• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

વડાપ્રધાન મોદી 15મીએ એશિયન ગેમ્સના ચંદ્રક વિજેતાઓને મળશે

નવી દિલ્હી, તા. 8 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 15 ઓક્ટોબરે જાપાનના આઈચી-નાગોયા ખાતે સંપન્ન થયેલી 20મી એશિયન ગેમ્સના ભારતીય પદક વિજેતા રમતવીરો સાથે સીધો સંવાદ સાધશે અને તેમને પ્રોત્સાહિત કરશે. નવી દિલ્હી સ્થિત પીએમ આવાસ ખાતે મુલાકાત થશે. આ સમારોહ દરમિયાન વડાપ્રધાન મેડલ વિજેતા ખેલાડીઓ તેમજ તેમના કાચિંગ સ્ટાફ સાથે વ્યક્તિગત વાતચીત કરી દેશનું નામ રોશન કરવા બદલ અભિનંદન પાઠવશે. જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાયેલા એશિયન રમતોત્સવમાં ભારતીય દળે ઐતિહાસિક લડાયક મિજાજ પ્રદર્શિત કર્યો હતો. ભારતે આ સ્પર્ધામાં કુલ 85 મેડલ પોતાનાં નામે કર્યાં હતાં, જેમાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. શાનદાર સાતત્યપૂર્ણ પ્રદર્શનના આધારે ભારત મેડલ ટેલીમાં ચોથા સ્થાને રહેવામાં સફળ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનો ત્રિરંગો લહેરાવનારા ખેલાડીઓનું મનોબળ વધારવા માટે વડાપ્રધાન મોદી હંમેશાં અગ્રેસર રહેતા આવ્યા છે. મેગા સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ બાદ ખેલાડીઓ સાથે રૂબરૂ મુલાકાત કરવાની તેમની પરંપરા રહી છે. આ અગાઉ કોમનવેલ્થ ગેમ્સ 2026 પૂર્ણ થયા બાદ ગત 9 ઓગસ્ટે પણ તેમણે ભારતીય મેડલ વિજેતાઓનું પીએમ આવાસ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd