• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

હત્યા કેસમાં છ વર્ષથી નાસતી ફરતી બે મહિલા આરોપીને સાંચોરથી ઝડપી લેતી ગાંધીધામ પોલીસ

ગાંધીધામ, તા. 8 : અહીંની બી-ડિવિઝન પોલીસે વર્ષ 2021ના ચકચારી હત્યા કેસમાં છ વર્ષથી નાસતી ફરતી બે મહિલા આરોપીને રાજસ્થાનના સાંચોર ખાતેથી પકડી પાડી છે.  વર્ષ 2021માં ગાંધીધામના આઝાદનગર (નટવાસ) ખાતે જૂના ઝઘડાનું મનદુ:ખ રાખી તેજલબેન નામની મહિલા પર કેરોસીન છાંટી સળગાવી દઈ તેમની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ ગુનામાં અગાઉ પકડાયેલા ચાર પુરુષ આરોપીને સેશન્સ કોર્ટ દ્વારા આજીવન કેદની સજા અને રૂ. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. દરમિયાન ગુનો આચર્યા બાદ ધરપકડથી બચવા રાજસ્થાન ખાતે ભાગી ગયેલી બે મહિલા આરોપીઓ પેપાબેન પ્રકાશભાઈ નટ (ઉં.વ. 40) અને અફસાના હિતેશભાઈ નટ (ઉં.વ. 29) અંગે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે બાતમી મળી હતી, જેના પગલે પી.આઈ. એસ.વી. ગોજિયા તથા પી.એસ.આઈ. એલ.એન. વાઢિયાની ટીમે સાંચોર (રાજસ્થાન) ખાતે દરોડો પાડી બંને મહિલા આરોપીની ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd