• રવિવાર, 12 એપ્રિલ, 2026

નાની રવનો શખ્સ ચાર જિલ્લામાંથી તડીપાર

ગાંધીધામ, તા. 11 : રાપરમાંથી  અસામાજિક  શખ્સને  પોલીસે તડીપાર કર્યો હતો. પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ આરલપસ ખોડાભાઈ પાંચાભાઈ રબારી (રહે. નાની રવ)  સામે રાપર પોલીસ મથકે  મારામારી અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ નોંધાયા હતા.  આ સંદર્ભે  પોલીસ દ્વારા તડીપાર  દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. નાયબ કલેક્ટર ભચાઉ દ્વારા  આરોપીને  કચ્છની બાજુમાં આવેલા જિલ્લાઓ  સુરેન્દ્રનગરપાટણબનાસકાંઠામોરબી જિલ્લાઓમાંથી તડીપારનું વોરંટ  ઈસ્યું કરાયું હતું. આરોપી  આડેસર ચેકપોસ્ટ તરફ જતો હોવાની બાતમીના આધારે  વોચ રાખી ઝડપી લીધો હતો. આરોપીને મહેસાણા જિલ્લાની અલોડા જેલ ખાતે મોકલવામાં આવ્યો છે.  

Panchang

dd