• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

રગ્બીમાં રાજ્યકક્ષાએ કચ્છનો ડંકો, ભુજની શાળાની છાત્રાઓ બની ચેમ્પિયન

ભુજ, તા. 8 : રમતગમત પ્રવૃત્તિ ગાંધીનગર દ્વારા શાળાકીય સ્પધાઓ અંતર્ગત રગ્બી અંડર-17 રાજ્યકક્ષાની સ્પર્ધા ગાંધીનગર ખાતે યોજાઈ હતી. સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિરની દીકરીઓ જિલ્લાકક્ષાએ વિજેતા થઈ હતી. કચ્છનું પ્રતિનિધિત્વ કરી રાજ્યમાં ચેમ્પિયન બની ગોલ્ડ મેડલ મેળવીને સંસ્થા તેમજ કચ્છનું ગૌરવ વધાર્યું છે.  વિજેતા ટીમમાં જીનલ અશોકભાઈ ચૌહાણ, ચાહત રમણીકભાઈ સોરઠિયા, હેત્વી મનજીભાઈ ભુડિયા, સુમિત્રા વિનોદભાઈ વેકરિયા, દિયા કિશોરભાઈ વેકરિયા, જાન્વી હિતેષભાઈ માનાણી, ખુશી હરેશભાઈ ભુવાનો સમાવેશ થાય છે. વિજેતા દીકરીઓને ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી, સંત મંડળ, સાં.યો. મહંત સામબાઈ ફઈ સાથે સમસ્ત સાંખ્યયોગી બહેનોએ શુભેચ્છા પાઠવી હતી. મંદિરનું ટ્રસ્ટી મંડળ, સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ મેપાણી, મંત્રી પ્રવીણભાઈ પિંડોરિયા, સંચાલક મંડળ, સંસ્થાના આચાર્યા દક્ષાબેન પિંડોરિયા, કોચ રશ્મિતાબેન, સ્ટાફગણ તેમજ દેશ-વિદેશના હરિભક્તો દ્વારા અભિનંદન અપાયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd