• શનિવાર, 24 ફેબ્રુઆરી, 2024

અવસાન નોંધ

ભુજ : અરવિંદ ધનજી પરમાર તે સ્વ. દેવબાઇ ધનજી પરમારના પુત્ર, ગં.સ્વ. દમયંતીબેનના પતિ, ધારા, મીનાક્ષી, તેજસકુમારના પિતા, ગં.સ્વ. રમીલાબેન રમણીકલાલ ગોહિલના જમાઇ, સ્વ. લક્ષ્મીબેન રમણીકલાલ રાઠોડ અને સ્વ. વિનોદ ધનજી પરમારના ભાઇ, ગં.સ્વ. ચંચળબેન વિનોદ પરમારના દિયર, રાજેશ ગોહિલ, મોનાબેનના બનેવી, લલિતભાઇ રાઠોડના સાઢુભાઇ, ગં.સ્વ. જ્યોતિબેન, બળવંત, રણજિતના કાકા, સ્વેતાના નાના તા. 5-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-2-2024ના ગુરુવારે સાંજે 4થી 5 રાજપૂત સમાજવાડી, રાવલવાડી ખાતે.

ભુજ : રવીન્દ્રપાલસિંઘ પ્રીથિપાલસિંઘ ચંડોક (નીનુ સરદાર) (.. 54) (હરીશ ટ્રાન્સપોર્ટના મહેતાજી) તે સ્વરનજીતકૌર પ્રીથિપાલસિંઘ તેજસિંઘના પુત્ર, સ્વ. હરવિંદરપાલસિંઘ (રૂબીભાઈ), ગુરવિન્દરસિંઘ (નિતુભાઈ), ગુરમિતસિંઘ (પિન્ટુભાઈ)ના ભાઈ, સ્વ. ત્રિપતાકૌર, લવિન્દરકૌર, મનજીતકૌરના દિયર, એકમસિંઘ, દલજીતકૌર, હરસીમરનકૌર, અવલીનકૌરના કાકા, ટીનાકૌરના કાકા સસરા, તરનપ્રીતસિંઘના દાદા તા. 6-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-2-2024ના ગુરુવારે સાંજે 5થી 6 ગુરુદ્વારા, લાલ ટેકરી, ભુજ ખાતે.

ભુજ : .સૌ. પ્રવીણાબેન મધુસૂદનભાઇ ભોજક (.. 72) (હાલે વિરાર-મુંબઇ) તે સ્વ. રુક્ષ્મણીબેન જુગલરામના પુત્રી, મધુસૂદન ભોજકના પત્ની, ગીતાબેન, સ્વ. રતનબેન, સ્વ. નવીનચંદ્ર, સ્વ. મહેન્દ્રકુમાર, સ્વ. જયંતભાઇ, સ્વ. કીર્તિભાઇના બહેન, હરેન્દ્રભાઇના ભાભી, અંજનાબેનના જેઠાણી, કેતનભાઇ, કૌશિકભાઇ, જિજ્ઞેશભાઇના માતા, પૂર્વીબેનના મોટીમા, રેખાબેન, કવિતાબેન, મેગ્નાબેનના સાસુ, જૈના, કરન, વૈભવી, દિવ્યા, મુસ્કાન, જીતના દાદી તા. 5-2-2024ના અવસાન પામ્યા છે. ટેલિફોનિક સાદડી તા. 9-2-2024ના સાંજે 4થી 6 સંપર્ક : 98196 66521 અને 98337 78498.

ભુજ : દેવજીભાઇ આતુભાઇ બોખાણી (.. 64) તે અજીબેન આત્મારામના પુત્ર, મંજુલાબેનના પતિ, કિશોર, ભરત, વાલબાઇના પિતા, હરિલાલ, સ્વ. ડાયાલાલ, મેઘજીભાઇ, જીવાબાઇના ભાઇ, વાલજી વીરજી મકવાણાના જમાઇ તા. 5-2-2024ના અવસાન પામ્યા છે. તા. 7-2-2024ના રાત્રે ધાર્મિકક્રિયા, તા. 8-2-2024ના ઘડાઢોળ નિવાસસ્થાન અંજલિનગર ખાતે.

ભુજ : યાકુબ ભચુ કેવર (.. 53) તે મુસ્તાક અને અલ્તાફના પિતા, ઇશાક, . સિધિક, . અભા, મામદના ભાઇ, . સાલેમામદ અભુ કેવરના જમાઇ, જાવેદ કેવરના સસરા તા. 6-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-2-2024ના સવારે 10થી 11 લાઇનવાળા જમાતખાના, સરપટ ગેટ, ભુજ ખાતે.

ભુજ : નિર્મળાબેન નારાણજી બાવા (નિવૃત્ત શિક્ષિકા) (.. 77) તે મણિલાલ મોરારજી શિણાઇના પત્ની, સુનીલ (એસ. મયૂર), સ્વ. મયૂર, પ્રતિમાબેનના માતા, તન્મય, શ્રીયા, શિવમના દાદી, ક્રિષ્ના, રીના, પરેશભાઇ ગિરજાશંકર નાકરના સાસુ, બ્રિજલ, જૈમિનીના નાની, સ્વિત નીતિનભાઇના દાદીસાસુ, કનિષ્ક શાહ, દર્પણ મહેતાના નાનીસાસુ, સ્વ. પ્રભાશંકર, સ્વ. ભગવાનજી, સ્વ. અમૃતલાલના નાના ભાઇના પત્ની, સ્વ. ઉમિયાશંકરના ભાભી, મમીબેન નારાણજી બાવા (મુંબઇ)ના પુત્રી, ઇન્દુબેન, મધુબેન, સ્વ. શરદભાઇ, સ્વ. વસંતભાઇ, કિશોરભાઇના મોટા બહેન તા. 6-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-2-2024ના ગુરુવારે સાંજે 5થી 6 રાજગોર સમાજવાડી, આર.ટી.. રિલોકેશન સાઇટ ખાતે.

ભુજ : મૂળ સોયલાના કરીમ મુસા નોડે (.. 48) તે મુસા હાસમ નોડેના પુત્ર, . ગુલમામદ, . જાનમામદ, . અબ્દુલ, સમધ, ઇશબ, પીરમામદના ભાઇ, ઇરફાન, રમજુ, મુબારકના પિતા તા. 6-2-2024ના અવસાન પામ્યા છે. તાજિયત તા. 7, 8, 9-2-2024ના નિવાસસ્થાન એરપોર્ટ રોડ, સેવનસ્કાય સામે, નોડેવાંઢ, ભુજ ખાતે.

આદિપુર : બાબુલાલ ભેરૂલાલ બસીટા (લીલ) (.. 78) તે લીલાવંતીબેનના પતિ, ધર્મેન્દ્ર, લતા, કૈલાશના પિતા, ઓમપ્રકાશજી નેગી, જાલ્પી કૈલાશ બસીટાના સસરા, સમીર નેગી, ધૈર્ય નેગીના નાના, મનીષ, પંક્તિ, મુકંદ, વિપિન, જતિન, કુનાલ, જીત, મેહુલ, આર્યન, રેવાંશના દાદા, સ્વ. કિશનચંદજી, સ્વ. રામચંદ્રજી, સ્વ. ચંદુલાલજીના ભાઇ, દ્વારકા કિશનચંદજી બસીટા (લીલ), કનૈયાલાલ કિશનચંદજી બસીટા (લીલ) (ઉપપ્રમુખ, ગાંધીધામ શહેર ભાજપ), ભરત રામચંદજી બસીટા (લીલ), દિલીપ કિશનચંદજી બસીટા (લીલ), ગોપાલ કિશનચંદજી બસીટા (લીલ), સુરેશ ચંદુલાલજી બસીટા (લીલ), હરેશ ચંદુલાલજી બસીટા (લીલ)ના કાકા તા. 4-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા (પઘડી-બેસણું) તા. 7-2-2024ના બુધવારે સાંજે 5.30થી 6 મૈત્રી ડોમ, મૈત્રી સ્કૂલ ખાતે.

અંજાર : મૂળ ભુવડના મહેતા જયેશ રવિલાલ (.. 60) તે સ્વ. મહેતા ગુણવંતીબેન રવિલાલ પ્રતાપસિંહના પુત્ર, વિજય, હેમાક્ષી (હકી)ના ભાઇ, સ્વ. ચત્રભોજ ગાંધીના દોહિત્ર, સ્વ. ઝવેરી ભાગ્યવંતીબેન પ્રવીણભાઇ (ભુજ), માનવંતીબેન ચમનલાલ શાહ (ભુજ)ના ભાણેજ તા. 5-2-2024ના અવસાન પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે.

અંજાર : મૂળ મોટી ચીરઇના મુકેશગર ધરમગર ગુંસાઇ (.. 28) તે ભગવતીબેન ધરમગર ગુંસાઇના પુત્ર, દમયંતીબેન દોલતગર ગુંસાઇ, અરુણાબેન ધીરજગર ગુંસાઇ, સાવિત્રીબેન જવેરગર ગુંસાઇ (કુકમા), લીલાવંતીબેન મહેશગર ગુંસાઇ (માંડવી), મધુબેન સુરેશગર ગુંસાઇ (ભુજ)ના ભત્રીજા, યોગેશગર, ભરતગર, જયગર, ભાવિકાબેન, સપનાબેન, મોહિનીબેનના ભાઇ, શંભુગર શંકરગર (અંજાર)ના દોહિત્ર તા. 6-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 8-2-2024ના ગુરુવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી સમાજવાડી, અંજાર ખાતે. લોક વ્યવહાર નિવાસસ્થાન મિથિલાનગરી - અંજાર.

માંડવી : ગોસ્વામી શંકરપુરી (.. 63) તે નીતાબેનના પતિ, સ્વ. ઝવેરબેન માધવપુરીના પુત્ર, ધવલપુરી, હેન્સીબેનના પિતા, વૈશાલીબેન તથા જયદેવગિરિ (ગાંધીધામ)ના સસરા, સ્વ. જીવણપુરી, પરસોત્તમપુરી, સ્વ. જેન્તીપુરી, લક્ષ્મણપુરી, મહેશપુરી, ભરતપુરી, દમયંતીબેન કરશનગર (માંડવી), વાસંતીબેન પ્રવીણગર (માનકૂવા)ના ભાઇ, કાન્તાબેન, આશાબેન, સ્વ. જયાબેન, લતાબેનના દિયર, દક્ષાબેનના જેઠ, સ્વ. મમીબેન ભીમપુરી (કાઠડા)ના દોહિત્ર, સ્વ. રતનબેન ભીમગિરિ (ચકાર-કોટડા)ના જમાઇ, સ્વ. વાલગર, શાંતિગર, ભવાનગર, નરસિંહગર, કિશોરગર, મધુબેન પ્રકાશગર (કેરા), સ્વ. મણિબેન હરિગર (નારાણપર)ના બનેવી, ખનકના દાદા, જૈનીના નાના, પ્રતાપ, જયેશ, મનીષા, મિત્તલ, શિલ્પા, અલ્પા, હેતલ, બિંદિયા, પૂજા, જિજ્ઞા, વર્ષા, મિત, પ્રીતિ, નયના, આરતી, રાહુલના કાકા, દીપિકા, ગીતા, રમેશના મોટાબાપા તા. 5-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-2-2024ના ગુરુવારે સાંજે 4થી 5 દશનામ ગોસ્વામી અખાડા ખાતે.

માંડવી : મૂળ ગાંધીધામના ગીતાબેન (.. 63) તે સુવર્ણસિંહ અજિતસિંહના પત્ની, સ્વ. ધરમગિરિ નૈનગિરિ ગોસ્વામીના પુત્રી, અમરજિતકૌર (આશાબેન)ના માતા, ઇસ્મિતના નાની, ગુરુમુખના સાસુ, ધીરજગિરિ, પ્રવીણગિરિ, અશોકગિરિ, રાજુગિરિના બહેન, રંજનબેન, કંચનબેન, સવિતાબેન, કમળાબેનના નણંદ, રીના, હિના, મનીષા, અર્ચના, નિતા, વૈષ્ણવી, કૃપાલી, ચિરાગ, ભરત, સંદીપ, યોગેશના ફઇ, સુરેશપુરી (વરસામેડી), પ્રતીકગિરિ (અંજાર), ભરતગિરિ (કકરવા-ભચાઉ), હીરલબેનના ફઇસાસુ તા. 4-2-2024ના અવસાન પામ્યા છે. બંને પક્ષની પ્રાર્થનાસભા તા. 8-2-2024ના ગુરુવારે સાંજે 4થી 5 કાશી વિશ્વનાથ મહાદેવ, મંદિરમાં અને ઘડાઢોળ તા. 15-2-2024ના ગુરુવારે નિવાસસ્થાને.

માંડવી : નીતા રાજેશ કસ્તુરિયા (રિદ્ધિબેન) (.. 40) તે રાજેશ ભાણજી કસ્તુરિયા (પદમાણી મંડપ સર્વિસ-ગીતા મંદિરવાળા)ના પત્ની,  જયના માતા, વિજયાબેન ભાણજી વિશરામના પુત્રવધૂ, રમાબેન જયંતીલાલ જેઠવા (દ્વારકા)ના પુત્રી, રમેશ (ભાયલા)ના ભાભી, દક્ષાબેનના જેઠાણી, માધવના મામી, સ્વ. લવ્ય, પ્રીતિના મોટીમા, અશ્વિન, અજય, જયશ્રી, જલ્પાના બહેન તા. 5-2-2024ના અવસાન પામ્યા છે. પ્રાર્થનાસભા તા. 7-2-2024ના સાંજે 4થી 5 રામેશ્વર વાડી ખાતે ભાઇઓ-બહેનોની સાથે.

દહીંસરા (તા. ભુજ) : કૌશિક વાલજીભાઇ ગાંગજિયાણી (.. 26) તે મનીષાબેન વાલજીભાઇના પુત્ર, સવિતાબેનના પતિ, હિયાનના પિતા, મંજુલાબેનના ભાઇ, હિતેષભાઇ, ભરતભાઇના ભત્રીજા તા. 3-2-2024ના કંપાલા-યુગાન્ડા ખાતે અવસાન પામ્યા છે. બેસણું તા. 8-2-2024ના ગુરુવારે સવારે 7.30થી 8.30 ભાઇઓ માટે સ્વામિનારાયણ મંદિર (ભાઇઓના), બહેનો માટે નિવાસસ્થાન દહીંસરા ખાતે.

ભુજોડી (તા. ભુજ) : ખીમજીભાઈ (.. 65) તે સ્વ. પાંચાભાઇ હરજી કુદેચા તથા ગં.સ્વ. લખમાબાઇના પુત્ર, ડાઇબેનના પતિ, વિશ્રામ, સુરેશ, પ્રેમિલાના પિતા, સ્વ. કાનજી હરજી કુડેચા, સ્વ. ઉમર હરજી કુડેચા (ખંભરા વાડીવિસ્તાર), સ્વ. જીવાંબાઇ ગાવિંદ સંજોટ (કોટાય)ના ભાઇ, રાજા બાલુ, મેઘજી બાલુ, વાલજી બાલુના ભત્રીજા, માયારામ, બુધાલાલ, માવજી, અરજણ, જેઠાલાલ, બિજલ, શામજી, વીરબાઇના મોટા ભાઇ, સ્વ. વેલજી વિશા જેપાર (જાંબુડી)ના જમાઇ, સ્વ. માવજી વેલજી જેપાર, રામજી શાંગા જેપારના બનેવી, સ્વ. મનજી વેલજી, સ્વ. માંડણ વેલજી સિજુ, સ્વ. બાંયાબાઇ રામજી બળગા (બિદડા)ના ભાણેજ, ખેંગાર શિવજી ગોરડિયા (અંજાર)ના સાળા, જીતુ શિવજી મંગરિયા (બિદડા), જયા વિશ્રામ કુડેચા, જ્યોતિ સુરેશ કુડેચાના સસરા, પ્રવીણ ખેંગાર વારસુર (અવધનગર), દિનેશ કરશન પાયણ (ભારાસર)ના મોટા સસરા, ગાવિંદ, કરશન, નાનુબેન, અરાવિંદ, રમેશ, રસિક, નિર્મલ, નક્ષ, નૂતન, ગીતા, દિશા, સાવિત્રી, આકૃતિ, ઊર્વશી, ઋત્વીના મોટાબાપુ, વિકાસ અને ઇશાના મામા, માધવ, દિવ્યા, દિયાંશના દાદા, રોહિત, માનવી, જશ્વી, ક્યારુના નાના, શિવજી નારાણ મંગરિયા (બિદડા), સ્વ. મૂરજી દેવજી પઢિયાર (કંઢેરાઇ), ભોજા હમીર બુચિયા (શિરાચા)ના વેવાઇ તા. 6-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ દિયાળો તા. 8-2-2024ના ગુરુવારે સાંજે આગરી તથા શુક્રવારે સવારે પાણી નિવાસસ્થાન મફતનગર, ભુજોડી ખાતે.

કોટડા (ચકાર) આથમણાવાસ (તા. ભુજ) : માવજીભાઇ પ્રેમજીભાઇ માકાણી (.. 82) તે મણિલાલભાઇ, પરસોત્તમભાઇ, પ્રકાશભાઇ, જયાબેન, નર્મદાબેન, વનિતાબેનના પિતા, સ્વ. સાવિત્રીબેન, અરુણાબેન, જયશ્રીબેન, જીવરામભાઇ, લખમશીભાઇ, ચૂનીલાલભાઇના સસરા, અલ્પેશ, નીલેશ, ટીનેશ, વેદ, રશ્મિતા, કોમલ, સાંચીના દાદા, વૃતિકાબેન, અલ્પાબેનના દાદાસસરા તા. 6-2-2024ના અવસાન પામ્યા છે. બેસણું પ્રકાશભાઇના નિવાસસ્થાને કોટડા (.) ખાતે.

દરશડી (તા. માંડવી) : લખમશી અરજણ ચૌધરી (.. 89) તે સ્વ. અરજણ વાલજી ચૌધરીના પુત્ર, સ્વ. કુંવરબેનના પતિ, સ્વ. વાલબાઈ (રાયણ), સ્વ. જાનબાઈ (ભીટારા), પાનબાઈ (રવિપૂરકંપા), સ્વ. જમુનાબેન (દુર્ગાપુર), સ્વ. રામબાઈ (મોમાયમોરા)ના ભાઈ, જગદીશભાઈ, કાંતિભાઈ, કાંતાબેન (બિદડા), હીરાબેન (દુર્ગાપુર), દમયંતીબેન (ગઢશીશા)ના પિતા, શાંતાબેન, લક્ષ્મીબેનના સસરા, અશ્વિનભાઈ (પુના), જિતેન્દ્રભાઈ, વિજયભાઈ (ભુજ), અલ્પાબેન (ડોમ્બિવલી), શીતલબેન (પુના), શિલ્પાબેન (ગઢશીશા)ના દાદા, ઊર્મિબેન, હેતલબેન, રાખીબેનના દાદા સસરા, ક્રીદય, પ્રિયાન્શુ, ક્રિશા, પ્રિન્શી, જાનકી, અવધના પરદાદા તા. 5-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી તા. 7-2-2024ના સવારે 8થી 11, બપોરે 3થી 5 પાટીદાર સનાતન સમાજ, દરશડી ખાતે.

દેવપુર-ગઢ (તા. માંડવી) : મૂળ તુંબડીના શાહ કેશવજી ટોકરશી છાડવા (જીપવાળા ફુઆ) (.. 90) તે ગંગાબેન ટોકરશી માંડણના પુત્ર, જવેરબેનના પતિ, તરુણાના પિતા, ધૈર્યના નાના, સામજી, લાલજી, જીવરાજ, લખમશી, કેશરબેન (પુનડી), જખીબેન વીરજી (રામાણિયા), સાકરબેન વસનજી (રતાડિયા ગણેશવાળા)ના ભાઈ, રવજી ઉમરશી (દેવપુર-ગઢ)ના જમાઈ, નેણબાઈ સામજી, રતનબાઇ દેવજી, ધનબાઈ હરશીના બનેવી, ખેતબાઈ પ્રેમજી (ગઢશીશા), કુંવરબાઇ માણેક (શેરડી), દેવકાંબેન આણંદજી (નરેડી), પુરબાઈ નાનજી (દેવપુર), નાનબાઇ ગાંગજીના બનેવી તા. 5-2-2024ના અવસાન પામ્યા છે.  પ્રાર્થનાસભા તા. 7-2-2024ના સાંજે 3થી 4 જૈન મહાજનવાડી, દેવપુર ખાતે.

રામપર-વેકરા (તા. માંડવી) : સામત આચુ લેઉવા (.. 75) તે સ્વ. અમરબાઇ તથા સ્વ. આચુ ખીમા લેઉવાના પુત્ર, ગં.સ્વ. કેશરબાઇના પતિ, ગોવિંદ, દેવજી, ડેમાબેન શામજી લોંચા (અંજાર)ના પિતા, સ્વ. લાખાભાઇ, સ્વ. ડાયાભાઇ, ફકાભાઇ, સ્વ. વાલબાઇ વાછિયા બુચિયા (બિદડા), સ્વ. માનબાઇ અર્જુન સંજોટ (બિદડા), પ્રેમબાઇ દેવશી બુચિયા (વડવા કાંયા)ના ભાઇ, સ્વ. મનજી, લખમશી, વાલબાઇ ખીમજી કુદેચા (વડવા કાંયા), કાનબાઇ મનજી જેપાર (સાંયરા), નાનબાઇ પ્રેમજી ખરેટ (ભુજ), રામજી, શિવજી, મગીબાઇ અમૃત સિજુ (રાવલવાડી), ગં.સ્વ. શામાબાઇ કાનજી બુચિયા (જામથડા), તેજબાઇ મગન સિજુ (ભડલી), જીવાબાઇ અમૃત મેરિયા (માનકૂવા), દામજી, પૂંજા, ધનજી, ગં.સ્વ. લાછબાઇ જીવણ લોંચા (અંજાર), માનબાઇ વિશ્રામ પાયણ (રાવલવાડી)ના કાકા, જયદીપ, ડિમ્પલ, ધ્રુવી, પ્રિયા, મિહિર, રણવીરના દાદા, લક્ષ્મીબેન, ઉર્મિલા, શામજી ભચુ લોંચા (અંજાર)ના સસરા, મનીષા, લતા, વિષ્ણુ (લાલા)ના નાના, સ્વ. હીરાભાઇ, કાનજી, સ્વ. રામજી, ફકીરા, ખીમજીભાઇ (માજી સરપંચ-રામપર), રવજી, દેવજી, ખીમજી (રાવલવાડી)ના કાકાઇ ભાઇ, સ્વ. નાનજી કારા સંજોટ (બિદડા)ના જમાઇ, ભીમજી, બુધા, મૂરજી, ખીમજી, સ્વ. શામજી, સ્વ. ભોજાભાઇ (બિદડા)ના બનેવી, સ્વ. ભચુ રામજી લોંચા, કાનજી વેલજી લોંચાણી (અંજાર), સ્વ. ડાયા રામજી બડિયા (ભુજ)ના વેવાઇ તા. 6-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકવિધિ આગરી તા. 8-2- 2024ના સાંજે તથા તા. 9-2-2024ના સવારે પાણીયારો (ઘડાઢોળ) નિવાસસ્થાન રામપર ખાતે.

ફરાદી (તા. માંડવી) : ગાંગબાઇ મનજી ધેડા (.. 48) તે મનજી રામજી ધેડાના પત્ની, રમિલાબેન, મહેશભાઇ, રાજેશભાઇ, મનીષાબેન, પ્રિયાબેનના માતા, સ્વ. બુધા નાનજી આયડી, અજબાઇના પુત્રી, લખમશી બુધા આયડી, લીલબાઇ, કેશરબાઇ, હાંસબાઇના બહેન તા. 6-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. બેસણું નિવાસસ્થાન, મફતનગર, ફરાદી ખાતે.

મોટા કાંડાગરા (તા. મુંદરા) : હિંમતસિંહ બાલુભા જાડેજા (.. 50) તે બાપુભા, પ્રેમસંગજી, પ્રભાતસંગ, સતુભાના ભાઇ, જયરાજસિંહ, અંજલિબાના પિતા તા. 4-2-2024ના અવસાન પામ્યા છે. લૌકિકક્રિયા તા. 15-2-2024ના ગુરુવારે.

બિબ્બર (તા. નખત્રાણા) : જાડેજા નરેન્દ્રસિંહ વેરાજી (.. 38) તે સ્વ. હઠુજી ખાનજી, ખેંગારજી, આશાજી પતુભા, ભારાજી રતનજીના પૌત્ર, સ્વ. વેરાજી હઠુજીના પુત્ર, વિશાજી, તેજમાલજી, જેઠુભા, ચાંદાજી, કારૂભા, માધુભા, રવુભા, હરિસિંહ, ખેરાજસિંહ, નારાણજીના ભત્રીજા, નવલસિંહ, જીવણજી, હંસુભા, કુંભાજી, ગોપાલજી, ભીમાજી, દેવુભાના ભાઇ, સોઢા કરસનજી, સવાઇસિંહ (પેથાપુર)ના ભાણેજ, સ્વ. ભોમસિંહ (કંકાવટી)ના જમાઇ તા. 1-2-2024ના અવસાન પામ્યા છે. ધાર્મિકક્રિયા-દશાવો વિધિ તા. 8-2- 2024ના ગુરુવારે અને બારમાની વિધિ તા. 9-2-2024ના શુક્રવારે.

મોટી ગોધિયાર (તા. નખત્રાણા) : સોઢા સજુભા (.. 49) તે સ્વ. ગુલાબસિંહ સ્વરૂપસિંહના પુત્ર, સ્વ. સોઢા રૂપસિંહના ભત્રીજા, દીપસિંહ, કલજી, ગેમરસિંહના મોટા ભાઇ, જાડેજા પુજુભા જેઠુભા (હબાય)ના જમાઇ, સોઢા જગદીશસિંહના પિતા, સોઢા કરશનસિંહ તથા ચતરસિંહ રૂપસિંહના મોટાબાપુના દીકરા, સોઢા હીરજી અચલસિંહ (માજી સરપંચ), હિંમતસિંહ, સોઢા ઇન્દ્રસિંહ તગજીના ભત્રીજા, સોઢા શંકરસિંહ સવાઇસિંહના કાકાઇ ભાઇ, સોઢા સુરસિંહ પીરદાનસિંહ, સવાઇસિંહ ખેતસિંહ, ચેનસિંહ, ખેતસિંહ પીરદાનસિંહ, જુવાનસિંહ પીરદાનસિંહના કાકાઇ ભત્રીજા, સોઢા હીરજી ગુલાબસિંહ, સોઢા ચગસિંહ મહિપતસિંહ, મહેન્દ્રસિંહ મહિપતસિંહ, સોઢા જીતુભા બચેસિંહ, સોઢા ગજસિંહ ખીમજીના કાકાઇ પૌત્ર તા. 5-2-2024ના અવસાન પામ્યા છે. સાદડી નિવાસસ્થાન મોટી ગોધિયાર ખાતે.

નાની ચીરઇ (તા. ભચાઉ) : હાજી મુસા નૂરમામદ પરીટ (.. 87) તે સુલેમાન, આમદ, અકબર, ઉમર, હુશેન, રમજાન, અલીમામદના પિતા તા. 6-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-2-2024ના ગુરુવારે સવારે 10થી 11 નિવાસસ્થાન કબ્રસ્તાનની બાજુમાં, નેશનલ હાઇવે, નાની ચીરઇ ખાતે. તકરીર મૌલાના સિધિક રાયમા (કંડલાવાળા)ની.

પાનધ્રો (તા. લખપત) : સૈયદ હાજીશા ભચલશા (.. 60) તે . ભચલશા અબ્દુલ્લાશાના પુત્ર, અલીશા, મમદશા, ઇબ્રાહીમશા, કરીમશા, નસીબશાના ભાઇ, સમસુદ્દીનશાના પિતા, કાસમશા, ઇસ્માઇલશા, કરીમશાના બનેવી, ફૈસલશા અશરફશા (મોથાળા), હાજી જોયાબ હુશેન બાપુમિયા (મોથાળા), ઇરફાનશા ગુલામશા (નખત્રાણા)ના સસરા, ઇમામશા, અનવરશા, અબ્દરીમશા, સુલતાનશાના મામાઇ ભાઇ તા. 6-2-2024ના અવસાન પામ્યા છે. વાયેઝ-જિયારત તા. 8-2-2024ના ગુરુવારે સવારે 10 વાગ્યે નિવાસસ્થાન પાનધ્રો, જામા મસ્જિદ ખાતે.

નારાયણ સરોવર (તા. લખપત) : હુશૈન અબ્ધ્રેમાન ભટ્ટી (ચક્કીવાળા) (.. 72) તે ભટ્ટી અનવર, ફકીરાના પિતા તા. 6-2-2024ના અવસાન પામ્યા છે. જિયારત તા. 8-2-2024ના ગુરુવારે સવારે 11 વાગ્યે નારાયણ સરોવર ખાતે.

Youtube Live

Budget 2024 LIVE

Panchang