• મંગળવાર, 17 સપ્ટેમ્બર, 2024

સુરતમાં યોજાયેલી રાજ્યકક્ષાની સ્કેટિંગ હરીફાઈમાં ગાંધીધામનો ડંકો

ગાંધીધામ, તા. 6 : સુરતમાં 42મા ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ એસોસિએશન દ્વારા રાજય કક્ષાની સ્કેટિંગ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં રમાબેન મોહનલાલ દાવડા ફિઝીકલ એજયુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એ.ડી સ્કેટિંગ શાળાની છાત્રાએ મેદાન માર્યું હતું. આ હરીફાઈમાં 500 જેટલા ખેલાડીએ ભાગ લીધો હતો.આ હરીફાઈમાં 11થી 14 વયમાં ઈનલાઈન સ્કેટિંગ હરીફાઈમાં કોચ અંકુશ દાવડાના માર્ગદર્શન તળે તાલીમ મેળવનાર કાવ્યા પરેશભાઈ કુકાડિયાએ સુવર્ણ, રજત અને કાંસ્ય સાથે ત્રણ ચંદ્રક મેળવ્યા હતા. આગામી દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાની હરીફાઈમાં ભાગ લેશે. ડી.એન.વી. કોલેજના મહેન્દ્ર બલદાણીયા તથા રાજેન્દ્રભાઈ શાહ દ્વારા ખેલાડીને મેદાન આપી સહકાર આપ્યો હતો. શાળા સંચાલિત ટ્રસ્ટના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ દાવડા, જસુબેન દાવડા, રાજેન્દ્રભાઈ વિઠલાણી, કિશોરભાઈ ગોટેચા સહિતનાએ વિજેતા વિદ્યાર્થિનીને બિરદાવી હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang