ભુજ, તા. 8 : લખપત તાલુકાના નારાયણ સરોવરમાંથી
પરપ્રાંતિય સગીરાનું અપહરણ થતાં ફરિયાદ નોંધાઇ છે. આ અંગે ગઇકાલે નારાયણ સરોવર પોલીસ
મથકે મૂળ પંચમહાલ બાજુના સગીરાના વાલીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની 14 વર્ષ અને પાંચ માસની સગીર દીકરીનું
ગત તા. 21/9ના રાતથી બીજા દિવસની સવાર
સુધી આરોપી અજય ચંદુભાઇ ઝાલૈયા (રહે. દયાલકાકરા,
તા. ગોધરા, જિ. પંચમહાલ)એ ફરિયાદીના કાયદેસરના
વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયો છે. પોલીસે પોક્સો સહિતની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ
હાથ ધરી છે.