નવી દિલ્હી, તા. 3 : નાગોયામાં
રમાયેલી એશિયન ગેમ્સમાં શનિવાર ભારત માટે સુવર્ણમય બની ગયો હતો. ભારતીય ક્રિકેટ અને
હોકી એમ બંને ટીમોએ ઝમકદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ્સ મેળવ્યા હતા. આ બંને કમાલ પુરુષ
ટીમોએ કર્યો હતો. જો કે, બંને ગેમની
મહિલા ટીમોએ પણ અગાઉ ગોલ્ડ મેળવ્યા હતા. આજે ભારતની ક્રિકેટ ટીમે તેના પરંપરાગત હરીફ
પાકિસ્તાનને 19 રને પરાજય
આપ્યો હતો અને પોતાના ખિતાબને બચાવ્યો હતો. ભારતે અભિષેકના ધુંઆધાર 61ની મદદથી 211 રન કર્યા હતા. પાક 192 રન કરી શક્યું હતું. જ્યારે
હોકી ટીમે પણ પોતાના ખિતાબનો ભવ્ય બચાવ કરતાં હાઇ-વોલ્ટેજ ફાઇનલમાં મલેશિયાને 5-1ના વિશાળ અંતરથી કચડી નાખીને
ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. આ દમદાર વિજયની સાથે જ ભારતીય હોકીની પુરુષ અને મહિલા
બંને હોકી ટીમોએ વર્ષ 2028માં યોજાનારી
લોસ એન્જલસ ઓલિમ્પિક્સ માટે સીધી ટિકિટ પણ કન્ફર્મ કરી લીધી છે.