• શુક્રવાર, 09 ઑક્ટોબર, 2026

દિલ્હીમાં વિપક્ષી મોરચાનું દંગલ : રાહુલ V/S જ્ઞાનેશકુમાર (મોદી)

વિરોધ પક્ષોનું ઇન્ડિ ગઠબંધન એસઆરઆઇ દરમ્યાન 13 કરોડથી પણ વધારે મતદારોનાં નામ ખોટી રીતે હટાવવાનો આરોપ મૂકીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનાં રાજીનામાંની માંગ સાથે જંગે ચડયું છે. દિલ્હીમાં રાહુલ ગાંધીના નેતૃત્વમાં બે દિવસ રસ્તા પર ઘમસાણ મચ્યું છે. મંગળવારે ઇન્ડિ મોરચા દ્વારા ચૂંટણીપંચ સામે દેખાવોએ અણધાર્યો ટર્ન લઇ લીધો. ત્રીજા દિવસે પણ એ જ પદ્ધતિએ દેખાવો થયા હતા. મંગળવારે વિરોધ પક્ષના સાંસદોને ચૂંટણીપંચના મુખ્યાલય પહેલાં અટકાવી પોલીસે તેમની અટકાયત શરૂ કરી અને બસોમાં બેસાડી તેમને નવી દિલ્હીનાં વિવિધ પોલીસ સ્ટેશને લઈ જવાનું શરૂ કર્યું ત્યારે રાહુલ ગાંધીએ આકાશવાણી ભવન બહારની એક બસમાં બેઠેલી બહેન પ્રિયંકાને ઈશારો કર્યો અને બન્ને ભાઈ-બહેન આકાશવાણી ભવનના પરિસરમાં પ્રવેશ્યા. તેમનો ઇરાદો તો આકાશવાણી ભવનના પાછલા દરવાજેથી બહાર નીકળી ચૂંટણીપંચના મુખ્યાલયમાં પ્રવેશવાનો હોઇ શકે. કેમ કે, અન્ય રસ્તાઓ પોલીસે રેલી માટે બ્લોક કરી રાખ્યા હતા. આકાશવાણી ભવનમાં આ બન્ને પ્રવેશ્યા ત્યાં જ પોલીસે પાછલો દરવાજો બંધ કરી નાખતાં રાહુલ-પ્રિયંકા નવ કલાક ત્યાં જ બેસી પડયા હતા. પહેલેથી આવું કંઈ નક્કી નહોતું અને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને ટીએમસીના અભિષેક બેનરજી અને ડેરેક ઓબ્રાયનની અટકાયત અને પોલીસે રેલીને રોકી પાડયા પછી રાહુલે આ સરપ્રાઇઝ દેખાવો શરૂ કર્યા હતા. આ પહેલાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના નીટ પેપરલીક વિરોધી પ્રદર્શનો વખતે પણ રાહુલ ગાંધીએ પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન ખાતે આવું જ અણધાર્યું પગલું ભર્યું. રાહુલ ગાંધી આકાશવાણી ભવન પરિસરમાં પ્રવેશ્યા એ બાબતથી કોંગ્રેસના નેતાઓ પણ અજાણ હતા અને જે થયું એ જોઈ તેઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. સર્વોચ્ચ અદાલતે સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનરને સસ્પેન્ડ કરવાનો વચગાળાનો આદેશ આપવાની ના પાડવા સાથે કહ્યું હતું કે, તેમની સામેના આક્ષેપો માત્ર અખબારી અહેવાલ છે. જો કે, ફોર્મ નં. 6માં કરાયેલા ફેરફારો અદાલતે નથી કર્યા એ સ્પષ્ટતા કરવા સાથે આ બાબતમાં ચૂંટણી કમિશનર અને સરકારને નોટિસ ફટકારી હતી. જો કે, રાહુલ-પ્રિયંકાના આક્રમક દેખાવોને કારણે સર્વોચ્ચ અદાલતે કરેલી મહત્ત્વની ટિપ્પણીઓ પરથી ધ્યાન હટીને આકાશવાણી ભવન પર કેન્દ્રિત થયું હતું. ભાજપે રાહુલ ગાંધી તથા ઇન્ડિ બ્લોકની રેલીને દેશમાં અરાજકતા સર્જવાનો વધુ એક પ્રયાસ ગણાવવા સાથે સવાલ કર્યો છે કે, કોંગ્રેસે સ્પષ્ટ કરવું જોઈએ કે, મૃત્યુ પામેલા લાખો લોકોનાં નામ મતદારયાદીમાંથી દૂર કરવા સામે તેમનો વિરોધ છે કે પછી એકથી વધુ વાર નામની છટણી કરાઈ એની સામે. બીજા દિવસે પણ વિપક્ષી મોરચો રસ્તા પર હતો. બપોર બાદ જંતરમંતર તરફ જવાનો પ્રયાસ કર્યો. દિલ્હીના માર્ગો પર હાઇવોલ્ટેજ ડ્રામા વચ્ચે રાહુલ-પ્રિયંકાની અટકાયત કરવામાં આવી હતી. વિરોધ પક્ષ નેતાનું સીધું નિશાન નરેન્દ્ર મોદી છે. એનડીએ સરકાર પાડવાનું મિશન આજ નહીં તો કાલે સફળ થશે એવું કોંગ્રેસ નેતાગીરી સપનું જોઇ રહી છે. સમયાંતરે દેશની સેના, ઈવીએમ તથા સર્વોચ્ચ અદાલત વિરુદ્ધ મોરચો માંડતાં રાહુલ ગાંધીએ આ વખતે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે હુમલો શરૂ કર્યો છે. 2007માં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે. ઉત્તરપ્રદેશ મુખ્ય છે. વિરોધ પક્ષની હલ્લાબોલ પાછળનો મકસદ રાજકીય લાભ ખાટવાનો હોય એ સ્વાભાવિક છે, પરંતુ ચૂંટણીપંચ-વિશેષ તો સીઇસી જ્ઞાનેશકુમાર ભીંસમાં મુકાયા છે. આ સંજોગોમાં દેશની નજર સુપ્રીમ કોર્ટ પર મંડાઇ છે. સુપ્રીમના એક વર્તમાન જજ ઉજ્જવલ ભુઇયાંએ હૈદરાબાદ ખાતે લો યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં કહ્યું કે, ભારતીય નાગરિકોને મતદાન કરાવતો અધિકાર બંધારણની મૂળ સંરચનાનો અંતિમ ભાગ છે. કોઇ નાગરિકને ખોટી રીતે મતદાનથી વંચિત ન રાખી શકાય. એસઆઇઆર એ માત્ર રાજકીય મુદ્દો જ નથી, ચૂંટણીપંચની પ્રતિષ્ઠા તેની સાથે સંકળાયેલી છે. સુપ્રીમ કોર્ટનું વલણ મહત્ત્વપૂર્ણ બની રહેશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd