• શનિવાર, 02 ઑગસ્ટ, 2025

ડકેટે આપ્યો પડકાર ને આકાશદીપે તરત આઉટ કરીને આપી `વિદાય'

નવી દિલ્હી, તા. 1 : ઈંગ્લેન્ડના બેટધર બેન ડકેટે ભારત સામે વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં સારો દેખાવ કર્યો છે. ઓવલમાં રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ટેસ્ટમાં પણ ડકેટે તેની ટીમ માટે સારી શરૂઆત કરી હતી. જો કે, ભારતના બોલર આકાશદીપે ડકેટને માત્ર આઉટ જ ન કર્યો, પરંતુ તેનું ઘમંડ પણ તોડયું હતું. આકાશદીપની ઓવરમાં બેન ડકેટ રન બનાવી રહ્યો હતો. તેનો એક દડો ડકેટના ગ્લોઝને અડી હવામાં ગયો, પરંતુ ફિલ્ડરો વચ્ચે મૂંઝવણને કારણે કેચ પકડી શકાયો ન હતો. તે વખતે આકાશદીપ અને ડકેટ વચ્ચે કોઈ વાતચીત થઈ હતી. 13મી ઓવરમાં ડકેટે આશકદીપના દડે રિવર્સ સ્કૂપ લગાવી ચોગ્ગો ફટકાર્યો હતો. પાંચમા દડે પણ ડકેટે એવો જ શોટ લગાવ્યો, પરંતુ દડો બેટને અડીને વિકેટકીપર જુરેલના હાથમાં ગયો હતો. ડકેટ આઉટ થયો હતો અને પેવેલિયન જઈ રહ્યો હતો, તે વખતે આકાશદીપ-ડકેટે ફરી વાત કરી હતી. જો કે, બંનેના ચહેરા પર કોઈ આક્રમકતા દેખાતી ન હતી, પણ આકાશદીપે ડકેટના ખભા પર હાથ તેને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો તેની ટકા પણ થઈ રહી છે. દિનેશ કાર્તિક અને માઈકલ આથરટન જેવા પૂર્વ ક્રિકેટરોએ આકાશદીપના વર્તન પર નાખુશી દર્શાવી છે. બહાર આવ્યા મુજબ ડકેટે આકાશદીપને કહ્યું હતું, `તું મને આઉટ નહીં કરી શકે.'  

Panchang

dd