરેશ, અર્ચના પ્રતીક ઉપાધ્યાય, મયૂરી હિરેન હરીયામાણેક, નિશા કૃણાલ ઠક્કર, હરિતા, બોસ્કીના દાદી, મમતા, રૂપાલી, ભક્તિ, નંદિનીના દાદીસાસુ, જતિન, પ્રણવના નાની, તન્વીના નાનીસાસુ, દેવાંશી, માનસી, પ્રગતિ, હીર, ધ્રુવિના વડનાની, શિવમ, માન્યા, દેવલ, જશ, વૃષાના વડદાદી, સ્વ. હંસરાજ, સ્વ. ઉમ્યાશંકર, સ્વ. સોમેશ્વર, સ્વ. ભાઇલાલ, સ્વ. દ્વારકાદાસના બહેન તા. 6-2-2024ના રાજકોટ ખાતે અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર રાખેલ નથી. ઉત્તરક્રિયા તા. 17-2-2024ના શનિવારે ધ્રબુડી, તા. માંડવી-કચ્છ ખાતે. સંપર્ક : રાજુભાઈ : 97698 25478, નિરંજન-98799 29426

ડોમ્બીવલી : ગુંદાલાના રવિશંકર વીરજી ગોર (કેશવાણી) (.. 88) તે સ્વ. દેવકાબેન વીરજી ગોરના પુત્ર, સ્વ. પ્રભાલક્ષ્મીના પતિ, ભચીબેન મોરારજી કાનજી જેશરેગોરના જમાઈ, વિજય, બિપિન, વીણાના પિતા, લક્ષ્મીબેન જીવરામ મોતા, ગં.સ્વ. ઝવેરબેન વલ્લભરામ મોતા, ગં.સ્વ. શાંતાબેન પુરુષોત્તમ મોતા, સ્વ. વિમળાબેન ગૌરીશંકર નાકર, સુરેશભાઈ ગોરના ભાઈ, સ્વ. રાધાબેન હીરજી, સ્વ. મોંઘીબેન પ્રેમજી મહેતા, પાર્વતીબેન કાંતિલાલ રાવળ, મયાશંકર,  મોહનભાઈના બનેવી, દમયંતીબેન સુરેશભાઈ ગોરના જેઠ,  અંજલિબેન, રીનાબેન,  શૈલેશ રામજી મોતાના સસરા, હર્ષ, દીપ, હેમ, શુભના દાદા, પૂજા, ધવલના નાના,  તા. 7-2-2024ના અવસાન પામ્યા છે, પ્રાર્થનાસભા તથા લોકિક વ્યવહાર બંધ છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang