નવી દિલ્હી, તા. 4 : સુપ્રીમ કોર્ટના
વરિષ્ઠ ન્યાયમૂર્તિ ઉજ્જવલ ભૂઈયાએ રવિવારે મતદાર યાદી સુધારણા (સર) પ્રક્રિયા પર મોટું નિવેદન કરતા કહ્યું હતું કે, આ કવાયત મન ફાવે તેમ કરાયેલી છે. એસઆઈઆર મુદ્દે
દેશભરમાં મચેલા ઘમસાણ વચ્ચે હૈદરાબાદમાં આયોજિત એક કાર્યક્રમમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશે
જણાવ્યું હતું કે, એવી કોઈ પણ પ્રક્રિયા જેનાથી વ્યાપક પ્રમાણમાં
ભારતીય નાગરિકોને તેમના મતદાનના અધિકારીથી વંચિત કરી દેવાય. તે બંધારણની કલમ 314 અને 14નો સીધો ભંથ છે. જસ્ટિસ ભૂઈયાએ જણાવ્યું
હતું કે, લાખો ભારતીયો પાસેથી તેમનો મતદાનનો અધિકારી
છીનવી લેતી પ્રક્રિયાને કોઈ પણ જાતની દલીલો દ્વારા યોગ્ય ઠેરવી ન શકાય. આવી કવાયત બંધારણના
મૂળ ઢાંચા પર હુમલા કરે છે. ભારતીય બંધારણ હેઠળ આવી પ્રક્રિયા નો નિષેધ છે. હૈદરાબાદની
નાલસર લો યુનિવસિર્ટિમાં યોજિત એક સમારોહમાં ન્યાયમૂર્તિ ઉજ્જવલ ભૂઈયાએ આવી વાત કરી
હતી. ભારતનું બંધારણ દેશના નાગરિકોને બે વર્ગોમાં નથી વહેચતું. જેમાં એક વર્ગ મતદાનના
અધિકારીવાળો હોય અને બીજા વર્ગને આવો અધિકાર ન હોય, તેવો મત જસ્ટિસ
ભૂઈયાએ વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, એસઆઈઆર મુદ્દે ચૂંટણીપંચમાં
મોટા પાયે મતભેદોના મીડિયા હેવાલોએ સનસનાટી મચાવી દીધી છે અને રાજકીય ઘમસાણ મચ્યું
છે. મોટાભાગના વિપક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની હકાલપટ્ટીની માંગ કરી
છે. ચૂંટણીપંચે બચાવ કર્યા છે કે મતભેદો એ ચર્ચાનો ભાગ છે અને નિર્ણય સર્વસંમતિથી લેવાયા
છે. જસ્ટિસ ભુઈયાંએ કહ્યું હતું કે,
કોઈપણ એવી પ્રક્રિયા જેનાથી લાખો ભારતીય નાગરિક મત આપવાના અધિકારથી વંચિત
રહી જાય અને વાસ્તવમાં પોતાના જ દેશમાં બીજા દરજ્જાના નાગરિક બની જાય તે બંધારણીય વ્યવસ્થાનું
ઉલ્લંઘન હશે. - જ્ઞાનેશ સામે કેરળની કોંગ્રેસ સરકારનો તપાસનો આદેશ : તિરુવનંતપુરમ્,
તા. 4 : કેરળની કોંગ્રેસ
સરકારના ગૃહમંત્રી રમેશ ચેન્નિથલાએ રવિવારે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર વિરુદ્ધ
તપાસના આદેશ આપ્યા છે. આ મામલો મલેશિયાઈ સિવિલ એન્જિનીયર લી. સી. બીનની આત્મહત્યા સાથે
જોડાયેલો છે. તેઓ કેરળ સ્ટેટ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ હેઠળ એમસી રોડના અપગ્રેડેશનનું
કામ કરી રહેલા ઙઅઝઈં-ઇઊક કન્સોર્ટિયમ સાથે સંકળાયેલા હતા. આરોપ છે કે, એન્જિનીયરની સ્યૂસાઇડ નોટમાં તે સમયે રાજ્યના
ઙઠઉ સચિવ રહેલા જ્ઞાનેશકુમારનું પણ નામ હતું. કેરળના ગૃહ વિભાગે 2006ની તપાસ સાથે જોડાયેલી તમામ
ફાઇલો મગાવી છે. CJPના સ્થાપક
અભિજિત દીપકેએ 2 ઓક્ટોબરે કહ્યું કે, જો જ્ઞાનેશકુમારે રાજીનામું નહીં આપ્યું તો
10 ઓક્ટોબરે સમગ્ર દેશમાંથી કોકરોચ
દિલ્હી પહોંચશે. દીપકેએ લખ્યું, જો દિલ્હી
પોલીસ અમને રોકવાનો પ્રયાસ કરશે, તો જ્યાં તેઓ અમને રોકશે,
એ જ અમારું જંતર-મંતર હશે. અમારું આંદોલન શાંતિપૂર્ણ રહેશે. અમે મહાત્મા
ગાંધી દ્વારા બતાવાયેલા માર્ગ પર ચાલીશું.