• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

વિદ્યાર્થીઓની પ્રતિભાને પૂરતું પ્લેટફોર્મ મળવું જોઈએ

રાપર, તા. 4 : રાપર લોહાણા મહાજન સંચાલિત લોહાણા યુવક મંડળ આયોજિત સરસ્વતી સન્માન સમારોહમાં સમાજના ટેલેન્ટેડ યુવાવર્ગને પ્લેટફોર્મ પૂરું પાડતા કાર્યક્રમોનું વિશેષ આયોજન કરવાનો અનુરોધ વક્તાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. મહાજનના પ્રમુખ રાજેશભાઈ ચંદેના અધ્યક્ષસ્થાને  આયોજિત શૈક્ષણિક મહોત્સવમાં જ્ઞાતિના ધોરણ 12 સુધીના 82 તેમજ ઉચ્ચ અભ્યાસના 24 વિદ્યાર્થી ઉપરાંત અન્ય 36 વિદ્યાર્થીને સન્માનિત કરવામાં આવ્યા હતા. દીપ પ્રાગટય બાદ લોહાણા મહાજનના ઉપપ્રમુખ બળવંતભાઈ ઠક્કરે શાબ્દિક સ્વાગત કરી આગામી જલારામ જયંતીની ઉજવણીની માહિતી આપી ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું. ઉપસ્થિત મહેમાનો મહાપરિષદના કચ્છ ઝોનના પ્રમુખ અશોકભાઈ કારિયા, આદિપુર લોહાણા મહાજનના પ્રમુખ મનિષભાઈ મજીઠિયા, ભચાઉ લોહાણા મહાજનના પ્રમુખ નરેન્દ્રભાઈ કોટક, અખિલ કચ્છ લોહાણા મહાજનના ઉપપ્રમુખ નીતિનભાઈ પૂજારા, જીતેન્દ્રભાઈ મજીઠિયા, રસિકલાલ આદુઆણી વગેરેએ પ્રાસંગિક ઉદબોધનમાં વિદ્યાર્થીઓને જીવનમાં વધુ પ્રગતિ કરવા અને સમાજનું નામ રોશન કરવા જણાવ્યું હતું. રાજેશભાઈ ચંદેએ અધ્યક્ષીય ઉદબોધનમાં સમાજના વિદ્યાર્થીઓની ટેલેન્ટ બહાર લાવવા અને યુવાવર્ગને પ્લેટફોર્મ પૂરું પાડવા આવા આયોજનો કરવા અનુરોધ કર્યો હતો. સમાજમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે અખિલ કચ્છ લોહાણા મહાજન દ્વારા રૂા. 50,000નો ચેક રાપર લોહાણા મહાજનને આપવામાં આવ્યો હતો. ભોજન તથા ચા-કોફીના દાતા અ.નિ. દમયંતીબેન બાબુલાલ મોહનલાલ પૂજારા પરિવાર અને ઇનામોના મુખ્ય દાતા તરીકે કવિતાબેન વિનોદભાઈ મજીઠિયાનું વિશેષ સન્માન કરી આભાર વ્યક્ત કરાયો હતો. છાત્રાલયની બાળાઓ અને મહિલા મંડળ પ્રેરિત બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સામખિયાળી લોહાણા મહાજનના પ્રમુખ નવીનભાઈ કારિયા, ભચાઉ લોહાણા યુવક મંડળના પ્રમુખ પરેશભાઈ ચંદે, રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભીંડે, રાપર તાલુકા લોહાણા મહાજનના પ્રમુખ કાંતિલાલ નાથાણી, ઉપપ્રમુખ ભોગીલાલ મજીઠિયા, મહામંત્રી પ્રભુલાલ રાજદે, ખજાનચી વિનોદભાઈ મજીઠિયા, મહિલા મંડળના પ્રમુખ સરસ્વતીબેન ચંદે, નયનાબેન કારિયા, ભાવનાબેન ભીંડે, વસંતીબેન ચંદે, દક્ષાબેન પલણ, ગૌરીબેન રામાણી, ભાવનાબેન ચંદે, રીટાબેન રાજદે, ચેતનાબેન ચંદે, દમયંતીબેન નાથાણી, ડો. યોગીતાબેન ઠક્કર, મંજુબેન મજીઠિયા, ચંપાબેન ગંધા, રૂખીબેન પૂજારા, માલતીબેન કાથરાણી સહિત વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન સંગઠનમંત્રી હસમુખભાઈ રૈયા અને મંત્રી પ્રફુલ્લભાઈ ચંદેએ અને આભારવિધિ યુવક મંડળના પ્રમુખ મહેશ ચંદેએ કરી હતી. આયોજન અને વ્યવસ્થા જાળવવા કલ્પેશ રાજદે, રાહુલ કારિયા, ભરત ચંદે, વિપુલ મજીઠિયા, હિતેશ મજીઠિયા, અમિત રામાણી, વિશાલ મીરાણી, ભાવિક ચંદે, જયદીપ રૈયા, આનંદ રામાણી અને મોહિત ચંદે સહિતની યુવા ટીમે જહેમત ઉઠાવી હતી.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd