• શનિવાર, 28 સપ્ટેમ્બર, 2024

વિશ્વકપનો રોમાંચક તબક્કો; રોહિત સેના પર મીટ

ટી-20 વિશ્વકપ ક્રિકેટ સ્પર્ધાનો નિર્ણાયક તબક્કો શરૂ થયો છે. સુપર-8 ગ્રુપમાં ટોચની આઠ ટીમ બાથ ભીડશે અને શાનદાર પ્રદર્શન કરનારી ટીમ વિજય મેળવશે. લખાય છે ત્યાં સુધી ભારત ઉપરાંત યજમાન વેસ્ટ ઇન્ડિઝ, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ચાર ટીમ એવી છે જેણે અગાઉના ગ્રુપ તબક્કામાં એક પણ મેચ નથી ગુમાવી. અલબત્ત, ક્રિકેટની રમત અનિશ્ચિતતાભરી છે. ફોર્મ અને પરફોર્મન્સ જળવાઇ રહે જરૂર નહીં અને અગાઉ નિષ્ફળ ગયેલો ખેલાડી એકાએક મેચ વિજેતા બની જઇ શકે છે. વખતની સ્પર્ધા અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ એમ બે જગ્યાએ રમાણી. અમેરિકા રગ્બી, બાસ્કેટ બોલ, ફૂટબોલનો દેશ છે. ત્યાં ક્રિકેટનું ચલણ નહીંવત છે છતાં આઇસીસીએ ક્રિકેટનો પ્રસાર કરવાના દૃષ્ટિકોણ સાથે નવાં સ્થળની પસંદગી કરી. ન્યૂયોર્ક અને ફ્લોરિડાનાં મેદાનની પીચનો વિચિત્ર વ્યવહાર અને વરસાદી-ભેજયુક્ત હવામાને અડચણો ઊભી કરી. ધીમી પીચ પર સવાસો-દોઢસો રનનો લક્ષ્યાંક આંબવામાં પસીના છૂટી જતા. દરેક ટીમનું ગણિત બદલાઇ?ગયું. પરિણામ આવ્યું કે, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, પાકિસ્તાન જેવી ધરખમ ટીમો પહેલા દોરમાંથી હારીને બહાર ફેંકાઇ ગઇ. યજમાન અમેરિકા, અફઘાનિસ્તાન અને બાંગલાદેશની ટીમ અંતિમ આઠમાં રમી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચેલા વ્યવસાયિક ક્રિકેટરોએ દરેક પરિસ્થિતિમાં ચાવીરૂપ રમત રમવી જોઇએ. ન્યૂઝીલેન્ડ કે પાકિસ્તાન જેવી ટીમ ઓછા જુમલે આઉટ થઇ ગઇ,?એમાં સામેની ટીમની વેધક બોલિંગ-ફિલ્ડિંગની સાથે બેટ્સમેનોની બેજવાબદારીભરી રમતે કારણભૂત રહી છે. અમેરિકા સામે પાકિસ્તાન જેવી ધરખમ ટીમ ઘૂંટણિયે પડી જાય માની શકવા જેવી વાત થઇ અને ભારત વિરુદ્ધની મેચમાં મામૂલી જુમલો ચેઝ કરી શકે ? ખેર, અંતિમ તબક્કાની મેચો વેસ્ટ ઇન્ડિઝમાં છે. ત્યાંનાં પરંપરાગત મેદાનો પર હાઇસ્કોરિંગ મુકાબલા જોવા મળશે એવી આશા રાખીએ. ટીમ ઇન્ડિયાને સંબંધ?છે ત્યાં સુધી આઇપીએલમાં ધૂમ મચાવનાર-ટોપ સ્કોરર વિરાટ?કોહલી સાવ નિષ્ફળ ગયો છે. ત્રીજા ક્રમે-વનડાઉન રમવા ટેવાયેલા વિરાટને દાવનો પ્રારંભ કરવા રોહિત સાથે મેદાનમાં ઉતારવાની રણનીતિ ચાલી નથી. બેટિંગમાં રિષભ પંતના ફોર્મમાં સાતત્ય છે, બોલિંગમાં હાર્દિક પંડયા, બુમરાહ, અર્શદીપસિંહ અસરકારક રહ્યા છે. ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનો જાદુ ચાલ્યો નથી ટીમ માટે ચિંતાનો વિષય છે. યશસ્વી જયસ્વાલની હજુ અજમાઇશ નથી કરી. વેસ્ટ ઇન્ડિઝમાં તખતો ખસેડાયા પછી વિરાટ ફોર્મમાં આવશે એવો ક્રિકેટપ્રેમીઓને વિશ્વાસ છે. કેરેબિયન મેદાનોની પીચ ઉછાળવાળી હોય છે. રોહિત અને વિરાટ?જેવા બેટ્સમેન લયમાં રહ્યા તો તેમના રન બનશે એવી પૂરી સંભાવના છે. ભારત ગ્રુપ-8ની તેની પહેલી મેચ ગુરુવારે અફઘાનિસ્તાન સામે રમવાનું છે. રોહિત અને વિરાટ?જેવા સિનિયર ખેલાડીઓ માટે છેલ્લો વિશ્વકપ હોવાની સંભાવના છે. વન-ડે વિશ્વકપમાં ફાઇનલ સુધી અજેય રહેલી રોહિતસેના ખરા ટાણે ઓસ્ટ્રેલિયાની રણનીતિ સામે ઉણી ઊતરી અને કરોડો ક્રિકેટપ્રેમીઓનું સપનું નંદવાઇ ગયું હતું. રોહિત કેપ્ટન તરીકે ટી-ટ્વેન્ટી વિશ્વકપ જીતે અને 2011 પછીના દુષ્કાળનો અંત આણે એવી આશા રાખીએ. માટે જરૂરી છે એક સંપથી રમવાનું અને સામેની ટીમને દરેક તબક્કે મહાત આપવાનું

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang