• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

અવસાન નોંધ

આદિપુર : ચાંપલબાઇ બુદ્ધારામ નંજાર (.. 83) તે હરેશભાઇ, દેવજીભાઇ, વાલજીભાઇ, કાનજીભાઇ, મંજુબેન વેલજી સુંઢા, કાન્તાબેન મૂળજીભાઇ થારૂના માતા, રતનબેન, ગીતાબેન, માયાબેન, જયાબેનના સાસુ, ભાવનાબેન વિજય માતંગ, પ્રજ્ઞાબેન ભવાન માંગલિયા, કિરણબેન પ્રભાત માતંગ, સુનીલ, પ્રમોદ, સંદીપ, સંજય, રાહુલ, નીલેશ, વિવેક, નીતિન, સાવન, સંધ્યાના દાદી, વનિતાબેન, ગીતાબેન, શીતલબેન, જિજ્ઞાબેનના દાદીસાસુ, દિશા જિગર દેવરિયા, નેહાબેન રોહિત સુંઢા, વિશાલ, ક્રિષ્નાકુમાર, પ્રિયા, ટીશા, રોશની, ધ્રુવના નાની તા. 6-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ આગરી તા. 8-2-2024ના સાંજે તથા પાણીયારો તા. 9-2-2024ના નિવાસસ્થાન કેસરનગર-1, પ્લોટ નં. 28, આદિપુર ખાતે.

આદિપુર : ચંદ્રભાણ હિરાણી (.. 72) (નિવૃત્ત એફ.સી.આઇ.) તે સ્વ. ભારોમલ કમુમલ (નિવૃત્ત રજિસ્ટ્રાર)ના પુત્ર, સ્વ. ઠાકુરભાઇ (નિવૃત્ત એફ.સી.આઇ.)ના ભાઇ, સાવિત્રીબેનના પતિ, નરેન્દ્ર, નરેશના પિતા, નીતા, પૂજાના સસરા, મહેક, ભાવિકા, જાનવી, કિયાનના દાદા, લાજવંતી રાજેશ ગુરનાની (અબુધાબી), દીપા મોહન કેસવાણી, મીના રાજેશ જેસવાણી (બેંગ્લોર), ભારતી, પ્રકાશના કાકા તા. 6-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-2-2024ના ગુરુવારે સાંજે 6 વાગ્યે શિવ મંદિર હોલ, આદિસર તળાવ સામે, ગાંધી સમાધિની બાજુમાં, આદિપુર ખાતે.

આદિપુર : લલિતાદેવી નારાયણદાસ કનોજિયા (.. 100) તે શ્રીરામ, શ્રીકૃષ્ણ (ક્રિષ્ના લોન્ડ્રી), રાજારામ, ઘનશ્યામ, ઓમપ્રકાશ, પંકજ, રામશ્રી મુનિલાલ વર્મા, રજનીબેન સીયારામ, લક્ષ્મીબેન બાબુભાઇ, રીટા મુકેશ (દિલ્હી)ના માતા તા. 6-2-2024ના અવસાન પામ્યા છે. પઘડી / પ્રાર્થનાસભા તા. 8-2-2024ના ગુરુવારે સાંજે 4.30થી 5 ઝૂલેલાલ મંદિર, નવવાળી (સીસીએક્સ), આદિપુર ખાતે.

અંજાર : સીદી કાસમભાઇ મામદભાઇ તે ઇબ્રાહીમભાઇ મામદભાઇના મોટા ભાઇ, ઇરફાનભાઇ (વલુ)ના પિતા, સીદી અજીજભાઇ, સીદી લખનભાઇ, સીદી મોઇનભાઇના સસરા તા. 7-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ તથા જિયારત તા. 9-2-2024ના શુક્રવારે સવારે 10થી 11 નિવાસસ્થાન હેમલાઇ?ફળિયું, બાપુનગર, અંજાર ખાતે. 

માંડવી : આમદ સુમાર સાળ (.. 76) (માજી એસ.ટી. કન્ડક્ટર) તે . સુમાર સુલેમાન સાળ અને . ખતુબાઇના પુત્ર, શરીફાબાઇના પતિ, અસગરઅલી, હસીના અસગર ઉઠારના પિતા, . મામદ અને સુલેમાનના ભાઇ, . અનશ, આશિયાનાના દાદા, અબુભખર, અકબરના કાકા તા. 7-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 10-2-2024ના શનિવારે સવારે 10થી 11 રહેમાનિયા મસ્જિદ, તબેલા ફળિયા, માંડવી ખાતે.

નખત્રાણા : મૂળ માંડવીના કાયસ્થ મહેતા છોટાલાલ વજેશંકર (.. 65) તે સ્વ. રુક્ષ્મણીબેન વજેશંકર મહેતાના પુત્ર, મીરાબેનના પતિ, ભક્તિબેન સુરેશભાઇ શાહના જમાઇ, સત્ય (કૌશલ), વાણીના પિતા, સ્વાતિ અને અનુરાગ પંજવાણીના સસરા, સ્વ. વસંતભાઇ, સ્વ. કુસુમબેન ચંદુલાલ, ચંદ્રિકાબેન પુષ્પકાંતભાઇ, શોભનાબેન વિનોદભાઇના નાના ભાઇ, વીણાબેનના દિયર, અંજનાબેન સુભાષભાઇ, સ્વ. વિજયભાઇ, પારૂલબેન, કરણ (સની)ના બનેવી, બાદલબેનના નણદોયા, માધવી, રાજવી, ખુશાલના કાકા, શીતલના કાકાજી તા. 6-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-2-2024ના ગુરુવારે સાંજે 4થી 5 બ્રહ્મ સમાજની વાડી, વિરાણી રોડ, નખત્રાણા ખાતે.

નખત્રાણા : મૂળ બેરૂ હાલે રામનગર રાજબાઇ અરજણ બુચિયા (.. 80) તે સ્વ. અરજણ બુચિયાના પત્ની, અરવિંદ, સ્વ. નરશી, ચેતન, જૈન્તી, જશુબેન જખુ મેરિયા, જીવાબેન જીવણભાઇ જેપાર, ગંગાબેન શાંતિલાલ જેપાર, લખીબેન, કંકુબેનના માતા, પેથા દેવજી બુચિયા, સુમાર દેવજી બુચિયા, જેઠાભાઇ, જુમાભાઇ, વેરશી તાલા, સુમાર તાલાના કાકી તા. 7-2-2024ના અવસાન પામ્યા છે. આગરી તા. 8-2-2024ના તથા 9-2-2024ના સવારે ઘડાઢોળ નિવાસસ્થાન રામનગર, નખત્રાણા ખાતે.

રાપર : ઠા. શાન્તાબેન ભૂરાલાલ ભીન્ડે (.. 93) તે સ્વ. ઠા. ભૂરાલાલ દામજીભાઇ ભીન્ડેના પત્ની, સ્વ. ઠા. બાબુલાલ તથા સ્વ. ઠા. વિરુબેન મગનલાલ સેજપાર (સેલારી)ના ભાભી, સુરેશભાઇ, સ્વ. જિતેન્દ્રભાઇ, સ્વ. રાજેશભાઇ, શશિકાન્તભાઇ, ઠા. ચંદ્રિકાબેન વિઠ્ઠલજી ચંદે (ભચાઉ), ઠા. રેખાબેન પ્રભુલાલ મજીઠિયા (ખાંડેક)ના માતા, સ્વ. દિલીપભાઇ, જિતેન્દ્રભાઇ, નરેન્દ્રભાઇ, શૈલેશભાઇના મોટીમા, સ્વ. ઠા. મોહનલાલ મગનલાલ પુજારા (જામનગર), સ્વ. ઠા. કેસરબેન રતિલાલ ભીન્ડે (કીડિયાનગર), ઠા. પ્રેમુબેન પીતામ્બરભાઇ કારિયા (સામખિયાળી)ના બહેન, સ્વ. ચંપાબેન, જયશ્રીબેન, રેખાબેનના સાસુ, સંદીપ, અલ્પેશ, ઠા. સોનેટાબેન કલ્પેશકુમાર માણેક (રાપર), રાધિકા, દિવ્યા, ખુશી, મયંકના દાદી, સોનલબેન, એકતાબેનના દાદીસાસુ, ઇક્ષા, ઋતુ, રાશિ, યશ્વી, માધવ, ભક્તિ, મંથનના પરદાદી તા. 5-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 9-2-2024ના શુક્રવારે સાંજે 4થી 5 લોહાણા મહાજનવાડી, રાપર ખાતે.

પદ્ધર (તા. ભુજ) : ખુંગલા ભોજાભાઇ ભીમાભાઇ (.. 82) તે ખુંગલા મ્યાજરભાઇ, માદાભાઇ, રમેશભાઇ, મહેશભાઇ (શ્રદ્ધા એન્ટરપ્રાઇઝ), મ્યાત્રા લક્ષ્મીબેન નારણભાઇ (અંતરજાળ)ના પિતા, ખુંગલા નીતિન, હરેશ, સુમિત, પરેશ, ધર્મેશ, ધાર્મિક, નિખિલ, શિવમ, નીરજ, શ્રદ્ધા, સ્વ. મોહન, વરચંદ સોનલબેન દિલીપભાઇ (નાગલપર), મરંડ હિનાબેન સુનીલભાઇ (પદ્ધર)ના દાદા, મ્યાત્રા કાજલ, રિદ્ધિ, હર્ષના નાના તા. 6-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન સેન્ટ્રલ બેંકની સામે, પદ્ધર ખાતે.

મોટી નાગલપર (તા. અંજાર) : મનજીભાઇ દેવજીભાઇ મહેશ્વરી (સિંગરખિયા) (.. 59) (નિવૃત્ત .એસ.આઇ.) તે ધનબાઇના પતિ, દામજીભાઇ (ટી.સી. એસ.ટી.), હરશીભાઇ (એલ.આઇ.સી. એજન્ટ), કાન્તાબેનના ભાઇ, વિનોદ (એડવોકેટ), નીલેશ, ચંદ્રિકાબેન, મંજુલાબેનના પિતા, દિવ્યમના દાદા, હર્ષિતા, પ્રિન્સ, આરૂષિ, સોમ્યાના નાના, રાહુલ, દીપક, હિનાબેન, ભારતીબેન, હેતલબેન, અનીતાબેન, હંસાબેન, રીટાબેન, જસોદાબેન, પાયલબેનના મોટાબાપા, લક્ષ્મીબેન વિનોદ, મનીષાબેન નીલેશ, કમલેશ બિજલભાઇ વિસરિયા, હસમુખ કાકુભાઇ આયડીના સસરા, ધનબાઇ હરશીભાઇ, નાનબાઇ દામજીભાઇના જેઠ, ખીમજીભાઇ રામજીભાઇ પરમાર (લોહારિયા)ના સાળા, ભાવિન, નિખિલ, સચિનના મામા તા. 6-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા તા. 8-2-2024ના ગુરુવારે આગરી તથા તા. 9-2-2024ના શુક્રવારે ઘડાઢોળ (પાણી) નિવાસસ્થાને મોટી નાગલપર, તા. અંજાર ખાતે.

રતનાલ (તા. અંજાર) : મયાબા જીલુભા જેઠવા (.. 99) તે સ્વ. જીલુભા માલુભા જેઠવાના પત્ની, સ્વ. બાલુભા માલુભા, રણજિતસિંહ માલુભા જેઠવાના ભાભી, પ્રતાપસિંહ, પ્રભાતસિંહ, ભાકુંવરબા, લક્ષ્મીબા, શાન્તુબાના માતા, પ્રદીપસિંહ, મહાવીરસિંહ, સંજયસિંહ, મંજુલાબા, દેવનાબાના દાદી તા. 7-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું દિન-3 રતનાલ ખાતે. ઉત્તરક્રિયા તા. 15-2-2024ના ગુરુવારે નિવાસસ્થાન રતનાલ ખાતે.

દેવળિયા (તા. અંજાર) : લક્ષ્મણદાસ બાપુ (બુઢાબાપા) (દેવળિયા ખાખ ચોક રામેશ્વર મંદિરના પૂજારી) (.. 101) તા. 5-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-2-2024ના સાંજે 4થી 5 દેવળિયા ખાખ ચોક રામેશ્વર મંદિર, દેવળિયા-અંજાર ખાતે.

રાજપર (તા. માંડવી) : જાનબાઈ પ્રેમજીભાઈ સેંઘાણી (.. 95) તે સ્વ. પ્રેમજીભાઈના પત્ની, જેઠાલાલભાઈ (ભુજ)ના ભાભી, મણિબેનના જેઠાણી, સ્વ. ગાવિંદભાઈ ગંગદાસ જબુઆણી (મોમાયમોરા)ના બહેન, ધનજીભાઈ, નીતિનભાઈ, મોહનભાઈ, સ્વ. શાન્તાબેન કિશોરભાઈ ધોળુ (લુડવા)ના માતા, સુશીલા (નખત્રાણા), મીના (મુંબઈ), સુનીલ (ભુજ)ના મોટીમા, કમળાબેન, મીનાબેન, જયશ્રીબેન, રોશનીબેનના સાસુ, અમિત, ચિરાગ, કૃણાલ, અનુજ, સૌરવ, આર્ય, ચેતનાબેન (નખત્રાણા), સાંચીબેન (નાસિક), રવિનાબેન (ભુજ), દિયા, તૃષાના દાદી, શીના (લુડવા)ના નાની, દીપા, મીના, હીરલ, અંકિતાના દાદીજી, મીરા, જેન્ય, લક્ષ્ય, જેનિલ, પ્રિશાના પરદાદી તા. 7-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી (બેસણું) તા. 9-2-2024ના સવારે 8થી 11, બપોરે 3થી 5 નીતિનભાઈના નિવાસસ્થાને.

રત્નાપર-મઉં (તા. માંડવી) : નાગજીભાઇ ભીમાણી (.. 66) તે કમળાબેનના પતિ, સ્વ. કુંવરબેન શામજી ભીમાણી (ગાંધીગ્રામ)ના પુત્ર, વસંતભાઇ, હંસાબેન (જિયાપર)ના પિતા, ધીરજભાઇ (મુંદરા), શાંતિલાલ (ભુજ), નવીનભાઇ, શારદાબેન દડગા (મમાયમોરા)ના મોટા ભાઇ, સ્વ. મેગજી વિશ્રામ લિંબાણી (દરશડી)ના જમાઇ, મણિલાલભાઇ, રમેશભાઇ, વિનુભાઇના બનેવી, નરસિંહભાઇ દડગાના સાળા, વર્ષાબેન (રત્નાપર), નરેન્દ્રભાઇ (જિયાપર)ના સસરા, ઓમ, જયનિના દાદા તા. 7-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 10-2-2024ના સવારે 8.30થી 11.30 રત્નાપર પાટીદાર સમાજવાડી ખાતે.

મોટી ખાખર (તા. મુંદરા) : બાયડ આશ્માબાઇ અબ્દુલ્લા (.. 65) તે બાયડ અબ્દુલ્લાના પત્ની, બાયડ રહીમ અનવર ઇકબાલના માતા, બાયડ નદીમ, સાહીમ, અશીન, મોહમદના દાદી, બાયડ ઓસમાન, અદ્રેમાન, અલીમામાદના ભાભી, સમેજા . મોહમદ શરીફ તથા દાઉદ (અંજાર)ના બહેન તા. 7-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 9-2-2024ના શુક્રવારે સવારે 10થી 11 હાજીપીર કમ્પાઉન્ડમાં.

સાંયરા-યક્ષ (તા. નખત્રાણા) : હાલે રાયપુર (છત્તીસગઢ) સવિતાબેન રતનશીભાઈ હળપાણી (.. 83) તે રતનશીભાઈ નારણભાઈ હળપાણીના પત્ની, શાંતિલાલભાઈ, પ્રવીણભાઈ, સુરેશભાઈ, હર્ષદભાઈના માતા, અંકિત, જિગર, ગૌરવ, યશ, વેદના દાદી, સ્વ. દાના મેઘજી ભગત (આણંદપર-યક્ષ)ના પુત્રી તા. 7-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 9-2-2024ના શુક્રવારે સવારે 8.30થી 11 લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજવાડી, સાંયરા (યક્ષ) ખાતે.

વિરાણી મોટી (તા. નખત્રાણા) : હાલે નેલબંગલા (બેંગ્લોર) કડવા પાટીદાર વેલજીભાઇ પ્રેમજી કાનાણી (દિવાણી) (.. 77) તે સ્વ. પ્રેમજી નારણ (હોરલાવાલા)ના પુત્ર, સ્વ. કેશરબેનના પતિ, સ્વ. મૂળજી (બુધુભાઈ), સ્વ. મોંગીબેન (બરહાનપુર), સ્વ. જશુબેન (બેંગ્લોર), સ્વ. મણિબેન (રૂપાલા કંપા)ના ભાઇ, સ્વ. કાંતાબેનના દિયર, વસંતભાઇ, ચંદુભાઇ, રમીલાબેનના પિતા, બેચરભાઇ, નવીનભાઇ, બાબુભાઇ, વિઠ્ઠલભાઇ, પાનીબેન (બેંગ્લોર), રસીલાબેન (આણંદ)ના કાકા, સ્વ. વાલજી રામજી લિંબાણી (કોટડા-. હાલે વડોદરા)ના જમાઇ તા. 6-2-2024ના નેલબંગલા ખાતે અવસાન પામ્યા છે. સાદડી તા. 9-2-2024ના શુક્રવારે સવારે 8થી 10.30 પાટીદાર સમાજવાડી, મોટી વિરાણી ખાતે.

નાના અંગિયા (તા. નખત્રાણા) : હાલે જલગાંવ (મહારાષ્ટ્ર) રામુબેન ભાણજીભાઇ પારસિયા (.. 95) તે સ્વ. ભાણજીભાઇ મૂળજીભાઇના પત્ની, જીવરાજભાઇ, કિશોરભાઇ, સ્વ. પુરષોત્તમભાઇ, નરશીભાઇ, ભરતભાઇના માતા તા. 7-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 9-2-2024ના સવારે 8.30થી 11 લક્ષ્મીનારાણ સમાજવાડી, નાના અંગિયા ખાતે.

થરાવડા (તા. નખત્રાણા) : સંઘાર રહીમાબાઇ (બબીબાઇ) (.. 70) તે મમુ ભચુના પત્ની, સિધિક, ઇભ્રાહિમ, ઇસ્માઇલ (સકો)ના માતા, મામદ ભચુ (માસ્તર)ના બહેન, તોસીફ, સકીલ, ઇશાક, રિઝવાન, અનીષ, સમીરના દાદી, મોસીન, સરફરાજના ફઇ, કાદર, ગની, મામદ, અનવર, ફકીરમામદ, રમજુના કાકી તા. 6-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-2-2024ના ગુરુવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન થરાવડા, તા. નખત્રાણા ખાતે.

બાલાસર (તા. રાપર) : ચતુરબા હેતુભા વાઘેલા (.. 91) તે સ્વ. જશુભા, સ્વ. મનુભાના ભાભી, ભગુભા, રણજિતસિંહ, ગનુભા, મહાવીરસિંહ, ધર્મકુંવરબાના માતા, મહેન્દ્રસિંહ, કરણસિંહ, પ્રદીપસિંહ, ધર્મરાજસિંહના દાદી, જાડેજા દિલુભા પ્રભાતસિંહ (વરસામેડી)ના સાસુ તા. 5-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું તા. 15-2-2024ના ભગુભાની ડેલી, બાલાસર ખાતે.

Youtube Live

Budget 2024 LIVE

Panchang