• બુધવાર, 30 એપ્રિલ, 2025

રાષ્ટ્રભાષાનો કટ્ટર વિરોધ : સ્ટાલિન સીમા વટાવે છે

કેન્દ્ર સરકાર અને તામિલનાડુ રાજ્ય વચ્ચેનો ભાષા વિવાદ વકર્યો છે. મુખ્ય પ્રધાન સ્ટાલિન દ્વારા ત્રિભાષા પ્રકરણે હિન્દી ભાષાનો ઉપયોગ કરવા સતત વિરોધ કરાઈ રહ્યો છે. હવે તામિલનાડુનાં બજેટ 2025-26માં સ્ટાલિને `$'નું પ્રતીક હટાવ્યું છે અને ત્યાં તમિળ ભાષામાં રૂપિયાનું પ્રતીક મૂક્યું છે. ભાષા વિવાદને પગલે $નું પ્રતીક નહીં મૂકીને સ્ટાલિને બળતાંમાં ઘી હોમ્યું છે. સ્ટાલિને બજેટમાં બદલેલા લોગોમાં તમિળ શબ્દ `રુબાઈ'નો પહેલો અક્ષર `રુ' લખ્યો છે, જે સ્થાનિક ભાષામાં ભારતીય મુદ્રાનો નિર્દેશ કરે છે. આ ઉપરાંત, લોગોમાં સૌના માટે બધું એવું લખવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કરન્સીના સિમ્બોલને કોઈ પણ રાજ્ય દ્વારા રદ કરાયો હોય કે અસ્વીકાર કરાયો હોય તેવી દેશમાં આ પહેલી ઘટના છે. આખાં ભારતે જે રૂપિયાનું પ્રતીક અપનાવ્યું છે અને આપણા ચલણમાં દાખલ કરેલું છે તે તામિલ પ્રતીક ડીએમકેના જ એક ભૂતપૂર્વ ધારાસભ્યના પુત્ર ડી. ઉદયકુમાર દ્વારા ડિઝાઈન કરવામાં આવ્યું છે. ભારતીય રૂપિયાનો સિમ્બોલ સત્તાવાર રીતે 15 જુલાઈ 2010એ અપનાવવામાં આવ્યો હતો. ભારત સરકારે તેને બનાવવા માટે માર્ચ 2009માં સ્પર્ધા જાહેર કરી હતી. વિજેતા ડી. ઉદયકુમારે દેવનાગરી અક્ષર `$' અને લેટિન કેપિટલ અક્ષર `' પર આડી લીટી દોરીને તેમણે સિમ્બોલ તૈયાર કર્યો હતો. વાસ્તવમાં સ્ટાલિન બજેટમાંથી સિમ્બોલ દૂર કરીને તમિલોનું અપમાન કરી રહ્યા છે. આનાથી વધુ શું હાસ્યાસ્પદ હોઈ શકે? દેશભરમાં રાષ્ટ્રીય શિક્ષણનીતિ લાગુ કરવામાં આવી રહી છે, જેથી શિક્ષણમાં સમાનતા આવે. જો તેમાંનો કોઈ મુદ્દો ન ગમે તો તેનો રાજકીય અને તમામ સ્તર પર વિરોધ પણ ચોક્કસ કરવો જોઈએ, પરંતુ માત્ર રાજનીતિ કરવા માટે આવા મુદ્દાનો ઉપયોગ કરવો ઉચિત નથી અને રૂપિયાના સિમ્બોલનો બહિષ્કાર કરીને સ્ટાલિન સરકાર શું બતાવવા માગે છે તે પણ ગંભીર પ્રશ્ન છે. સ્ટાલિનને દેખાતું નથી કે, અન્ય રાજ્યમાં તમિલ ભાષાને પ્રોત્સાહન પણ આ જ રાષ્ટ્રીય શિક્ષણનીતિ અંતર્ગત શક્ય બનશે. હિન્દી ભાષી રાજ્યો ઈચ્છે તો ત્રણ પૈકી એક ભાષા તમિલ પણ શીખવાડી શકે છે. જો કે, રાજનીતિમાં અંધ બનેલો માણસ ચોક્કસ વસ્તુ જોવાને બદલે ચોક્કસ વસ્તુ ન જોવા ટેવાયેલો હોય છે. તામિલનાડુ સરકારે રાજ્યનાં બજેટમાં લોગોનાં રૂપમાં ભારતીય રૂપિયાનાં અધિકૃત પ્રતીકચિહ્નને હટાવીને તેને તમિલ ભાષામાં પ્રસ્તુત કરવાની જે ગુસ્તાખી કરી છે તે અગ્નિમાં ઘી હોમવા સમાન છે. આ ફક્ત રાષ્ટ્રીય પ્રતીક અને પરંપરાનો નિરાદર જ નહીં, ભાષાવાદની ઉશ્કેરણીજનક રાજનીતિને અલગતાવાદની હદ સુધી લઈ જવાની પણ છે.  સ્ટાલિનને રોકવાનું કામ વિપક્ષી મોરચા `ઈન્ડિયા'ના ઘટક પક્ષોએ પણ કરવું જોઈએ. કારણ કે, સ્ટાલિન ન ફકત જૂઠાણાંનો આશરો લઈ રહ્યા છે, પણ હિન્દીવિરોધની નિકૃષ્ટ રાજનીતિ કરી રહ્યા છે. તેઓ રાજકીય એકતાને નબળી પાડવાનું કામ કરી રહ્યા છે. સ્ટાલિનને `ઈન્ડિયા'ના ઘટક પક્ષોએ યાદ અપાવવું જોઈએ કે, રૂપિયાનાં પ્રતીકચિહ્નને જે મનમોહન સરકારે અંગીકૃત કર્યું હતું, તેમાં દ્રમુક પણ સામેલ હતી. સ્ટાલિનને એમ પણ લાગતું હોય કે, તેઓ હિન્દીનો વિરોધ કરીને ઈવી રામાસ્વામી નાયક એટલે પોરિયાર, સીએન અન્નાદુરાઈ અને કરુણાનિધિ જેવું નામ કાઢશે. કારણ કે, આ બધા હિન્દીના વિરોધથી જ સત્તામાં આવ્યા હતા, પરંતુ સ્ટાલિન ભૂલી રહ્યા છે કે, દેશ ખૂબ આગળ નીકળી ગયો છે. ફક્ત ભાષાનો વિરોધ કરીને સત્તા ન ચલાવી શકાય. જનતાને વિકાસ જોઈએ અને આ માટે તે કોઈનો પણ તખતાપલટ કરી શકે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd