• શનિવાર, 20 એપ્રિલ, 2024

ચૂંટણીની રણનીતિ અને મોદીનો વિશ્વાસ

લોકસભા ચૂંટણીનું એલાન થાય ત્યારે, પણ?રાજકીય પક્ષો જોરશોરથી તૈયારીમાં લાગી ગયા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ન્યાય યાત્રામાં ફરી રહ્યા છે, બીજીતરફ?ભાજપે ત્રીજી મુદત માટે સત્તા મેળવવાની રણનીતિને અંતિમ ઓપ દીધો છે. તાજેતરમાં પક્ષની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક નવી દિલ્હી ખાતે યોજાઇ તેને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સંસદની તમામ 582 બેઠક પર પક્ષનું ચિહ્ન `કમળ' ભાજપનો ઉમેદવાર હશે. વિધાનના સંકેત ઘણા છે. ભાજપ પોતાની સંગઠન શક્તિ, કેન્દ્ર સરકારની યોજનાઓનો પ્રભાવ અને મોદીની લોકપ્રિયતા પર જબ્બર વિશ્વાસ ધરાવે છે. રામનાં નામે પથરાએ તરી જાય રીતે `કમળ'ના પ્રતીક પર ચૂંટણી લડનારની જીત પાક્કી એવો ભરોસો કાર્યકર્તાઓને આપવામાં આવી રહ્યો છે. વડાપ્રધાને કહ્યું કે, ભાજપના કાર્યકર્તાઓએ હવેના 100 દિવસ મચી પડવાનું છે. તેમણે કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 દૂર થઇ? સંદર્ભે પક્ષને એકલા હાથે 370 બેઠક અપાવવા હાકલ કરી છે. વિરોધ પક્ષ `ઇન્ડિયા'ની એકતાના કાંગરા ખરી રહ્યા છે વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા અને ગૃહમંત્રી અમિત?શાહ સામે `મોદીની અરજી'નું પાલન કરવા માટેનો પડકાર રહેશે. વડાપ્રધાને કહ્યું કે, 370 બેઠક ડો. શ્યામાપ્રસાદ મુખરજીને શ્રદ્ધાંજલિ હશે. તેમણે માત્ર આગ્રહ કર્યો, બલ્કે કાર્યકર્તાઓને પણ સમજાવ્યું કે લક્ષ્ય હાંસલ કરવા માટે તેમણે શું કરવાનું છે. રવિવારના સંબોધનમાં વડાપ્રધાને દશ વર્ષના કાર્યકાળ દરમ્યાનની સિદ્ધિઓની વાત કરી અને ત્રીજી મુદત દરમ્યાન શું શું કામ કરવાનાં છે એની રૂપરેખા આપી. શ્રી મોદીએ કહ્યું કે, ત્રીજો કાર્યકાળ સત્તા ભોગવવા માટે નહીં હોય, રાષ્ટ્રની ઉન્નતિ માટે કેટલાક મોટાં કામો કરવાનો હશે. પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓને તેમણે સાવધાન કર્યા છે કે ભાજપને ત્રીજી મુદત સત્તામાં મળશે પછી તેમની જવાબદારી અને પડકાર વધી જશે... જન અપેક્ષાઓ સામે ખરા ઊતરવા માટે ખૂબ ધ્યાન રાખવું પડશે. વડાપ્રધાનની શારીરિક ભાષામાં ભારોભાર આત્મવિશ્વાસ છલકે છે. દુનિયાના દેશો પણ માનવા લાગ્યા છે કે કેન્દ્રમાં વધુ એકવાર એનડીએની સરકાર બનવાની છે. કાર્યકર્તાઓને ઉત્સાહિત અને આશાવાન રાખવા રાજનેતાના ચાતુર્ય અને નેતૃત્વ ક્ષમતાનો મહત્ત્વપૂર્ણ માપદંડ છે. જે કામ હાથ?પર લેવાના છે એનો સમયબદ્ધ એજન્ડા અને તે હાંસલ કરવા માટેની રણનીતિનું આગોતરું આયોજન પણ ખૂબ જરૂરી છે. નરેન્દ્ર મોદીની બાબતે હથોટી રહી છે. કેન્દ્રમાં 10 વર્ષ દરમ્યાનના જે મોટાં કામો થયાં એમાં મોદીનો સીધો હસ્તક્ષેપ રહ્યો છે. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જે કાર્યશૈલી હતી, આજે પણ? છે. આગામી ચૂંટણી જીતવાનો વિશ્વાસ હોવા છતાં ભાજપ કોઇ અધૂરાશ છોડવા નથી માગતો એમ લાગે છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang