ભુજ, તા. 4 : ગઇકાલે રાત્રે નખત્રાણામાં
નશામાં ધૂત ટ્રેઇલર ચાલકે ગાડી પૂરપાટ રિવર્સમાં લઇ પાછળની કાર સાથે અકસ્માત પરી એકાદ
લાખ રૂપિયાનું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ અંગે આજે નખત્રાણા પોલીસ મથકે નાડાપાના
અશ્વિનભાઇ ગાગલ (આહીર)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 3-10ના રાત્રે નવ વાગ્યા આસપાસ ભુજ-માતાના મઢ રોડ નખત્રાણા જીઇબી
પાસેથી તેના સાળાની બ્રેઝા કાર નં. જી.જે. 12 ડી.એસ. 4533વાળી લઇને
પસાર થતા હતા ત્યારે આગળ જતા ટ્રેલર નં. જી.જે. 39 ટી.બી. 9809 વાળાએ અચાનક
બ્રેક કરી રિવર્સ કરતા ફરિયાદીએ પણ પોતાની ગાડી બ્રેક કરી હતી પાછળ લીધી પરંતુ ટ્રેલર
ચાલકે પાછળ જોવા વિના જ પૂર ઝડપે ટ્રેલર રિવર્સમાં લઇ ફરિયાદની કારના આગળના ભાગે અથડાવી
દીધી હતી. ટ્રેલરે બ્રેક કરતા ફરિયાદી ટ્રેલર ચાલક પાસે જઇ તેનું નામ-ઠામ પૂછતા તે
નશાની હાલતમાં જણાયો હતો અને તેનું પણ જણાવ્યું ન હતું પોલીસને જાણ કરી હતી. પોલીસે
પ્રોહિબિશન તથા અકસ્માત અને નુકસાન અંગેની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.