• શનિવાર, 27 જુલાઈ, 2024

ભારતની છ રને હાર, ગિલની સદી એળે

કોલંબો, તા. 15 : એશિયા કપની ફાઈનલમાં સ્થાન નિશ્ચિત કરી ચૂકેલી ટીમ ઈન્ડિયાને શુક્રવારે ટુર્નામેનટમાંથી બહાર થઈ ચૂકેલા બાંગ્લાદેશ સામે છ રને હાર ખમવી પડી હતી. છેલ્લા દડા સુધી રોમાંચક બની રહેલા મુકાબલામાં હરીફ ટીમે આપેલા 266 રનના લક્ષ્ય સામે ભારતની ટીમ 259 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ હતી. એશિયા કપમાં 2012 બાદ બાંગલાદેશને ભારત સામે પહેલી વાર જીત મળતા શુભમન ગિલ (121)ની સદી એળે ગઈ હતી. ટીમ ઈન્ડિયાની શરૂઆત જ નબળી રહી હતી. સુકાની રોહિત શર્માએ ખાતું ખોલાવયા વિના પેવેલિયનની વાટ પકડી હતી. માત્ર 26 રનમાં કેચ આપી વિકેટ ખોઈ બેઠેલો સૂર્યકુમાર યાદવ નિષ્ફળ રહ્યો હતો. ગિલે આઠ ચોગ્ગા, પાંચ છગ્ગા સાથે જવાબદારીપૂર્વક 121 રન કરીને જીતની આશા જગાવી હતી. પરંતુ પાછળી હરોળ લાંબુ ટકી શકી નહોતી. સુર્યકુમાર શાકિબની ઓવરમાં ર6 રને બોલ્ડ થયો ત્યારે સ્કોર પ વિકેટે 140 હતો. રવીન્દ્ર જાડેજાને મુસ્તફિજુર રહેમાને 7 રને બોલ્ડ કર્યો હતો. શુભમન ગિલે પ છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 1ર1 રન બનાવ્યા હતા. સદી પુર્ણ કર્યા બાદ ફટકો લગાવવાના પ્રયાસમાં ગિલ કેચ ધરી બેઠો હતો. 4પ ઓવરમાં સ્કોર 7 વિકેટે રરર હતો અને 30 દડામાં ભારતને 44 રનની જરુર હતી. અક્ષર પટેલ અને શાર્દુલ પર આશા હતી પરંતુ શાર્દુલ 11 રને અને અક્ષર 4ર રન બનાવી આઉટ થયો હતો. છેલ્લે 8 દડામાં 1ર રનની જરુર હતી અને એક વિકેટ બાકી હતી. 3 દડામાં 1ર રનની જરુર હતી ત્યારે શમીએ ચોગ્ગો ફટકાર્યો હતો. બે દડા બાકી હતા ત્યારે શમી રન આઉટ થયો હતો. ભારતે ટોસ જીતી દાવ આપ્યા બાદ બાંગ્લાદેશે સુકાની શાકિબ અલ હસન અને તૌહીદ હૃદોયની અર્ધસદીની મદદથી પ0 ઓવરમાં 8 વિકેટે ર6પ રન બનાવ્યા હતા. ભારત વતી શાર્દુલ ઠાકુરે 3 અને મોહમ્મદ શમીએ બે વિકેટ ઝડપી હતી. બાંગ્લાદેશને ર.1 ઓવરમાં 13 રનના સ્કોરે પહેલો ઝટકો લાગ્યો હતો. શમીએ લિટન દાસને ઝીરો રને બોલ્ડ કર્યો હતો. શાર્દુલ ઠાકુરે તંજીદ હસનને 13 રને બોલ્ડ કર્યો ત્યારે સ્કોર 3.3 ઓવરમાં ર વિકેટે 19 હતો. બાંગ્લાદેશનો ટોપ ઓર્ડર નિષ્ફળ રહયો અને અનામુલ હક માત્ર 4 રન બનાવી શાર્દુલની ઓવરમાં કેચ આઉટ થયો હતો. 14.ર ઓવરમાં મિરાજને 13 રને અક્ષરે રોહિત શર્માના હાથમાં ઝીલાવી દીધો ત્યારે સ્કોર 4 વિકેટે 60 હતો. શાકિબ અલ હસન અને તૌહિદ હૃદોયે સ્થિતિ સંભાળી ર6 ઓવરમાં સ્કોરને 1ર4 પર પહોંચાડયો હતો. શાકિબે ફિફટી પૂર્ણ કરી અને બંન્ને વચ્ચે 96 રનની મહત્ત્વની ભાગીદારી થઈ હતી. સ્કોર 31.3 ઓવરમાં 4 વિકેટે 1પપ થયો હતો. બાંગ્લાદેશને પાંચમા ઝટકામાં 8પ દડામાં 80 રન ફટકારનાર શાકિબને શાર્દુલે બોલ્ડ કર્યો હતો ત્યાર બાદ શમીમ હુસૈનને રવીન્દ્ર જાડેજાએ બોલ્ડ કર્યો હતો. જે સાથે સ્કોર 6 વિકેટે 16ર હતો. હૃદોય પ4 રને શમીની ઓવરમાં કેચ આપી બેઠો હતો. નસુમની શાનદાર બેટિંગની મદદથી સ્કોર 4પ.ર ઓવરમાં રર8 થયો હતો. નસુમ 4પ દડામાં 44 રન બનાવી પ્રસિદ્ધની ઓવરમાં બોલ્ડ થયો હતો. 49 ઓવરમાં બાંગ્લાદેશનો સ્કોર 8 વિકેટે રપ3 હતો.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang