ગાંધીધામ, તા. 8 : આડેસર ગામમાં આવેલાં ખેતરપાળ
કોમ્પ્લેક્સમાં કાર્યરત `ન્યૂ લાઈફ
કેર હોસ્પિટલ'માંથી કોમ્પ્યુટર ચોરાઈ
જવાનો બનાવ સામે આવ્યો છે. મળતી વિગતો અનુસાર, ફરિયાદી કમલેશભાઈ
રામજીભાઈ ઠાકોર અને તેમના ભાગીદારો દ્વારા
સંચાલિત ન્યૂ લાઈફ કેર હોસ્પિટલમાં ગત તારીખ 2/10/26ના આ ચોરીની ઘટના બની હતી.
ફરિયાદીના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં
તપાસ કરતાં કોમ્પ્યુટર મળી આવ્યું ન હતું, જેથી કોમ્પ્લેક્સ તેમજ
હોસ્પિટલના સ્ટાફ અને ભાગીદારો સાથે મળીને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જો કે,
લાંબી તપાસ બાદ પણ કોમ્પ્યુટરનો કોઈ પત્તો ન લાગતાં આખરે તમામ ભાગીદારોની
ચર્ચા-વિચારણા બાદ પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બનાવ અંગે
આડેસર પોલીસે અજાણ્યા શખ્શ સામે ગુનો દાખલ કર્યો છે. ચોરાયેલા કોમ્પ્યુટરની અંદાજિત
કિંમત રૂ. 60,000 બતાવવામાં
આવી છે. પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.