• રવિવાર, 12 એપ્રિલ, 2026

કુલ 6.08 કરોડ મતદાર હટાવાયા

નવી દિલ્હી, તા. 11 : ચૂંટણીપંચની મતદારયાદી સુધારણાની કવાયતના બીજા દોર હેઠળ નવ રાજ્ય અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશની મતદારયાદીમાંથી કુલ 6.08 કરોડ નામ હટાવી દેવાયાં છે. વીતેલાં વર્ષે 27 ઓક્ટોબરના `સર'ની પ્રક્રિયા શરૂ થવા પહેલાં આ 12 રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશમાં કુલ પ1 કરોડ મતદાર હતા, જે હવે 44.92 કરોડ થઈ ગયા છે. `સર'ના બીજા દોરમાં ઉત્તરપ્રદેશ ઉપરાંત ગુજરાત, બંગાળ, તમિલનાડુ, છત્તીસગઢ, રાજસ્થાન, કેરળ, ગોવા, મધ્યપ્રદેશ, પોંડિચેરી, આંદમાન-નિકોબાર તેમજ લક્ષ્યદ્વીપની નવી મતદારયાદી આવી ગઈ છે. દેશના લગભગ 99 કરોડ મતદારમાંથી યાદી સુધારણાની કવાયતમાં 60 કરોડ મતદાર  સામેલ કરી લેવાયા છે. બાકીના 39 કરોડ ત્રીજા દોરમાં 17 રાજ્ય અને પાંચ કેન્દ્રશાસિત પ્રદેશમાં થનારી કવાયતમાં સામેલ કરી લેવાશે. ચાલુ મહિને પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી સંપન્ન થયા બાદ ચાર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશમાં `સર'ની કવાયતનો ત્રીજો તબક્કો શરૂ કરશે. ચૂંટણીપંચે 24 જૂન, 2025ના દેશભરમાં `સર' હટાવવાનો આદેશ આપ્યો હતો. અત્યાર સુધી 10 રાજ્ય, ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશમાં કવાયત થઈ ચૂકી છે. 

Panchang

dd