ભુજ, તા. 1 : શહેરના સ્ટેશન રોડ પર ધોળા
દિવસે રૂા. 3.50 લાખની રોકડ ચોરનારા ઓસમાણગની
ઉમર ગગડા નામના આરોપીને ભુજ શહેર એ-ડિવિઝન પોલીસે ઝડપી પાડી ચોરી અંગેના ગુનાનો ભેદ
ઉકેલ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂા. 1,24,600, ચોરી કરેલા નાણાં પૈકી રૂા. 1,72,000થી ખરીદાયેલું બાઈક મળી કુલ રૂા. 2,96,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આપેલી વિગતો મુજબ, સીસીટીવી ફૂટેજ
અને માનવીય સંદર્ભો તેમજ પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં આરોપી ઓસમાણગનીને
પકડી લેવાયો હતો. તેની સઘન પૂછપરછ કરતાં ચોરી
અંગેનો ગુનો તેણે કબૂલ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂા. 1,24,600 તથા ચોરી કરાયેલા નાણાં પૈકી
રૂા. 1,72,000થી ખરીદાયેલી બાઈક મળી કુલ
રૂા. 2,96,600નો મુદ્દામાલ કબજે કરી આગળની
કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.