લંડન, તા.1 : ઇંગ્લેન્ડને ઓવલ ટેસ્ટ દરમિયાન
મોટો ફટકો પડયો છે. ટીમનો સૌથી અનુભવી ઝડપી બોલર ક્રિસ વોકસ ખભાની ઇજાને લીધે પાંચમી
ટેસ્ટની બહાર થઇ ગયો છે. ઇસીસીબીએ ટ્વિટર હેન્ડલ પર આ જાણકારી આપી હતી. ગઇકાલે મેચના
પહેલા દિવસે અંતિમ ક્ષણોમાં મિડ ઓફમાં બોલને બાઉન્ડ્રી પાર કરતા રોકવાના ચક્કરમાં તેણે
ડાઇવ કૂદકો માર્યો હતો અને આ દરમિયાન તેના ડાબા ખભા પર ભાર આવી ગયો હતો. આથી તેને દર્દ
સાથે મેદાન બહાર થવું પડયું હતું. તેના ખભાનું સ્કેન થયું છે અને હાડકું ખસી ગયું છે.
આથી તે પાંચમી ટેસ્ટની બહાર થઇ ગયો છે. તે બોલિંગ કે બેટિંગ કરવાની સ્થિતિમાં નથી.
વોકસ વર્તમાન શ્રેણીમાં 181 ઓવર ફેંકી
ચૂક્યો છે. જેમાં તેણે 11 વિકેટ લીધી
છે.