• શનિવાર, 27 જુલાઈ, 2024

રાષ્ટ્રીય પાવર લિફ્ટિંગ ટૂર્ના.માં ભુજના પિતા-પુત્ર ઝળક્યા

ભુજ, તા. 17 : કાશ્મીરમાં શ્રીનગર ખાતે રમાયેલી રાષ્ટ્રીય પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં ભુજના 18 વર્ષીય વત્સલ મહેશ્વરીએ 66 કિ.ગ્રા. કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ઉપરાંત સબ-જુનિયર જેમાં 6 વજન ગ્રુપમાં સૌથી વધુ વજન ઊંચકીને ચેમ્પિયન ઓફ ચેમ્પિયન્સ જાહેર કરવામાં આવ્યો હતો. આ અગાઉ યોજાયેલી રાષ્ટ્રીય સ્પર્ધામાં વત્સલ પણ ચેમ્પિયનનો ચેમ્પિયન બન્યો હતો. વત્સલે દિલ્હીની દ્રોણાચાર્ય સ્પોટર્સ એકેડેમી જે બોડી બાલ્ડિંગ અને પાવર લિફ્ટિંગમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ખેલાડીઓ તૈયાર કરે છે, તેના હરીફ ખેલાડીને મહાત આપી હતી અને તે બીજે સ્થાને આવ્યો હતો. સબ જુનિયરમાં કુલ્લે 65 હરીફ હતા. વત્સલને સ્ક્વેતમાં 180 કિ.ગ્રા. અને ડેડ લિફ્ટમાં 190 કિલો વજન ઊંચકતાં બે ગોલ્ડ મેડલ મળ્યા હતા અને બેંચ પ્રેસમાં રજત પદક મળ્યો હતો. વત્સલના પિતા અને જાણીતા ધ્યાન અને યોગા આચાર્ય નિખિલ મહેશ્વરીએ પણ માસ્ટર વર્ગમાં ભાગ લીધો હતો. રજત પદક મેળવ્યો હતો. નિખિલ અગાઉ ચાર વખત પાવર લિફ્ટિંગમાં રાષ્ટ્રીય ચેમ્પિયન બની ચૂકયા છે. આ સ્પર્ધામાં દેશભરમાંથી 50 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાનું આયોજન યુનાઇટેડ પાવર લિફ્ટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કરાયું હતું. કચ્છ યુનિ.ના કુલપતિ ડો. પી.એસ. હીરાણી અને રજિસ્ટ્રાર જી.એમ. બુટાણી અને ચાણક્ય સંસ્થાના વડા પંકજ મહેતાએ બિરદાવ્યા હતા.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang