• શનિવાર, 27 જુલાઈ, 2024

ચંડીગઢમાં લોકશાહીની હત્યા

ભારતીય લોકશાહીમાં અધિકારીઓનાં વલણ અને પગલાં અંગે ક્યારેક ક્યારેક જાગતા વિવાદ ઘણી વખત શરમજનક સ્વરૂપ લઇ લે છે. તાજેતરમાં ચંડીગઢના મેયરની ચૂંટણીમાં સામે આવેલા ઘટનાક્રમથી ખુદ ન્યાયતંત્રે ભારે રોષ અને નારાજગી વ્યક્ત કર્યા છે. ચૂંટણી અધિકારીએ જે રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજેતા જાહેર કર્યા તે પ્રકરણમાં સર્વોચ્ચ અદાલતે ભારે કડક વલણ લીધું છે. બન્યું એવું હતું કે, ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે બહુમતી હોવાનો દાવો કર્યો હતો, પણ મતની ગણતરી વખતે ચૂંટણી અધિકારીએ આઠ મતને અમાન્ય ગણાવીને ભાજપના ઉમેદવારને વિજયી જાહેર કરતાં તેની સામે વાંધો વ્યક્ત થયો હતો. ચૂંટણીની પ્રક્રિયા દરમ્યાનનો જે વીડિયો સામે આવ્યા છે તેમાં અધિકારી મતપત્રો પર સહી કરતા અથવા કંઇક લખી રહ્યા હોય તેમ જણાયું હતું. કોંગ્રેસ અને આપનો આરોપ હતો કે અધિકારીએ આમ કરીને મતપત્રો પર નિશાન કરીને તેને પછીથી અમાન્ય જાહેર કરી નાખ્યા હતા. લોકશાહીમાં પારદર્શકતાની અનિવાર્યતા અને સ્વચ્છ ચૂંટણીની માંગ જ્યારે પ્રબળ બની રહી છે ત્યારે વિવાદે ભારે કડવાશ ઊભી કરી છે. વળી મહત્ત્વની બાબત છે કે પ્રકરણમાં નારાજ પક્ષોએ કરેલી ફરિયાદ પર સ્પષ્ટતા માટે થોડી રાહ જોવાની જરૂરત હતી, પણ મામલે સર્વોચ્ચ અદાલતે જે કડક ટિપ્પણી કરી છે તે ભારે ગંભીર સ્વરૂપ લઇ ચૂકી છે. મામલે સુનાવણી દરમ્યાન સર્વોચ્ચ અદાલતે વીડિયોમાં ચૂંટણી અધિકારી દ્વારા કરાતી કાર્યવાહી દેખાય છે તેને શંકાસ્પદ ગણાવીને સવાલ કર્યો છે કે રીતે ચૂંટણી કેમ થઇ શકે.  મુખ્ય ન્યાયાધીશે એટલે સુધી કહ્યંy કે, અધિકારી મતપત્રમાં ફેરફાર કરતા દેખાય છે. કારણસર આખાં પ્રકરણને અદાલતે લોકશાહીની હત્યા ગણાવીને અદાલતે આવું થવા દેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે.  આઝાદીના સાત દાયકા બાદ લોકશાહી પરિપકવ બની રહી હોવાની લાગણીને બનાવે ધ્વસ્ત કરી હોવાની સ્પષ્ટ છાપ પડી રહી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang