• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

મસ્કા એકેડેમીની બે ક્રિકેટર સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનની ટીમમાં પસંદ

ભુજ, તા. 27 : મસ્કા ક્રિકેટ એકેડેમીની બે ક્રિકેટર રીના પ્રવીણભાઇ મોતા અને પ્રિયાંશી હિતેષ નાકરની પ્રતિષ્ઠિત સ્પર્ધાઓ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનની ટીમમાં પસંદગી થઇ છે. બીસીસીઆઇની અંડર-19 સ્પર્ધા માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનની ટીમમાં પ્રિયાંશીની પસંદગી થઇ છે. તે હવે હરિયાણા મુકામે યોજાતી ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. મોતા રીનાની સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (વૂમન્સ) ટીમમાં પસંદગી થઇ છે, જે હવે અમદાવાદ મુકામે યોજાનારી જી-વન ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. એમસીએના હેમંતકુમાર રાંભિયા, કીર્તિભાઇ ગોર, દિનેશભાઇ નાગુ, કોચ શાંતિ પટેલે બંનેને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે, કચ્છ ડિસ્ટ્રીક્ટ અંડર-14ની ટીમમાં અને એસજીએફઆઇ અંડર-14ની ટીમમાં પણ એકેડેમીની ચાર-ચાર ખેલાડી પસંદ થઇ છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang