ચેન્નાઇ, તા. 11 : છેલ્લા દડા સુધી ક્રિઝ પર ટકી
રહેતાં પ્રભાવશાળી પ્રદર્શન કરનાર સંજુસેમસન (115)એ ફટકારેલી સીઝનની પહેલી સદી,
આયુષ મ્હાત્રે (59)ની અર્ધસદીનાં બળે ચેન્નાઇ સુપર કિંગ્સે દિલ્હી કેપિટલ્સને 232ને હરાવી, સીઝનની પહેલી જીત મેળવી ચેન્નાઇએ આપેલાં 213નાં લક્ષ્ય સામે દિલ્હી 189 રનમાં સમેટાઇ હતી, જેમી ઓવર્ટને પણ ચાર વિકેટ ખેરવીને જીતમાં મોટી
ભૂમિકા ભજવી હતી. લક્ષ્ય આંબવા ઉતરેલી કેપિટલ્સે 612ને પહેલી અને પછીના માત્ર ચાર
રનમાં બીજી બે વિકેટ ખોઇ દીધી હતી. પથુમ નિશંકાલે 24 દડામાં પાંચ ચોગ્ગા, બે છગ્ગા સાથે 41 રન કરી, શરૂઆતથી જ દાવને ગતિ આપવાનો પ્રયાસ કર્યો હતો,
પરંતુ બ્રેવિસને કેચ આપી બેસતાં જીતાડવાની જવાબદારી પોતાના ખભે ઉંચકી
લેતાં ટ્રસ્ટન સ્ટબ્સે 3 દડામાં ચાર
ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથે 60 રન કર્યા હતા, પરંતુ ઓવર્ટનના દડામાં નૂરને કેચ આપી દેતાં
ખરા સમયે જ વિકેટ ખોઇ દીધી હતી. અગાઉ, અગાઉ સંજૂ સેમસને માત્ર
52 બોલમાં સદી ફટકારી હતી. જે
સીઝનની પહેલી આઈપીએલ સદી બની છે અને સંજૂની
કારકિર્દીની ચોથી સદી હતી. મુકાબલામાં ટોસ જીતીને દિલ્હીએ પહેલા બોલિંગ પસંદ
કરી હતી. સીએસકેએ સંજૂના 115 અને મ્હાત્રેના
59 રનની મદદથી 212નો સ્કોર કર્યો હતો. પહેલા
બેટિંગ કરવા ઉતરેલી સીએસકેની ઈનિંગની શરૂઆત સંજૂ સેમસન અને ઋતુરાજ ગાયકવાડે કરી હતી.
મેચમાં સંજૂ અલગ જ લયમાં જોવા મળ્યો હતો. તેણે
પહેલા જ બોલથી આક્રમણ કર્યું હતું. આ દરમિયાન 62ના કુલ સ્કોરે ઋતુરાજની વિકેટ પડી હતી.
તેણે માત્ર 15 રન કર્યા હતા. જો કે સંજૂએ
મોરચો સંભાળી રાખ્યો હતો અને તોફાની અર્ધસદી કરી હતી. બાદમાં આયુષ મ્હાત્રેએ સંજૂનો
સાથ આપ્યો હતો. સંજૂ અને મ્હાત્રે વચ્ચે સદીની
ભાગીદારી થઈ હતી. સંજૂએ માત્ર 52 બોલમાં વર્તમાન સીઝનની પહેલી
સદી કરી હતી. જ્યારે મ્હાત્રેએ અર્ધસદી કરી હતી અને રિટાયર્ડ આઉટ થયો હતો. સેમસન અંતિમ
દડા સુધી ટક્યો હતો અને 56 બોલમાં 115 રનની અણનમ ઈનિંગ રમી હતી. ઈનિંગમાં
સંજૂએ 15 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. જેના દમ ઉપર સીએસકેએ
20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 212 રન કર્યા હતા.