• રવિવાર, 12 એપ્રિલ, 2026

પંજાબે કરી જીતની હેટ્રિક : હૈદરાબાદને હરાવ્યું

નવી દિલ્હી, તા. 11 : પંજાબ કિંગ્સે આઈપીએલ 2026માં જીતની હેટ્રિક લગાડી છે. પંજાબે શનિવારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 220 રનનો લક્ષ્યવેધ કરતાં છ વિકેટે જીત મેળવી હતી. પંજાબ દ્વારા  આવેલો બીજો સૌથી મોટો લક્ષ્યાંક પાર પાડયો છે. મુલ્લાપુર મેદાન ઉપર કેપ્ટન શ્રેયસ અય્યર સહિત ત્રણ ખેલાડીઓએ પંજાબ માટે અર્ધસદી કરી હતી. અય્યર 69 રને અણનમ રહ્યો હતો. આ ઉપરાંત પ્રિયાંશે 20 બોલમાં 57 અને પ્રભસિમરને 25 બોલમાં 51 રન કરીને ટીમને જોરદાર શરૂઆત અપાવી હતી. બન્નેએ પહેલી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી. બાદમાં અય્યરે નેહલ વઢેરા સાથે મોરચો સંભાળ્યો હતો અને ચોથી વિકેટ માટે 69 રનની ભાગીદારી થઈ હતી. બાદમાં શશાંક સિંહ સાથે 26 રન જોડીને પંજાબને જીત અપાવી હતી. શશાંક સિંહ પણ 14 રને નોટઆઉટ રહ્યો હતો.આ પહેલાં હૈદરાબાદે ટોસ ગુમાવ્યા બાદ નિર્ધારિત 20 ઓવરમાં છ વિકેટના નુકસાને 219 રન કર્યા હતા. એસઆરએચ માટે ઓપનર અભિષેક શર્માએ કમાલની ઈનિંગ્સ રમી હતી. તેણે 28 બોલમાં પાંચ ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી 74 રન કર્યા હતા. તેણે ટ્રેવિસ હેડ સાથે મળીને 120 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. આ ઉપરાંત હેનરિક ક્લાસેને 33 બોલમાં 39 રન કર્યા હતા. ઈશાન કિશને 17 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું હતું. અનિકેત વર્મા 9 બોલમાં 18 રન કરીને રનઆઉટ થયો હતો. પંજાબ માટે અર્શદીપ અને શશાંકે 2-2 વિકેટ લીધી હતી જ્યારે જેવિયર બાર્ટલેટે એક શિકાર કર્યો હતો.  આ મેચમાં કુલ 29 સિક્સર અને 31 ચોગ્ગા લાગ્યા હતા. આ રીતે 299 જેટલા રન તો મેચ દરમિયાન બાઉન્ડ્રીઝથી થયા હતા.  

Panchang

dd