• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

`રાસ ઓફ કચ્છ'માં મુખ્યમંત્રી, મંત્રીમંડળને આમંત્રણ

ગાંધીધામ, તા. 8 :  કચ્છના સૌથી ભવ્ય નવરાત્રિ મહોત્સવ `પ્રાચીન ગરબા  રાસ ઓફ કચ્છ'નું 11 દિવસ સુધી આયોજન કરાયું છે. આ આયોજન થકી ખેલૈયાઓને નવતર   અનુભવ  કરાવવાનો પ્રયાસ કરાયો છે. આ મહોત્સવમાં રાજ્ય સરકારનાં મંત્રી મંડળ, પ્રદેશ ભાજપ સંગઠનને  આમંત્રિત કરાયા છે. સમગ્ર તૈયારીઓને આખરી  ઓપ આપવામાં આવી રહ્યો છે. - મંત્રી મંડળને માહિતગાર : ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી  હર્ષભાઈ સંઘવી, પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માની રૂબરૂ મુલાકાત કરાઈ હતી. આ ઉપરાંત રાજ્ય સરકારના મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, કુંવરજીભાઈ બાવળિયા, પ્રફુલ્લભાઈ પાનસેરિયા અને દર્શનાબેન વાઘેલાની પણ મુલાકાત લેવામાં આવી હતી. આયોજકોએ મહોત્સવની રૂપરેખા, કચ્છી થીમ અને પ્રાચીન ગરબા પરંપરાને જીવંત રાખવાના ઉદ્દેશ અંગે માહિતી આપી મહોત્સવનું આમંત્રણ પાઠવ્યું હતું અને સૌએ  આયોજનને બિરદાવ્યું હતું અને ઉપસ્થિત રહેવાની  ખાતરી આપી હતી. તા. 10થી 20 ઓક્ટોબર સુધી  અરાવિંદ જોશી એન્ડ કંપની પ્રસ્તુત અને `99 ઇવેન્ટ્સ' દ્વારા આયોજિત રાસ ઓફ કચ્છમાં  ખેલૈયાઓ ઝૂમશે. - કચ્છની થીમ પર રાસ ઓફ કચ્છ : કચ્છની થીમ ઉપર આધારિત   મહોત્સવમાં કચ્છની પરંપરાગત કલા, ભરતકામ, રંગબેરંગી શણગાર અને લોકસંસ્કૃતિની ઝલક જોવા મળશે. આધુનિક સમયમાં વિસરાતી જતી પ્રાચીન ગરબી અને મંડળી પરંપરાને ફરી જીવંત કરવાનો પ્રયાસ કરાયો છે. - લોકપ્રિય કલાકારોના સૂર : ગુજરાત અને કચ્છના જાણીતા ગાયક કલાકારો સૂરજ સોલંકી, બિંદુ રામાનુજ, નંદલાલ છાંગા અને દિવાળીબેન આહીર પોતાના સૂરીલા કંઠે ખેલૈયાઓને ઝૂમાવશે. લોકસંગીતની મીઠાશ અને લાઇવ સંગીતના તાલ સાથે દરેક રાત્રિ યાદગાર બની રહેશે. - પરિવાર માટે અનુભવ : `રાસ ઓફ કચ્છ' માત્ર ગરબા રમવાનું સ્થળ નથી, પરંતુ સમગ્ર પરિવાર માટેનો ઉત્સવ છે. મુલાકાતીઓ(ગરબારસિકો)માટે આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે :   બાળકો માટે સુરક્ષિત અને આનંદદાયક રમતનું સ્થળ સહિતની સુવિધા  ઉપલબ્ધ કરાવાઈ છે. - આયોજન અને સહયોગ : આ મહોત્સવ ડીપી વર્લ્ડ અને ડીપીએના સહયોગથી યોજાઈ રહ્યો છે. આયોજન સમિતિમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પણ જોડાયાં છે. વધુ માહિતી માટે  ફિફતજ્ઞરસાભિંવ.શક્ષ અને 70690 96666 ઉપર સંપર્ક સાંધવા જણાવાયું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd