રાપર, તા. 4 : સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણને
નુકસાન પહોંચાડતા સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ સામે નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી મુખ્ય અધિકારી સંદીપસિંહ ઝાલાનાં માર્ગદર્શન હેઠળ
નગરપાલિકાની ટીમ દ્વારા મુખ્ય બજાર વિસ્તારમાં સરપ્રાઇઝ ચાકિંગ હાથ ધરવામાં આવ્યું
હતું. ચેકિંગ દરમિયાન જાહેર માર્ગો પર ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ
કરતા વેપારીઓ તથા નાગરિકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં સ્થળ પર રૂ.3,700 નો દંડ વસુલ કરી પ્રતિબંધિત
પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ કામગીરીમાં સ્વચ્છતા માર્શલ જેઠાભાઈ પરમાર, હેતુભા રાઠોડ, ચંદ્રસિંહ
જાડેજા, કાનજીભાઈ, શંકરભાઈ, બાબુભાઈ, નિલેશભાઈ, રાજદીપદાન તથા
શૈલેશભાઈ સહિત નગરપાલિકાનો સ્ટાફ જોડાયો હતો. ચીફ ઓફિસરે નગરજનો તથા વેપારી મિત્રોને
રાપર શહેરને સ્વચ્છ રાખવા જાહેર જગ્યાઓ પર કચરો ન ફેંકવા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો
ઉપયોગ સંપૂર્ણપણે બંધ કરવા અપીલ કરી હતી. આગામી દિવસોમાં પણ જાહેરમાં ગંદકી કરાશે કે
પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશે તો નગરપાલિકા દ્વારા વધુ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં
આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.