અંજાર, તા. 8 : અહીંની નગરપાલિકા દ્વારા સતત
ત્રણ દિવસથી દબાણ હટાવ ઝુંબેશ ચલાવવામાં આવી
છે, જેને લઈને
નાના વેપારીઓની રોજગારી છીનવાઈ જતાં વેપારીઓએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું
હતું. તહેવારોના દિવસોમાં પાલિકા દ્વારા અતિક્રમણ
દૂર કરવાની કાર્યવાહીને પગલે નાના વેપારીઓની રોજગારી છીનવાઈ છે, નારાજ વેપારીઓએ આજે નગરપાલિકામાં
આવીને સત્તાપક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને દેખાવો કર્યા હતા. આ વેળાએ સ્થાનિક નાના
વેપારીઓના હિતને ધ્યાનમાં રાખીને વેપાર માટે
વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગ કરાઈ હતી.
આ વેળાએ વેપારીઓએ આક્ષેપ કરતા કહ્યંy હતું કે, કાર્યવાહી દરમ્યાન તંત્ર દ્વારા લારીઓ સાથે માલસામાન જપ્ત કરવામાં આવે છે,
જેથી આર્થિક નુકસાન સહન કરવું પડે છે. વિરોધ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ
ગજરાજસિંહ ઝાલા,વેપારી અગ્રણી ભાવેશભાઈ ઠક્કરે ગંભીર આક્ષેપો
કરતાં જણાવ્યું હતું કે, માત્ર નાના વેપારીઓને હેરાન કરવા માટે
આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે.