ભુજ, તા. 8 : પાલારા સેવાશ્રમમાં પિતૃતર્પણની
શાત્રોક્ત વિધિમાં મહિલા મંડળોએ સહભાગિતા નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા રામદેવ સેવાશ્રમ તથા એમ.એલ.ભક્તા વડીલોનો વિસામો
પાલારા-કચ્છ ખાતે શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિમાં અનેક શ્રદ્ધાળુ પરિવારો જોડાઇ રહ્યા
છે. દરરોજ વિવિધ મહિલા મંડળો દ્વારા સેવાશ્રમે વિધિવિધાનમાં જોડાઇ સ્વહસ્તે પિતૃને
પાણી અર્પણ કરાય છે. આ અંતર્ગત કેરા મહિલા મંડળ-કેરા, ભવનાથ સત્સંગ
મંડળ-ભુજ, જયનગર-મહાવીરનગર મહિલા મંડળ, વાલદાસનગર તથા નવી રાવલવાડી મહિલા મંડળ, પરજીયા બ્રહ્મ
સમાજ મહિલા મંડળ-માધાપર, મંડળો સેવાશ્રમ સ્થળે પિતૃ તર્પણની શાસ્ત્રોક્ત
વિધિમાં જોડાયા હતા. આ પ્રસંગે પ્રબોધ મુનવર તથા પૃથ્વીરાજાસિંહ જાડેજાએ બંને સેવાશ્રમની
ચાલી રહેલી પ્રવૃત્તિઓની માહિતી આપી હતી. દિપક મારાજ નારાયણ સરોવરવાલાએ શાસ્ત્રોક્ત
વિધિ કરાવી હતી. શ્રાદ્ધ પ્રસંગે માનસિક દિવ્યાંગોને ભોજન કરાવ્યું હતું. આનંદ રાયસોની,
સહદેવાસિંહ જાડેજા, કનૈયાલાલ અબોટી, પંકજ કુરૂવા, દેવેન્દ્ર જીવાણી, દિલીપ લોડાયા વિગેરેએ વ્યવસ્થા સંભાળી હતી.