• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

ઉગેડી ક્રિકેટ ગ્રુપ દ્વારા યુપીએલ સિઝન-5નું આયોજન કરાયું

મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 8 : ઉગેડી ક્રિકેટ ગ્રુપ દ્વારા ઉગેડી પ્રીમિયર લીગ સિઝન-5  ડે-ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરાયું હતું. ફાઇનલના રસાકસીભર્યા મુકાબલામાં  જય ગોગા ઈલેવન વિજેતા થઈ અને જીનામ ઇલેવન ઉપવિજેતા રહી હતી. હરેશ વાઘેલા મેન ઓફ સિરીઝ તથા બેસ્ટ બેટ્સમેન સચિન આહીર, બેસ્ટ બોલર નીરવ લોન્ચા, બેસ્ટ ફિલ્ડર દીપમ પંડયા અને ફાઇનલ મેન ઓફ ધ મેચ હરેશ વાઘેલા બન્યા હતા. દાતાઓ દ્વારા ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કરણ રબારી (સરપંચ-ઉગેડી)એ નાના ગામડાંમાં રમતગમતના કાર્યક્રમ થકી એકતા વધે છે તેમ કહ્યું હતું. ભૂપતસિંહ સોઢા-ઉપસરપંચ-ઉગેડી તથા ગ્રામ પંચાયત સદસ્યો, દાતાઓ તથા બહોળી સંખ્યામાં ઉગેડી - મોરાયના ગ્રામજનો હાજર રહ્યા હતા. સમગ્ર સંચાલન હિતેશ વાઘેલાએ કર્યું હતું, ઉગેડી ક્રિકેટ ગ્રુપે જહેમત ઉઠાવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd