• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

ગોલ્ડન વિજેતા ગોલ્ફર પ્રણવી ઉર્સ પર રોકડ પુરસ્કારોની વર્ષા

નવી દિલ્હી, તા.4 : જાપાનના આઈચી-નાગોયા ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં ગોલ્ફની વ્યક્તિગત સ્પર્ધામાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતી દેશનું ગૌરવ વધારનારી યુવા ગોલ્ફર પ્રણવી ઉર્સ પર ઇનામોનો વરસાદ થઈ રહ્યો છે. કેન્દ્રીય રમત મંત્રાલય માન્ય રાષ્ટ્રીય ફેડરેશન ઇન્ડિયન ગોલ્ફ યુનિયન દ્વારા પ્રણવીને રૂા. 10 લાખના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય મહિલા ગોલ્ફ ટીમના ઓલિમ્પિયન અદિતિ અશોક અને દીક્ષા ડાગરને પણ પ્રત્યેકને રૂ.3 લાખનું રોકડ ઇનામ આપવાની મંજૂરી ગવર્નિંગ કાઉન્સિલે આપી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd