• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

વરસાદની ખલેલ વચ્ચે બાંગલાદેશનો સંઘર્ષ

કાનપુર, તા. 27 : ભારત અને બાંગલાદેશ વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની બીજી અને અંતિમ મેચ કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં શરૂ થઈ છે. મેચનો પહેલો દિવસ વરસાદના વિધ્નને ખેલાડીઓ અને અમ્પાયરર્સ માટે પરેશાન કરનારો રહ્યો હતો. પહેલા ભીના મેદાનના કારણે ટોસમાં વિલંબ થયો હતો. બાદમાં ભોજનના વિરામ પછી વરસાદના કારણે વિલંબ થયો હતો અને અંતે વરસાદને લીધે પહેલા દિવસની રમત સમય પહેલા જ ખતમ કરવી પડી હતી. આ દરમિયાન બંગલાદેશે 35 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 107 રન કરી લીધા હતા. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીત્યો હતો અને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. બીજા ટેસ્ટમાં બંગલાદેશે મક્કમ શરૂઆત કરી હતી. જો કે મેચમાં પોતાની પહેલી  જ ઓવર ફેંકવા આવેલા આકાશદીપે જાકિર હસનને સ્લિપમાં યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ કરાવી દીધો હતો. તે સમયે બંગલાદેશની ટીમનો કુલ સ્કોર 26 રન થયો હતો.  આકાશદીપે શાદનામ ઈસ્લામને 24 રને એલબીડબલ્યુ કર્યો હતો. લંચ સુધીમાં  બંગલાદેશનો સ્કોર બે વિકેટના નુકસાને 74 રન થયો હતો. લંચ બાદ તરત જ અશ્વિનની બોલિંગમાં કેપ્ટન નજમુલ શાંતો 31  રને એલબીડબલ્યુ થયો હતો. જો કે બાદમાં વરસાદી વિઘ્ન આવતા પહેલા દિવસની રમત પહેલી પુરી થઈ હતી અને માત્ર 35 ઓવર જ ફેંકાઈ હતી અને બંગલાદેશે 107 રન કર્યા હતા. આ દરમિયાન મુશફિકુર રહીમ 6 રને અને મોમીનુલ હક 40 દાવમાં હતા.  કાનપુરના ગ્રીન પાર્ક સ્ટેડિયમના આંકડા જોવામાં આવે તો કાનપુરમાં 24 ટેસ્ટ મેચમાં એક વખત એવું બન્યું છે જ્યારે ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. આ ટેસ્ટ મેચ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1964મા રમાયો હતો. તે મુકાબલામાં ભારતીય ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી અને મેચ ડ્રો રહી હતી. 2021મા ન્યુઝીલેન્ડ સામે કાનપુરમાં રમાયેલી અંતિમ ટેસ્ટ મેચમાં ભારતે અશ્વિન, જાડેજા અને અક્ષરના રૂપમાં ત્રણ સ્પિનર્સ ઉતાર્યા હતા. જે 2016 બાદ આ મેદાન ઉપર રમાયેલો પહેલો ટેસ્ટ મેચ હતો.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang