• શનિવાર, 27 જુલાઈ, 2024

એશિયન ગેમ્સમાં મહિલા ક્રિકેટની સ્પર્ધાનો પ્રારંભ

હાંગઝોઉ, તા. 19: ચીનમાં તા. 23 સપ્ટેમ્બરથી શરૂ થનાર એશિયન ગેમ્સમાં ક્રિકેટની મહિલા સ્પર્ધાનો આજથી પ્રારંભ થઇ ગયો છે. મહિલા વિભાગમાં ભારતીય ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં જ રમશે. પહેલી મેચ તા. 21 સપ્ટેમ્બરે હશે જ્યારે પુરુષ વિભાગની ક્રિકેટ સ્પર્ધા 28મીથી શરૂ થશે. ભારતીય પુરુષ ટીમનો પહેલો મેચ તા. 3 ઓક્ટોબરે હશે. ટી-20 ફોર્મેટમાં ક્રિકેટની સ્પર્ધા એશિયન ગેમ્સમાં રમાશે. એશિયન ગેમ્સમાં ક્રિકેટની રમત છેલ્લે વર્ષ 2014માં રમાઇ હતી. આ વખતે ભારતની મહિલા ટીમની કપ્તાની હરમનપ્રિત કૌર અને પુરુષ ટીમનું સુકાન ઋતુરાજ ગાયકવાડ સંભાળવાના છે. મહિલા વિભાગની ફાઇનલ મેચ તા. 2પ સપ્ટેમ્બરે રમાશે. જ્યારે પુરુષ વિભાગની બ્રોન્ઝ અને ગોલ્ડ મેડલ મેચ તા. 7 ઓક્ટોબરે રમાશે. તમામ મેચ ભારતીય સમય અનુસાર સવારે 6-30 અને બપોરે 11-30 વાગ્યાથી શરૂ થશે અને તેનું પ્રસારણ સોની સ્પોર્ટસ નેટવર્ક પરથી થશે. આજે મહિલા વિભાગના પહેલા મેચમાં ઇન્ડોનેશિયાની ટીમનો મંગોલિયા વિરુદ્ધ 172 રને સરળ વિજય થયો હતો. ઇન્ડોનેશિયના 20 ઓવરમાં 4 વિકેટે 187 રનના જવાબમાં મંગોલિયાની મહિલા ટીમ 10 ઓવરમાં ફક્ત 1પ રને ઓલઆઉટ થઇ ગઇ હતી. જે મહિલા ક્રિકેટમાં ટી-20માં આઠમો સૌથી ઓછો સ્કોર છે. 2019માં માલદિવની ટીમ બાંગલાદેશ સામે 6 રને ઓલઆઉટ થઇ હતી.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang