ભચાઉ, તા. 11 : અહીંની તાલુકા પંચાયતની 20 બેઠક ઉપર 61 અને જિલ્લા પંચાયતની ત્રણ બેઠક
ઉપર 11 ઉમેદવારીપત્રો ભરાયાં હતાં.
ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી
અને અપક્ષ સહિતના ઉમેદવારોએ મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે પોતાના ઉમેદવારીપત્રો
ભર્યા હતા. ભચાઉ મામલતદાર કચેરી ખાતે 10 બેઠકનાં ફોર્મ ભરાયાં અને જિલ્લા પંચયતની ત્રણ બેઠક માટે 11 ફોર્મ ભરાયાં હતાં ભાજપ 11, કોંગ્રેસ 11, આપના ચાર, અપક્ષ ચાર, જ્યારે તાલુકા
પંચાયત કચેરી ખાતે ભાજપના 1ર, કોંગ્રેસના
10, આપના ચાર અને ત્રણ અપક્ષ ફોર્મ
ભરાયાં હતાં. ચોબારી તાલુકા પંચાયતની બેઠક ઉપર સૌથી વધુ પાંચ ફોર્મ ભરાયાં હતાં. ભાજપ
રેલવે સ્ટેશન પાસેના કમલમથી ઉમેદવારો તેમજ ટેકેદારો સાથે વિશાળ સંખ્યામાં નીકળ્યા હતા.
કોંગ્રેસી ઉમેદવારો બૂઝુર્ગ આગેવાનો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ભાજપના તાલુકા પ્રમુખ
વાઘજીભાઈ છાંગાએ પાંચ ટર્મ સંગઠનમાં કામ કરીને જિલ્લા પંચાયત માટે ફોર્મ ભર્યું હતું, ભરતાસિંહ નટુભા જાડેજા પ્રમુખ તરીકે તાલુકા
પંચાયતમાં કામ કરી ચૂક્યા છે, ત્રીજી વખત વિજય થવા મોરગર બેઠક
પરથી ઉમેદવારી કરી છે. યુવા ચહેરા તરીકે આધોઈના વિજયાસિંહ વિક્રમાસિંહ જાડેજાએ જિલ્લા
પંચાયત માટે ફોર્મ ભર્યું હતું નગરપાલિકાના
પૂર્વ પ્રમુખ કુલદીપાસિંહ જાડેજા કાર્યકરો ઉમેદવારો સાથે ઉત્સાહપૂર્વક જોડાયા હતા
. જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અને તાલુકા ભાજપના પ્રભારી મશરૂભાઈ રબારી, અશોકભાઈ હાથી, જિલ્લા ભાજપ અને ભાજપ ભચાઉ પ્રભારી,
શહેર ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઠક્કર અને પૂર્વ મહામંત્રી જિલ્લા ભાજપ નરેન્દ્રાસિંહ
જાડેજા સહિત શહેર તાલુકા ભાજપ સંગઠન અને ભચાઉ નગરપાલિકા પ્રમુખ પેથાભાઈ રાઠોડ સહિતના
હાજર રહ્યા હતા. ભચાઉ તાલુકા, જિલ્લા પંચાયત માટે કોંગ્રેસ તરફથી
ફોર્મ ભરાવતી વખતે પ્રદેશ કોંગ્રેસના મંત્રી ભરતભાઈ ઠક્કર, પૂર્વ
પ્રમુખ બળવંતાસિંહ જાડેજા, પ્રભારી તાલુકા જિલ્લા પંચાયત બેઠક
વિભાભાઈ રબારી હાજર રહ્યા હતા. ભચાઉ શહેર કોંગી પ્રમુખ મનજીભાઈ રાઠોડે શિકારપુર બેઠક
પરથી ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસમાં ગણેશાભાઈ ઊંદરિયા, પૂર્વ
પ્રમુખ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ ખીમાભાઇ જીવાભાઈ ઢીલા હાજર રહ્યા હતા.