• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

પ્રયોગોનો સમય પૂરો : શુભમન ગિલ

નવી દિલ્હી, તા. 4 : ભારતીય સુકાની શુભમન ગિલનું માનવું છે કે 2027ના વન-ડે વર્લ્ડકપ પહેલાં ભારત પાસે ગણ્યાગાંઠયા વન-ડે મુકાબલા બાકી છે, તેથી હવે નવા પ્રયોગો કરવાનો સમય વીતી ચૂક્યો છે.  ગિલે જણાવ્યું હતું કે, સાચું  કહું તો હવે પ્રયોગો માટે વધુ સમય નથી. અમે જે કોમ્બિનેશન સાથે વર્લ્ડકપ રમવા માગીએ છીએ, તે તમામ ખેલાડીઓ આગામી શ્રેણીથી ટીમમાં નિયમિતપણે સાથે રમે તે જરૂરી છે. જો કે, તેણે સ્વીકાર્યું હતું કે નિયમિત બોલરોની ગેરહાજરીથી નવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મંચ પર તક મળી શકી. વેસ્ટ ઈન્ડિઝ સામેની આખી શ્રેણી દરમિયાન ભારતીય બાલિંગ આક્રમણ પાવરપ્લેમાં શરૂઆતી વિકેટો ઝડપવામાં નિષ્ફળ રહ્યું હતું. ત્રીજી વન-ડેમાં નવા બોલરો શરૂઆતમાં દબાણ બનાવી ન શકતાં વેસ્ટ ઈન્ડિઝને મેચ પર પકડ જમાવવાની તક મળી ગઈ હતી. બાલિંગ ઉપરાંત નબળી ફિલ્ડિંગ પણ ટીમ ઇન્ડિયા માટે ચિંતાનો વિષય રહી. ત્રીજી વન-ડેમાં ભારતીય ફિલ્ડરોએ 3થી 4 કેચ છોડયા, જ્યારે સમગ્ર શ્રેણી દરમિયાન ભારતે અંદાજે 7 કેચ ડ્રોપ કર્યા હતા. ગિલના મતે, આંતરરાષ્ટ્રીય સ્તરે આવી ભૂલોથી મેચની લય તૂટી જાય છે અને વર્લ્ડકપની તૈયારીમાં ફિલ્ડિંગનું સ્તર સુધારવું અનિવાર્ય છે. આ શ્રેણીમાં પદાર્પણ કરનારા આકિબ નબી અને અંશુલ કમ્બોજનો બચાવ કરતાં ગિલે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય સ્તરના દબાણ સાથે અનુકૂલન સાધવામાં યુવા ખેલાડીઓને સમય લાગે છે. તે જ રીતે, રવીન્દ્ર જાડેજાના સ્થાને નીતીશ રેડ્ડીને રમાડવાનો નિર્ણય કોઈ વ્યક્તિગત પસંદગી નહીં, પરંતુ પરિસ્થિતિ આધારિત ટીમ કોમ્બિનેશનનો ભાગ હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd