કાંતિ ધોરીયા દ્વારા : અંજાર, તા. 1 : પોસ્ટ તંત્રઁ દ્વારા ડીઝીટલ
યુગ તરફ મંડાણ કરવામાં આવી રહ્યા છે. ખાતેદારોની
સુવિધા માટે અંજારમાં પોસ્ટ ઓફીસ ખાતે એ.ટી.એમ મુકવામા આવ્યું હતું. પરંતુ લાંબા સમયથી
એ.ટી.એમ બંધ હાલતમાં છે. જેના કારણે ખાતેદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે મળતી વિગતો મુજબ એટીએમ બંધ
હાલતમાં હોવાના કારણે ગ્રાહકોને એજ જુની પધ્ધતી મુજબ કાઉન્ટર ઉપરથી પૈસા લેવા પડે છે. આ દુવિધાના કારણે નાણાકીય વ્યવહારમાં ભારે મુશકેલી
વેઠવી પડે છે. જાણકાર વર્તુળોના જણાવ્યા પ્રમાણે
પોસ્ટ વિભાગ માં જરૂરી સાધન સામગ્રી જેવી કે પ્રિન્ટર તેમજ અન્ય વસ્તુઓ ,એ અપૂરતા પ્રમાણ માં હોવાથી પણ અનેક વખત મુશ્કેલીઓ
સર્જાય છે, તેમજ વારંવાર સર્વર માં સર્જાતા ખોટીપા ના કારણે સ્ટાફ
અને લોકો વચ્ચે પણ વારંવાર ઉગ્ર ચર્ચાઓ થતી જોવા મળે છે, આ બાબતે
અંજારના પોસ્ટ માસ્તર ભાવનાબેન સોમેશ્વનો સંપર્ક સાંધતા તેમણે જણાવ્યું હતું કે એટીએમનું
સંચાલન જિલ્લા ની મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવે છે, સ્થાનિક
કક્ષાએ તેમની કોઇ ભૂમિકા રહેતી નથી, સ્થાનિક કક્ષાએ થી માત્ર
રિપોર્ટ આપવાનો અને અમુક અંશે જાળવણી કરવાની હોય છે, જીલ્લા પોસ્ટ
વિભાગ માં સ્થાનિક કક્ષાએ થી રિપોર્ટ રજૂ કરાયો છે. પરંતુ હજી સુધી આ બાબતે કોઇ સૂચનાઓ મળી ન હોવાનું ઉમેર્યું હતું. એટીએમ ક્યારે ચાલુ
થઇ શકશે એ બાબતે પૂરતી જાણકારી ન હોવાનું પણ
તેમણે કહ્યું હતું. હતું. ઉલ્લેખનીય છે કે
એ.ટી.એમ બંધ હોવાથી વધારા ની કામગીરી
કાઉન્ટર પર આવી ગઈ છે, જેના કારણે પોસ્ટ ઓફિસના સ્ટાફ ઉપર પણ
કામનું ભારણ વધી ગયું છે. ઁ સામાન્ય કામગીરી માં પણ સમય લાગતા કર્મચારીઓને પણ ગ્રાહકોના
રોષનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે કચ્છના પોસ્ટ વિભાગ ના આસિસ્ટન્ટ સુપરિટેન્ડેન્ટ
નો સંપર્ક કરતા તેમણે ફોન ઉપાડવાની તસ્દી લીધી
ન હતી, લોકો ને થઇ રહેલી
મુશ્કેલીઓ અંગે પોસ્ટ ઓફિસના ઉચ્ચ અધિકારીઓ આ ગંભીર સમસ્યાને તાત્કાલિક ધ્યાનમાં
લે અને એ.ટી.એમ મશીન ફરીથી શરૂ કરાવે તેવી સ્થાનિકો દ્વારા માંગ
કરવામાં આવી રહી છે.