• ગુરુવાર, 08 ઑક્ટોબર, 2026

મુંદરાની વશિષ્ઠ પબ્લિક સ્કૂલની કબડ્ડી ટીમ તાલુકા કક્ષાએ વિજેતા

મુંદરા, તા. 7 : અહીંની  વશિષ્ઠ પબ્લિક સ્કૂલ, ઉમિયાનગર ખાતે  ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલી કબડ્ડી સ્પર્ધામાં 22 ટીમે ભાગ લીધો હતો.  સ્કૂલની અંડર-14 કબડ્ડી ટીમે મુંદરા તાલુકા કક્ષાએ વિજેતાનો ખિતાબ પોતાનાં નામે કર્યો હતો. આ વિજય સાથે અંડર-14 કબડ્ડી ટીમ હવે જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામી છે.  અંડર-14 ટીમના કેપ્ટન નીલરાજાસિંહના નેતૃત્વ હેઠળ ટીમે શાળા પરિવારને ગૌરવ અપાવ્યું હતું. અંડર-14, અંડર-17 અને ઓપન કેટેગરી આ ત્રણેય વિભાગમાં ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. ઉમિયાનગર વિસ્તારમાં પ્રથમ વખત આયોજિત  આવી મોટી રમતની સ્પર્ધાના આયોજક ચેરમેન  રાજેશ વશિષ્ઠ, મેનાજિંગ ડિરેક્ટર રેખા  વશિષ્ઠને આવી તક આપવા બદલ બિરદાવાયા હતા. સ્કૂલના પ્રાચાર્ય  વ્યાયામ શિક્ષક મોહિન્દર શિવચરણ મસીહની તાલીમ અને માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ કુશળતાનું પ્રદર્શન કર્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd