• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

`નીટ', `નેટ'ની બબાલ વચ્ચે નાલંદા જ્ઞાન કેન્દ્રનું સપનું

નવી નાલંદા યુનિવર્સિટીના કેમ્પસનું ઉદ્ઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલો સંદેશ ભારતના શિક્ષણ વિભાગ માટે નવી ઉમ્મીદ જગાવનારો છે. છાત્રોને જિજ્ઞાસુ અને હિંમતવાન બનવાનું આહ્વાન વડાપ્રધાને આપ્યું અને કહ્યું કે નાલંદા સત્યની ઘોષણા કરે છે કે આગની જ્વાળામાં પુસ્તકો બળી શકે છે, પરંતુ રાખનો નાશ કરી શકાતો નથીનાલંદાનો કાર્યક્રમ એવા સમયે આવ્યો છે, જ્યારે દેશમાં નવાં શિક્ષણ સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. બીજીતરફ, `નીટ' અને `નેટ' પરીક્ષાઓનો વિવાદ જામ્યો છે. આપણી પરીક્ષા પદ્ધતિ અને ઉચ્ચ શિક્ષણક્ષેત્રે ભ્રષ્ટાચારના ઘોર આક્ષેપ થઈ રહ્યા છે. `નીટ'ની પરીક્ષામાં ગરબડ  અને ગ્રેસિંગ માર્ક્સની કથિત ગેરરીતિનો વિવાદ ખૂબ ચગ્યો. વિરોધપક્ષોએ તેને મોદી સરકારની કાર્યક્ષમતા અને પ્રામાણિકતા વિરુદ્ધનું મોટું હથિયાર બનાવ્યું છે. સરકારે મામલાને ગંભીરતાથી લેતાં સીબીઆઈને તપાસ સોંપવાનો નિર્ણય કર્યો છે. દરમ્યાન, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તરફથી દેશભરની યુનિવર્સિટીઓમાં પીએચ.ડી. પ્રવેશ, જુનિયર રિસર્ચ ફેલોશિપ તેમજ કોલેજોમાં સહાયક પ્રાધ્યાપક તરીકે પાત્રતા માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (નેટપણ સરકાર દ્વારા રદ કરી દેવામાં આવી છે. પરીક્ષા 18મી જૂને લેવાયાના બીજા દિવસે આકરું પગલું આવી પડતાં 11 લાખથી વધુ છાત્રો નિરાશ થયા છે. આને પગલે `નીટ' પરીક્ષા પણ રદ કરીને નવેસરથી લેવા છાત્રોનો એક વર્ગ માગણી કરી રહ્યો છે. શિક્ષણ કારકિર્દી ઘડતર, જીવન ઘડતર, સમાજ ઘડતર અને રાષ્ટ્ર નિર્માણ માટે પાયાની આવશ્યક્તા છે. એમાં ઉચ્ચ ગુણવત્તાનાં ધોરણોનું પાલન થવું જોઈએ. યોગ્યતાની કદર થવી જોઈએ. ગેરરીતિ, લાગવગ, સગાંવાદ કે ભ્રષ્ટાચારને કોઈ અવકાશ હોવો જોઈએ. મોદી સરકારે અને વિવિધ રાજ્યોની સરકારે બાબતે પારદર્શકતા સાથે કડક પદ્ધતિ અખત્યાર કરવી પડશે. વર્ષો કે મહિનાઓ સુધી આકરી મહેનત કર્યા?પછી હોશિયાર છાત્ર રહી જાય અને બિનલાયક લોકો `ખોટી  રીતે' પગપેસારો કરી જાય, નિંદનીય અને અસ્વીકાર્ય છે.વડાપ્રધાને યોગ્ય કહ્યું છે કે કોઈપણ દેશની પ્રગતિ - વિકાસનો માપદંડ  શિક્ષણ છે. વિકસિત દેશો શિક્ષણક્ષેત્રે પોતાની છાપ છોડયા પછી આર્થિક અને સાંસ્કૃતિક અગ્રણી બન્યા છે. પ્રાચીન સમયમાં નાલંદા અને તક્ષશિલા જેવી શિક્ષણની મોટી વ્યવસ્થા વિકસી હતી, ત્યારે ભારતવર્ષે આવો દરજ્જો મેળવ્યો હતો. ભારત દુનિયામાં અગ્રગણ્ય દેશ બનવાનું સપનું જોઈ રહ્યો છે. સંજોગોમાં  આપણી ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા ગુણવત્તાયુક્ત કરવી પડશે. આજે દેશમાં સારી-હાઇગ્રેડ શિક્ષણ સંસ્થાઓ છે તેમ છતાં યુવાધન વધુ ભણવા માટે વિદેશ તરફ દોડ?લગાવે છે. નાલંદા એવું સ્થાન બનવું જોઇએ જે વિશ્વના તેજસ્વી છાત્રોને ખેંચી લાવે. અત્યારે પણ 20 જેટલા દેશના છાત્રો અહીં ભણી રહ્યા છે. નવું કેમ્પસ સ્વર્ણિમ યુગની શરૂઆતમાં નિમિત્ત બનશે એવી આશા અસ્થાને નથી

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang