ભુજ, તા. 4 : અબડાસા તાલુકાના મોટા કરોડિયાની
વાડીમાંથી બાતમીના આધારે કોઠારા પોલીસે રૂા. 1,61,424ના શરાબના જથ્થા સાથે બે શખ્સને ઝડપી લીધા હતા, જ્યારે આ કામના અન્ય એક શખ્સને ઝડપવા પોલીસે
ચક્રો ગતિમાન કર્યા છે. કોઠારા પોલીસે બાતમીના આધારે મોટા કરોડિયાની નદીની ડાબી બાજુમાં
પટ્ટમાં ગોપાલ હળધોર ગઢવી (રહે. મોટા કરોડિયા)ની વાડીમાંથી શરાબની અલગ-અલગ બ્રાન્ડની
163 બોટલ કિં. રૂા. 1,11,240 તથા બિયરના 408 ટીન કિં. રૂા. પ0,184 એમ કુલ રૂા. 1,61,424ના શરાબના જથ્થા સાથે ગોપાલ ઉપરાંત દાનુભા રતનશી જાડેજા (રહે
બોહા, તા. અબડાસા)ને ઝડપી લીધા હતા, જ્યારે દરોડા દરમ્યાન આ કામના હાજર ન મળેલા શ્યામ નારાણ ગઢવી (રહે. આદિપુર)ને
ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે ત્રણે આરોપી તથા તપાસમાં જે ખૂલે તેના
વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.