• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

જ્ઞાનેશ સામે ત્રીજા દિવસેય વિપક્ષનું હલ્લાબોલ

નવી દિલ્હી, તા. 8 : મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ ગુરુવારે સળંગ ત્રીજા દિવસે દિલ્હીથી બેંગ્લોર સુધી વિવિધ ભાગોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરાયાં હતાં. કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીની સાથોસાથ વિપક્ષી ઈન્ડિયા જોડાણના સાંસદો બસોમાં બેસીને રાજઘાટ પહોંચ્યા હતા, જ્યાં ઉગ્ર વિરોધ દેખાવો કર્યા હતા. પ્રદર્શનને ધ્યાને લેતાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ હતી. રાજઘાટ પર લગભગ એક કલાક રાહ જોયા પછી સાંસદોને પ્રવેશ કરવા દેવાયો હતો. રાજઘાટ પર રાહુલ-પ્રિયંકા સહિત સાંસદોએ ગાંધીજીને અંજલિ આપી હતી. વિપક્ષી પ્રદર્શનથી દિલ્હીમાં ટ્રાફિકજામ થઈ ગયો હતો. દેખાવો પહેલાં રાજઘાટ પહોંચ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આરોપ મૂક્યો હતો કે કેન્દ્રની મોદી સરકાર લોકોના મતદાન કરવાનો મૌલિક અધિકારી છીનવી રહી છે. ગાંધીબાપુને પ્રાર્થના કરીએ છીએ કે, સરકારને સદ્બુદ્ધિ આપે. લોકોને મત આપવાનો અધિકાર ન છીનવે. રાજધાનીમાં છેલ્લા બે દિવસથી ધરણાંની એક ડિઝાઇન જોવા મળી હતી. આજે પણ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વિપક્ષી સાંસદોને ભોજન કરાવ્યું હતું. ભોજન કર્યા બાદ વિપક્ષી સાંસદો બસોમાં બેસીને રવાના થઇ ગયા હતા. ફરક એટલો જ રહ્યો કે બુધવારે જંતરમંતર ગયા હતા, જ્યારે આજે રાજઘાટ પર પહોંચ્યા હતા. એ પહેલાં ગત મંગળવારે વિપક્ષી નેતાઓએ સંસદ ભવનથી ચૂંટણીપંચના મુખ્યમથક સુધી રેલી કાઢી હતી. ફરી આવતીકાલે શુક્રવારની સવારે 10 વાગ્યે વિપક્ષી ઇન્ડિયા જોડાણનું 10 સભ્યનું પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત કરશે. ખડગે અને રાહુલ ગાંધી આ પ્રતિનિધિ મંડળમાં સામેલ થશે. શુક્રવારે સળંગ ચોથા દિવસે પણ વિપક્ષો જ્ઞાનેશકુમાર વિરુદ્ધ પ્રદર્શન કરશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd