• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

અસ્તિત્વ બચાવવા મથતું કેરાનું ઐતિહાસિક લાખેશ્વર મંદિર

કેરા (તા. ભુજ), તા. 8 : કેરામાં ઐતિહાસિક લાખેશ્વર મંદિરની જાળવણી ન કરાતાં ખંડેર બનવાની કગાર પર છે. વર્ષ 2001ના વિનાશક ભૂકંપ બાદ મંદિરને ભારે નુકસાન થયું હતું. ભૂકંપને આજે 25 વર્ષ થવા આવ્યા છતાં મંદિરના સંરક્ષણ અને પુન:સ્થાપન માટે નક્કર કામગીરી ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા દસ વર્ષમાં મંદિરના નાના-મોટા ભાગો સતત ધરાશાયી થઈ રહ્યા છે. તાજેતરમાં પડેલા વરસાદના કારણે મંદિરના અમુક ભાગને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. ઈતિહાસપ્રેમીઓનું કહેવું છે કે લાખેશ્વર મંદિર કચ્છની ઐતિહાસિક વારસાની મહત્ત્વની ધરોહર છે. સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક વર્ષથી પુરાતત્ત્વ વિભાગ તરફથી મંદિરની કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તેવું જણાવાયું હતું જો કે, નવાઈની વાત એ છે કે, હજુ સુધી સ્થળ પર કોઈ નોંધપાત્ર કામગીરી થઈ નથી. મંદિરની જર્જરિત સ્થિતિને જોતા સ્થાનિકોએ પુરાત્ત્તવ વિભાગ તાત્કાલિક સ્થળ નિરીક્ષણ કરી જરૂરી સુરક્ષા અને સંરક્ષણ કામગીરી કરે તેવી માંગ કરી છે. મંદિરનોકોઈ મોટો ભાગ અચાનક ધરાશાયી થાય અને જાનહાનિ થાય તે પહેલાં તંત્ર દ્વારા જરૂરી પગલાં ભરાય તેવી માંગ ઊઠી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd