• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

કચ્છની યુવા પ્રતિભાઓને રાષ્ટ્રીય સ્તરે પહોંચાડવાની નેમ

ભુજ, તા. 27 : કચ્છની યુવા પ્રતિભાઓ કે જેમાં અપાર શક્તિ ધરબાયેલી પડી છે. તેમની આ શક્તિઓ કચ્છ-ગુજરાત પૂરતી સીમિત ન રહે, પણ રાષ્ટ્રીય કક્ષાએ પહોંચે તેવી કચ્છ યુનિ.ની નેમ છે, તેવું યુનિ. દ્વારા આયોજિત 19મા યુવક મહોત્સવના `સ્પંદન'ની સમાપન વેળાએ અગ્રણીઓ દ્વારા જણાવાયું હતું. યુવક મહોત્સવની બે દિવસ ચાલેલી 29 જેટલી સ્પર્ધામાં 1180 વિદ્યાર્થીએ ભાગ લીધો હતો. આ યુવા મહોત્સવમાં ભુજની મુક્ત જીવન સ્વામીબાપા મહિલા કોલેજ ચેમ્પિયન બની હતી. ભુજની સંસ્કાર ઈન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ બીજે તો યુનિ.ના સી-બ્લોકને ત્રીજા નંબરની ટ્રોફી એનાયત કરાઈ હતી. યુવાનોના અભૂતપૂર્વ જુસ્સા અને ઢોલ-શરણાઈના તાલે વિજેતા યુવા પ્રતિભાનાં પોંખણા કરાયાં હતાં. કુલપતિ ડે. મોહનભાઈ પટેલે યુવા મહોત્સવ થકી યુવા પ્રતિભાને મંચ પ્રદાન થતું હોવાનું જણાવી જો યુવા મહોત્સવનું આયોજન ન થાય તો ભાવિ કલાકારો ઉગતા જ દબાઈ જશે તેમ કહી આ ઈવેન્ટને સફળતાથી પાર પાડયા બદલ અભિનંદન પાઠવાયા હતા. બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય ડો. મનોજ સોલંકી યુવક મહોત્સવને યુવાનોની પ્રતિભાને ઉજાગર કરતા અનુષ્ઠાન સાથે સરખાવી આવા ઉત્સવ થકી યુવા પ્રતિભાનું પ્રગટીકરણ થાય છે. સામાજિક અગ્રણી આર.આર. પટેલે કચ્છમાં ઔદ્યોગિક વિકાસ થઈ રહ્યો છે, ત્યારે મહત્તમ પ્રમાણમાં સ્કિલ ડેવલપમેન્ટ કોર્સ શરૂ થાય તે બાબત પર ભાર મૂક્યો હતો. યુવા મહોત્સવના સંયોજક આર. વી. બસિયાએ આ મહોત્સવની સફળતા સૌના સહયોગ થકી મળી હોવાનું કહી કચ્છ યુનિ., મહિલા કોલેજની આખી ટીમની જહેમત રંગ લાવી હોવાની લાગણી દેખાડી હતી. કુલ સચિવ ડો. અનિલ ગોર, બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય કેશરાભાઈ પિંડોરિયા, કિરણ આહીર, રામ ગઢવી, ફોકિયાના એમ.ડી. નિમિષ ફડકે, ડો. પી. એસ. હીરાણી, આર.એસ.એસના અગ્રણી નવીનભાઈ વ્યાસ, જાણીતા સંગીતકાર અને મહિલા કોલેજના ટ્રસ્ટી કીર્તિભાઈ વરસાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ યુવક મહોત્સવમાં ભાગ લેનારી તમામ કોલેજના ટીમ મેનેજરનું વિશેષ મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. - 19મા યુવક મહોત્સવના વિજેતાઓની યાદી : માર્ચ પાસ્ટ : મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ, સંસ્કાર ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઇટી, એચ. આર. ગજવાણી કોલેજ ઓફ?એજ્યુકેશન. - સંગીત સ્પર્ધા : શાત્રીય કંઠય (સોલો)?: પ્રથમ પાલ યશિતા- તોલાની કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ, દ્વિતીય શુક્લ માર્મી એન.-બ્લોક ડી, કે.એસ.કે.વી. કચ્છ યુનિવર્સિટી, તૃતીય : વેગડ ધ્યાની જે. - મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ, શાત્રીય વાદ્ય (સોલો) : પ્રથમ  રાઠોડ હૃદયેશાસિંહ-એસ.આર.લાલન કોલેજ, દ્વિતીય  ગોસ્વામી ધ્યાની - ડી. બ્લોક-ડી, કેએસકેવી કચ્છ યુનિવર્સિટી, તૃતિય હિમાંક અંતાણી-એસઆરકે ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર શિક્ષણ. શાત્રીય વાદ્ય (સોલો) : પ્રથમ જોશી ઓમ મૂળજી-આર. આર. લાલન કોલેજ, દ્વિતીય બુધભટ્ટી વત્સલ-તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ, તૃતીય ગોહિલ મોક્ષ અરજણ-એસ. ડી. શેઠીયા કોલેજ ઓફ એજ્યુકેશન. હળવું કંઠય : પ્રથમ રાજગોર નિકુંજ-તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ, દ્વિતીય આઈશાની સારસ્વત-ગુજરાત અદાણી ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, તૃતિય ડુડિયા સૌમ્ય નિપુલ-સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને આઇટી. પશ્ચિમી કંઠય (સોલો) : પ્રથમ ડુડિયા સૌમ્ય નિપુલ-સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને આઇટી, દ્વિતીય આઈશાની સારસ્વત- ગુજરાત અદાણી ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ, તૃતિય ક્રિષ્ના જાડેજા-એસઆરકે ઇન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર શિક્ષણ. સમૂહ ગીત : પ્રથમ જંગમ હેન્સી, બરારીયા શાંતિ, ગઢવી ઉમિ, સોની રિયા, રબારી નાથી, વેગડ ધ્યાની- મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ. - નૃત્ય સ્પર્ધા : શાત્રીય નૃત્ય (ભારતીય) : પ્રથમ ગોરસિયા જીયા વિજય-મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ, દ્વિતીય સોરઠિયા જીલ હિતેશભાઇ-સંસ્કાર ઇન્સ્ટિટયૂટ ઓફ?મેનેજમેન્ટ એન્ડ આઇટી, તૃતીય શુક્લા માર્મી-બ્લોક ડી કેએસકેવી કચ્છ યુનિ.. ભાતીગળ લોકનૃત્ય : પ્રથમ જીલ સોરઠિયા એચ., ચાર્મી ઠક્કર આર. વંદના બરાડિયા આર., વંદના બરાડિયા આર., રિમઝિમ ઠક્કર એમ., સાક્ષી પોકાર પી., તનીશા ભુડિયા એન., પ્રથમેશ વાડાટકર એન., આર્યન સુથાર વી., કરન સુથાર વી., હીર ઉમરાણિયા એ.-સંસ્કાર ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઇ.ટી., દ્વિતીય : દાવડા યોગીતા, સેંઘાણી બંસરી એન., સાકરિયા કૃપા આર., રામાનંદી મિતલ, ગોસ્વામી બંસરી, ગોસ્વામી ભૂમિ, સોઢા જીવાંશીબા, જાડેજા હરસિદ્ધિબા, દરજી ખુશી, ગુંસાઇ શિવાની-મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ, તૃતિય : રાજવી શાહ, એકતા રાઠોડ, મનશા મહેશ્વરી, ક્રિશા પરમાર, મૈત્રી દોશી, નંદિની વૈદ્ય, જીયા તન્ના, રિયા ઠક્કર, ક્રિષ્ના ડાંગેરા, સાક્ષી ઓઝા-જે. બી. ઠક્કર કોમર્સ કોલેજ, તૃતિય : તમન્ના છાંગા, ઇશા પિત્રોડા, દિયા ત્રિવેદી, કૃપા તન્ના, જોષી દેવાંશી, અદિતિ જોશી, વંશી પલણ, રિયા પલણ, આસ્થા પંડયા, સૃષ્ટિ રૈયારી-બ્લોક સી. કચ્છ યુનિવર્સિટી - થિયેટર : એકપાત્રીય અભિનય : પ્રથમ જોષી વિશ્વા કપિલ, દવે વિધિ ઘનશ્યામભાઇ, ત્રિવેદી યશ્વી જયકરભાઇ, ગઢવી નંદિની જીવરાજભાઇ, સોનપાર વિધિ અશોકભાઇ, શાહ પ્રતિક્ષા ભૂપેન્દ્ર, તન્ના વિધિ વિમલ, શેઠ દિયા ઉમેશભાઇ, પરમાર કિંજલ ધિરજલાલ-મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ, દ્વિતીય સકિના વેજલાણી, શ્રેયા અખાણી, પ્રાચી શાહ, ખુશી ગોર, દેવબ્રતી રૂપારેલ, પલક અખાણી, હિતેશી પરમાર, કૃપાલી પરમાર-બ્લોક સી કચ્છ યુનિવર્સિટી, તૃતિય ચૌહાણ નંદિની, પટેલ ગ્રેસી, ઠક્કર સ્નેહા, ઠક્કર સાગર, કાંડે પ્રિન્સી, મેપાર હિમાની, ચાવડા નિશિત, રૂપારેલ અર્યા, ભાનુશાલી વંશ-સંસ્કાર ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઇટી, સ્કીટ : પ્રથમ મહેક તન્ના, તમન્ના છાંગા, શ્રેયા અખાણી, દેવબ્રતી રૂપારેલ, સકિના વેજલાણી, હિતેશી પરમાર-બ્લોક સી કચ્છ યુનિવર્સિટી, દ્વિતીય શાહ પ્રતિક્ષા ભૂપેન્દ્ર, દવે વિધિ ઘનશ્યામભાઇ, પરમાર કિંજલ ધિરજલાલ, ગઢવી નંદિની જીવરાજભાઇ, સોનપાર વિધિ અશોકભાઇ, શેઠ દિયા ઉમેશભાઇ-મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ. - સાહિત્યિક સ્પર્ધા : પ્રશ્નમંચ : પ્રથમ ગ્રંથી ચાવડા, રોહિત છૈયા, યથાર્થ ગણાત્રા-બ્લોક સી કચ્છ યુનિવર્સિટી, દ્વિતીય સાહિલ કાપાસી, ઝલક નંદા, નવેન્દુ પંડયા-ગુજરાત અદાણી ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સ, તૃતિય હીર મેહતા, આર્યન પરદેશી, આસિફ ચૌહાણ-સંસ્કાર ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઇટી, વકતૃત્વ : પ્રથમ જીયા ત્રિવેદી-ગુજરાત અદાણી ઇન્સ્ટિટયૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, દ્વિતીય : ઝૈબા ખત્રી-બ્લોક સી કચ્છ યુનિવર્સિટી, તૃતિય માનકૂવા પૂર્પા એમ.-મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ, ચર્ચા સત્ર : પ્રથમ જાનવીબા જાડેજા, શિવમ ઠક્કર-બ્લોક સી કચ્છ યુનિવર્સિટી, દ્વિતીય મુખરેજા એપ્શીતા પી., મલુકામી પાયલ ડી.-એચ. આર. ગજવાણી કોલેજ ઓફ એજ્યુકેશન, તૃતિય જોશી સુચિ એમ., ભટ્ટ હિતેશ કે.-આર. આર. લાલન કોલેજ. - ફાઇન આર્ટસ શીઘ્ર ચિત્રકળા : પ્રથમ ગોડિયા પ્રતીક-શ્રી વાણી વિનાયક આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, દ્વિતીય : પઠાણ રહિલાખાન કાસમ-બ્લોક ડી કચ્છ યુનિવર્સિટી, તૃતિય બગોટિયા પીયૂષ-તોલાણી ઇન્સ્ટિટયૂટ ઓફ?કોમર્સ. કોલેજ : પ્રથમ સોની અર્મી જગદીશભાઇ, દ્વિતીય દુધકિયા રુચિતા અતુલભાઇ-મુક્તજીવન મહિલા કોલેજ, તૃતિય મીમસરિયા સોહિના સાદિક-ડીએનવી ઇન્ટરનેશનલ એજ્યુકેશન એકેડમી. પોસ્ટર મેકિંગ : પ્રથમ સોની વિશાખા નીતિન-એસકેએલપી નર્સિંગ ઇન્સ્ટિટયૂટ, દ્વિતીય જીત ખત્રી-સંસ્કાર ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઇટી, તૃતિય આહીર કિંજલ રામજીભાઇ-મુક્તજીવન સ્વામીબાપા મહિલા કોલેજ. માટીકળા : પ્રથમ આર્યન સુથાર-સંસ્કાર ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઇટી, દ્વિતીય દીક્ષિતા ગોસ્વામી-ગજવાણી ઇન્સ્ટિટયૂટ ઓફ?સાયન્સ એન્ડ ટેકનોલોજી, તૃતિય જાડેજા વંશિબા-શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટ. કાર્ટૂન મેકિંગ : પ્રથમ દયાણી નેહા પ્રવીણભાઇ-આર. આર. લાલન કોલેજ, દ્વિતીય સુથાર મિતલ જેન્તીલાલ-બ્લોક ડી કચ્છ યુનિવર્સિટી, તૃતીય જોષી ભૂમિકા અજિત-તોલાણી ઇન્સ્ટિટયૂટ ઓફ?કોમર્સ. રંગોળી : પ્રથમ દયાણી નેહા પ્રવીણભાઇ-આર. આર. લાલન કોલેજ, દ્વિતીય આર્યન સુથાર-સંસ્કાર ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ આઇટી, તૃતિય રાઠોડ?મેઘા ઉત્તમ-તોલાણી ઇન્સ્ટિટયૂટ ઓફ?કોમર્સ, આહીર નંદિની માવજીભાઇ-મુક્તજીવન સ્વસામી બાપા મહિલા કોલેજ. સ્પોટ ફોટોગ્રાફી : પ્રથમ કેતન ડોરુ-એસઆરકે ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એજ્યુકેશન, દ્વિતીય ગોસ્વામી અમન વસંતગિરિ-બ્લોક ડી કચ્છ યુનિવર્સિટી, તૃતિય બોખાણી સચેત મહેન્દ્રભાઇ-બ્લોક ઇ કચ્છ યુનિવર્સિટી. મહેંદી : પ્રથમ પરમાર ગોપીબેન કિશનભાઇ-તોલાણી કોમર્સ કોલેજ, દ્વિતીય દનિચા પૂજા જયંતીલાલ-ડીએનવી ઇન્ટરનેશનલ એજ્યુકેશન એકેડમી, તૃતિય બાંભણિયા ક્રિષ્ના વરસીભાઇ-મુક્તજીવન સ્વામી બાપા મહિલા કોલેજ, રાઠોડ પ્રગતિ-તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સીસ. ઇન્સ્ટોલેશન : પ્રથમ દરજી દર્શનભાઇ બિપિન, ગોસ્વામી જયગર કિશોર, સોની સાનિયા વિપુલ, ઝાલા કૃશિતાબા છતિપાલસિંહ-આર. આર. લાલન કોલેજ, દ્વિતીય ભુડિયા સ્મૃતિ રવજીભાઇ, ભગત રૂત્વી મહેશ, પીંડોરિયા દર્શિની ગોવિંદ, રંગાણી મહેક કીર્તિ-સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટ, તૃતિય તન્ના ખુશી સુનિલ, પોકાર મીરા અરવિંદભાઇ, સોની શ્રુતિ જીગરભાઇ, ઉમરાણિયા જુહી હિતેન-બ્લોક ડી. કચ્છ યુનિવર્સિટી.- આ છે યુવા ઉત્સવના નિર્ણાયકો : સંગીત : તસવુલ મલેક, મનન શાહ, મેઘનાબેન ખારોડ, વરુણ શર્મા, નીતિન પરમાર, કશ્યપ પંડ્યા. - સાહિત્ય : ડો. પ્રશાંત પટેલ, ડો. નરેન્દ્ર વસાવા, ધર્મેન્દ્ર કનાલા.  - નૃત્ય : જગદીશ વસાવા, જયપાલાસિંહ ઝાલા, રિયા પટેલ, પૃથા શાહ.  - નાટ્ય : પ્રણવ સાગર, રૂપિન શાહ, દિગંત ભટ્ટ.  - લલિતકળા : વિજય સોની, કલ્પના સાગર, રણજિત અસારસા, હિરેન કદમ, જ્હાનવી કદમ, યોગેશ વસાવા, ક્રિષ્ન પડિયા. આ તમામ નિર્ણાયકો બરોડા, અમદાવાદ, નડિયાદ, ગાંધીનગર, આણંદ, અમરેલી, ભાવનગરથી આવ્યા હતા. - આગામી વર્ષોમાં ઈન્ટર યુનિ. યુવા મહોત્સવ યોજવાની વિચારણા : કુલપતિએ ટીમ મેનેજર્સ મીટ સત્ર દરમિયાન વિવિધ કોલેજોમાંથી ભાગ લેનાર વિદ્યાર્થીઓની ટુકડીઓ લઈને આવેલા ટીમ મેનેજર્સ-પ્રાધ્યાપકો સાથે કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલે વાત કરતાં જણાવ્યું હતું કે, યુનિવર્સિટી યુવા પ્રતિભાવોને મંચ આપવા યુવા મહોત્સવનું આયોજન નહીં કરે તો કેટલાય ભાવિ કલાકારો ઉગતા જ દબાઈ જશે. યુનિવર્સિટી અનુસ્નાતક ભવનો અને કોલેજોને પણ સ્કિલ બેઝડ વિવિધ સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવા આહ્વાન કર્યું હતું. સત્ર દરમિયાન આગામી વર્ષોમાં ઇન્ટર યુનિવર્સિટી યુવા મહોત્સવ યોજવા બાબતે પણ વિચારણા કરવામાં આવી હતી. કચ્છ યુનિવર્સિટીના પ્રાધ્યાપકો ડો. અમર મહેતા, ડો. વિજય રામ, ડો. જિજ્ઞેશ તાળા, ડો. ગિરીન બક્ષી, ડો. રૂપલ દેસાઈ, ડો. નંદલાલ છાંગા તથા વિવિધ 35 કોલેજોના ટીમ મેનેજર-પ્રાધ્યાપકો જોડાયા હતા. આ યુવા મહોત્સવ દરમ્યાન યોજાયેલ ફૂડ કોન્ટેસ્ટ શહેરના કલારસિક પ્રેક્ષકો માટે મુખ્ય આકર્ષણ બન્યું હતું. કુલપતિએ યુવા મહોત્સવની પાંચ મુખ્ય વિભાગીય સ્પર્ધાઓ નૃત્ય, નાટ્ય, સંગીત, સાહિત્ય અને ચિત્રકલાને લગતો ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ યોજવા સૂચન કર્યું હતું તથા તેમાં કચ્છ યુનિવર્સિટી સંલગ્ન જુદી જુદી કોલેજોમાં સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ સંભાળતા પ્રાદ્યપકોને જોડીને ભવિષ્યમાં કલા સંસ્કૃતિ ક્ષેત્રે વિદ્યાર્થી પ્રતિભા વિકસે એ માટે સૌએ સાથે મળી સહિયારા પ્રયત્નો કરવાનું સૂચવ્યું હતું.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang