• રવિવાર, 12 એપ્રિલ, 2026

અંજારની ગેરેજમાં યુવાનની હત્યા પાછળ પૈસાની લેતીદેતી કારણભૂત

ગાંધીધામ, તા. 11 :  અંજાર-આદિપુર રોડ ઉપર આવેલી ગેરેજમાં યુવાનની હત્યા નીપજાવનારા હત્યારાને અંજાર પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો. પૈસાની લેતીદેતીના બનાવ પાછળ કારણભૂત હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે મળતી વિગતો  મુજબ ગત તા. 10ના બપોરના અરસામાં આશાબા વેબ્રિજ પાસે આવેલી ગેરેજમાં આ હત્યાનો બનાવ બન્યો હતો. આરોપી  બાબુ ઉર્ફે દીપક પ્રેમજી મહેશ્વરી  યુવાની હત્યા નીપજાવી નાસી ગયો હતો. આરોપીને ઝડપી પાડવા પોલીસે જુદી-જુદી ટીમ બનાવી હતી. પેટ્રોલિંગ દરમ્યાન હ્યુમન સોર્સથી બાતમીના  આધારે આરોપીને પોલીસે દબોચી લીધો હતો. પૂછપરછમાં આરોપીએ  પૈસાની લેતીદેતી બાબતે હત્યા નીપજાવી હોવાની કેફિયત  પોલીસને આપી હતી. મૃતક અને આરોપી ગાંધીધામ રિયલ   મોટર ગેરેજમાં સાથે નોકરી કરતા હતા. મૃતક પાસેથી આરોપીએ રૂપિયા લેવાના બાકી હતા. મૃતક યુવાન ફોન ઉપાડતો ન હતો, તેનું મનદુ:ખ રાખીને હત્યા નીપજાવી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Panchang

dd