લંડન, તા.1 : આઠ વર્ષ પછી ટીમ ઇન્ડિયામાં
વાપસી કરનાર મધ્ય હરોળના બેટર કરુણ નાયરે ઇંગ્લેન્ડ સામેની પાંચમી અને આખરી ટેસ્ટના
પહેલા દાવમાં પ7 રનની ઇનિંગ્સ રમી છે. ટીમ મેનેજમેન્ટે નાયર પર વિશ્વાસ રાખી અંતિમ ટેસ્ટમાં
ફરી તક આપી હતી. કરુણ નાયરે તક ઝડપી લીધી હતી અને 2016 પછી પ0થી વધુનો
સ્કોર બનાવ્યો હતો. તેણે છેલ્લે ડિસેમ્બર 2016માં ચેન્નાઇમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ ત્રેવડી સદી ફટકારી હતી. હવે
તેના 3149 દિવસ એટલે કે 8 વર્ષ અને 227 દિવસ પછી અર્ધસદી કરી છે. તેણે
મેચના ગઇકાલે પહેલા દિવસે તેની અર્ધસદી કરી હતી પ1 રને નોટઆઉટ રહ્યો હતો. આજે તે પ7 રને આઉટ થયો હતો. બે અર્ધસદી વચ્ચેનું લાંબુ અંતર ગુજરાતના પાર્થિવ
પટેલના નામે છે. તેણે ઓક્ટોબર 2004માં પ4 રન કર્યા પછી નવેમ્બર 2016માં અણનમ 67 રનની ઈનિંગ્સ રમી હતી. આ બે
અર્ધસદી વચ્ચેનું અંતર 4426 દિવસનું છે.