• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

એઆઇને અંકુશમાં રાખવા સરકારની તૈયારી

નવી દિલ્હી, તા. 8 : ભારતમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સના વધતા ઉપયોગ વચ્ચે સરકાર હવે તેના માટે નિયમો બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. ખાસ કરીને એઆઇ સંબંધિત જોખમો અને લોકો ઉપર તેના ઉપયોગની અસરને લઈને સરકારે પોતાની તૈયારીઓ વેગવંત બનાવી છે. કેન્દ્રીય આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે, સરકાર એક માસમાં એઆઇ રેગ્યુલેશન (નિયમન) ઉપર પરામર્શ પત્ર જારી કરશે. આમાં એઆઇ સુરક્ષા, ડીપફેક અને માણસને પ્રાથમિકતા આપવા જેવા મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ જારી થવાનાં અવસરે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા વૈષ્ણવે કહ્યું હતું કે, તેઓ વિભાગને નિયમો ઉપર કેન્દ્રિત એક પરામર્શ પત્ર લાવવાનો અનુરોધ કરશે. જેમાં સૌથી મહત્ત્વની વાત એઆઇના ઉપયોગ સંબંધિત સુરક્ષાનો મુદ્દો છે. વૈષ્ણવે ડીપફેકને એવી પરેશાની ગણાવી હતી જેનાથી સમાજમાં મોટી સમસ્યાઓ પેદા થઈ શકે છે. તેમણે કહ્યું કે, આની ગુણવત્તા રોજ બહેતર બની રહી છે. લોકો તેનાં ઉપર ભરોસો કરી લે તો મોટી અને ખોટી મિસાલ કાયમ થઈ જાય.  સરકારનું એવું માનવું છે કે, એઆઇ કે અન્ય ટેકનોલોજીને માત્ર કાનૂનથી નિયમિત ન કરી શકાય. આપણે તેના માટે ટેક્નોલીગલ સમાધાન લાવવું પડશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd