• સોમવાર, 05 ઑક્ટોબર, 2026

રાપર (ખો)માં ધમધમતી દેશી દારૂની ભઠી ઝડપાઇ

ગાંધીધામ, તા. 4 : અંજાર તાલુકાના રાપર ખોખરામાં ચાલતી દેશી દારૂની ભઠી ઉપર પોલીસ ત્રાટકી હતી અને દેશી દારૂ, આથો વગેરકે મળીને કુલ્લ રૂા 1,02,200નો માલ ઝડપી પાડી ત્રણ શખ્સોને પકડી પાડયા હતા. રાપર ખોખરામાં પીરવાળા ડેમની પાસે બાવળોની ઝાડીમા પોલીસે આજે વહેલી પરોઢે છાપો માર્યો હતો અહીં જુદા-જુદા ચુલા બનાવી તેના પર દેશી દારૂ ગાળતાં ત્યાં હાજર મોહનસિંહ ગેમુભા ચાવડા, સાજણ કારા મકવાણા તથા વિજય બાબુ વડેચા નામના શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતા.  અહીંથી જુદા જુદા પાત્રોમાંથી 200 મીટર ગરમ આથો, 1000 લીટર ઠંડો આથો તૈયાર દેશી દારૂ 360 લીટર, ગમેલા વગેરે મળીને કુલ રૂા. 1,02,200નો મુદ્માલ જપત કરાયો હતો. સ્થાનિક જગ્યાએ આથાનો નાશ કરાયો હતા. બનાવની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd