મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 6 : નખત્રાણા તાલુકાના વિથોણના ખારાખાડા ગ્રાઉન્ડ ખાતે વિથોણ ફ્રેન્ડ્સ ગ્રુપ આયોજિત 64 ટીમને સાંકળતી નાઈટ ટૂર્નામેન્ટનો પ્રારંભ થયો હતો. ટોસ ઉછાળીને આરંભ કરતા શાત્રી જગુ મહારાજ (ચાવડકા)એ કહ્યું હતું કે, ક્રિકેટ એ સમાજના લોકોને જોડવાનું, એકતાનું માધ્યમ છે. હનીફ રાજાએ કોમી એકતા થકી સારા કાર્યોની વાત કરી હતી. મુખ્ય દાતા જાડેજા મેઘરાજજી મોડજી (બિબ્બર), સહયોગી દાતા જેઠુભા સાંગાજીનો સહકાર મળ્યો છે. હિતેશ ગઢવી (મોરજર), મહેન્દ્રસિંહ (ચાવડકા), ઉપસરપંચ વાઘજી જાડેજા, અમૃત ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આયોજન ફ્રેન્ડ્સ ગ્રુપના હનીફ રાજા, મહેશ ગોસ્વામી, આસિફ ખત્રી, ભાવસંગ જાડેજા, રાહુલ લોંચા, સાગર જોશી, જાવેદ સમેજા વગેરે જહેમત ઊઠાવી રહ્યા છે. કોમેન્ટેટર સિકંદર ચાકી, ફરદીન સમેજા, સ્કોરર તરીકે અમૃતભાઈ વાઘેલા, જુબેર ખત્રી, અનમ સમેજા સેવા આપી રહ્યા છે. ઉદ્ઘાટન મેચ મોર્નિંગ ઈલેવન (વિથોણ) અને જય માતાજી (અરલ) ટીમો વચ્ચે રમાઈ હતી, જેમાં વિથોણ ટીમનો વિજય થયો હતો.